ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મેમણ ઉદ્યોગપતિને ત્યાં દરોડાની કાર્યવાહી યથાવત,તપાસ દરમિયાન 100 અધિકારીઓની ટીમ ચોકી ઉઠી

આવકવેરા વિભાગની ડીઆઇ વિંગ દ્વારા સોમવારેની વહેલી સવારે રાંદેરના ગોરાટ વિસ્તારના ઉમર જનરલને પાંચ વર્ષ પછી શરૂ કરવામાં આવેલી તપાસ મંગળવારે પણ યથાવત્ રહી હતી.તમામ સ્થળો પરથી આવક વેરા વિભાગે આર્થિક હિસાબોના દસ્તાવેજો તેમજ ખરીદીમાં રોકડ-વેચાણના થતા મોટા પાયાના હિસાબો પણ જપ્ત કરી તપાસવા ના શરૂ કર્યા છે.આવક વેરા વિભાગના સૂત્રોનું માનીએ તો ડૉકયુમેન્ટ કબજે લેવાયા બાદ રોકડ વ્યવહાર àª
06:33 AM Feb 08, 2023 IST | Vipul Pandya
આવકવેરા વિભાગની ડીઆઇ વિંગ દ્વારા સોમવારેની વહેલી સવારે રાંદેરના ગોરાટ વિસ્તારના ઉમર જનરલને પાંચ વર્ષ પછી શરૂ કરવામાં આવેલી તપાસ મંગળવારે પણ યથાવત્ રહી હતી.તમામ સ્થળો પરથી આવક વેરા વિભાગે આર્થિક હિસાબોના દસ્તાવેજો તેમજ ખરીદીમાં રોકડ-વેચાણના થતા મોટા પાયાના હિસાબો પણ જપ્ત કરી તપાસવા ના શરૂ કર્યા છે.આવક વેરા વિભાગના સૂત્રોનું માનીએ તો ડૉકયુમેન્ટ કબજે લેવાયા બાદ રોકડ વ્યવહાર અને હવાલાની દિશામાં તપાસ તેજ કરાઇ છે.રૂ 300 કરોડનુ ટર્ન ઓવર ધરાવતા ઉદ્યોગપતિ ઉમર જનરલને ત્યાં પાંચ વર્ષ પછી ફરી સર્ચ અભિયાન બાતમીના આધારે શરૂ કરાયું હતું,
સ્થળો પરથી વિભાગે હિસાબી દસ્તાવેજો જપ્ત કર્યા
સૂત્રો મુજબ આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગના 100 થી વધુ અધિકારીઓ દ્વારા કાપડ એક્સ્પોર્ટર અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા મોટા ઉદ્યોગકારો દ્વારા આઇ સીસી બિલ્ડિંગ સ્થિત મુખ્ય ઓફિસ, માંડવી સ્થિત કંપની સહિત કુલ 14 ઠેકાણે કાર્યવાહી કરવામાં આવી હતી. જે મંગળવારે પણ મોટાભાગનાં સ્થળો પર ચાલુ રહી હતી. તપાસ દરમિયાન તમામ સ્થળો પરથી વિભાગે હિસાબી દસ્તાવેજો જપ્ત કર્યા હતા.
આવક વેરા વિભાગે દરોડા પાડીને બ્લેકમની શોધવાની કવાયત હાથ ધરી
બીજી બાજુ આવક વેરા વિભાગે દરોડા પાડીને બ્લેકમની શોધવાની કવાયત હાથ ધરી હતી.જ્યારે બીજા દિવસે પણ દરોડા ચાલુ રહ્યા હતા. ઇન્કમટેકસ વિભાગના જાણકારોનું માનીએ તો તેઓ નું કહેવું છે કે આ ગ્રુપના ટર્ન ઓવરમાં મોટાભાગે ટેકસટાઇલ્સના વ્યવહારો થયા છે. જેમાં મુખ્યત્વે સ્થાનિક બજારમાં જ માલ સપ્લાય કરવામાં આવ્યો છે. જેમાં બ્રાન્ડેડ કપડા પણ અત્રે મેન્યુફેકચરીંગ થયા છે.જેને લઇ વિભાગે પણ પોતાની તપાસ માં દરેક બરિકી ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
બંગલામાં 12  જેટલી લકઝુરીયસ કારો
ઇન્કમટેકસ વિભાગ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં ઉમર જનરલનો બંગલો ચાર બંગલાને ભેગા કરીને બનાવ્યો હોવાનું સામે આવ્યું છે.બંગલા માં અંદાજે 22  જેટલા રૂમ જોઇ વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.રૂમોનો એક એક ખુણો ચકાસતા અધિકારીઓને અંદાજે દોઢ દિવસ જેટલો સમય લાગ્યો હતો.બંગલામાં 12  જેટલી લકઝુરીયસ કારો પણ લાઇનમાં પાર્ક કરાયેલી હતી. IT ની તપાસ દરમિયાન વેચાણ અને ખરીદી પણ રોકડમાં થઇ હોવાનું ધ્યાને આવ્યુ છે. જેના કારણે એકસપોર્ટના પણ ડેટા મેળવીને ટીમ તપાસ કરી રહી છે. જો કે આશ્ચર્ય ની વાત એ છે કે ઘરના લોકરમાં પણ તપાસ કરવામાં આવતા ખાસ કઈ હાથ લાગ્યુ નથી.બીજા દિવસ ની તપાસ મળીને કરોડો રૂપિયાના ડૉકયુમેન્ટ કબજે લઇને ચકાસણી શરૂ કરાઇ છે.
આપણ  વાંચો- ધોરડો ખાતે ગેટ વે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ સહિત સુવિધાઓનું લોકાર્પણ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
businessmandocumentsGoratareaGujaratFirstIncometaxdepartmentraidsSurat
Next Article