ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મેઘરજની રામગઢી પ્રાથમિક શાળાનો શિક્ષક રહેતો હતો નશામાં ધૂત, જાણો ગ્રામજનોએ શું કર્યું

અરવલ્લી જીલ્લાના મેઘરજની રામગઢી પ્રાથમિક શાળામાં શિક્ષક નશામાં ઘૂત રહેતો હોવાથી ત્રાસેલા ગ્રામજનોએ શાળાની તાળાબંધી કરી હતી અને તંત્ર સામે પોતાનો આક્રોષ વ્યક્ત કર્યો હતો. મેઘરજની રામગઢી પ્રાથમિક શાળામાં ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે જ્યાં ગુરુએ શિક્ષણ કાર્યને લાંછન લગાવ્યું છે. રામગઢી પ્રાથમિક શાળાનો શિક્ષક હંમેશા નશામાં રહેતો હોવાથી વિદ્યાર્થીઓ ત્રાસી ગયા હતા. નશામાં ર
04:56 AM Aug 23, 2022 IST | Vipul Pandya
અરવલ્લી જીલ્લાના મેઘરજની રામગઢી પ્રાથમિક શાળામાં શિક્ષક નશામાં ઘૂત રહેતો હોવાથી ત્રાસેલા ગ્રામજનોએ શાળાની તાળાબંધી કરી હતી અને તંત્ર સામે પોતાનો આક્રોષ વ્યક્ત કર્યો હતો. 
મેઘરજની રામગઢી પ્રાથમિક શાળામાં ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે જ્યાં ગુરુએ શિક્ષણ કાર્યને લાંછન લગાવ્યું છે. રામગઢી પ્રાથમિક શાળાનો શિક્ષક હંમેશા નશામાં રહેતો હોવાથી વિદ્યાર્થીઓ ત્રાસી ગયા હતા. નશામાં રહેતા શિક્ષકના કારણે તેની ગંભીર અસર શિક્ષણ કાર્ય પર પડતી હતી અને તેથી વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. વાલીઓએ આ શિક્ષકની તત્કાળ બદલી કરવામાં આવે તેવી માગ કરી હતી. 
જો કે નશાખોર શિક્ષક સામે કોઇ પગલાં લેવાયા ન હતા અને આ શિક્ષકથી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખતરો ઉભો થયો હતો. રોજ પીધેલી હાલતમાં શિક્ષક શાળાએ આવતો હતો અને તેની વર્તણૂંકથી વિદ્યાર્થીઓ ઉપરાંત સાથી શિક્ષકો પણ ત્રાસી ગયા હતા. 
આખરે ત્રાસેલા વિદ્યાર્થીઓએ મંગળવારે શાળાની તાળાબંધી કરી દીધી હતી અને જ્યાં સુધી નશાખોર શિક્ષક સામે કોઇ પગલાં નહીં લેવાય ત્યાં સુધી શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો. નશામાં ધૂત રહેતા શિક્ષક સામે તત્કાળ પગલાં લેવાની માગ કરાઇ હતી અને પોતાનો આક્રોષ રજૂ કર્યો હતો. 
Tags :
GujaratFirstMeghrajPrimaryschoolTeacher
Next Article