Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં વીજળીના કડાકા સાથે મેઘો મહેરબાન, પહેલા જ વરસાદે સ્થાનિક તંત્રની ખોલી પોલ

રવિવારે બપોર બાદ રાજ્યમાં વીજળીના કડાકા સાથે મેઘો મહેરબાન થયો હતો. રાજ્યમાં મીની વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો તો ઘણી જગ્યાએ વીજળી ગૂલ થઇ જવાની ઘટના પણ સામે આવી છે. વળી આ ભારે વરસાદના કારણે રાજ્યના ઘણા જિલ્લાઓમાં વૃક્ષો ઘરાશાયી થયા છે.રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા. ન માત્ર ગરમી પણ બફારામાં  લોકો કંટાળી ગયા હતા. ત્યારે ઘણા દિવસોથી વરસ
રાજ્યમાં વીજળીના કડાકા સાથે મેઘો મહેરબાન  પહેલા જ વરસાદે સ્થાનિક તંત્રની ખોલી પોલ
રવિવારે બપોર બાદ રાજ્યમાં વીજળીના કડાકા સાથે મેઘો મહેરબાન થયો હતો. રાજ્યમાં મીની વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો તો ઘણી જગ્યાએ વીજળી ગૂલ થઇ જવાની ઘટના પણ સામે આવી છે. વળી આ ભારે વરસાદના કારણે રાજ્યના ઘણા જિલ્લાઓમાં વૃક્ષો ઘરાશાયી થયા છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા. ન માત્ર ગરમી પણ બફારામાં  લોકો કંટાળી ગયા હતા. ત્યારે ઘણા દિવસોથી વરસાદની રાહ જોઇ રહેલા લોકો માટે મેઘાએ રવિવારે પધરામણી કરી ગરમીથી કંટાળી ગયેલા લોકોને રાહત આપી હતી. મહત્વનું છે કે, રવિવારે સવારથી જ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રવિવારે બપોર બાદ કાળા વાદળો છવાયા હતા. જેને લઇને ગરમીમાં થોડી રાહત લોકોએ અનુભવી હતી. દિવસ દરમિયાન ગમે ત્યારે વરસાદ તૂટી પડશે તેની જોવાતી રાહ વચ્ચે રાજ્યમાં સાંજે ચાર વાગ્યે વરસાદ વરસવાનો શરૂઆત થઇ હતી. 
જોકે, આ દરમિયાન પવન ખૂબ ઝડપી હોવાથી ઘણા જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી થયા હતા, જેના કારણે લોકોને રસ્તેથી અવર-જવર કરવામાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સીઝનના પ્રથમ વરસાદે રાજ્યમાં સ્થાનિક તંત્રની પોલી ખોલી દીધી છે. દર વર્ષે ચોમાસા પહેલા બધુ જ બરોબર હોય છે પરંતુ જેવું ચોમાસાની શરૂઆત થાય કે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ જાય છે. આવી જ પરિસ્થિતિ ગઇ કાલે (રવિવાર) જોવા મળી હતી. શરૂઆતી વરસાદે સ્થાનિક તંત્રની પોલ ખોલી દીધી હતી. રાજ્યમાં પડેલા શરૂઆતી વરસાદમાં અલગ-અલગ વિસ્તારોમાંથી પાણી ભરાઇ જવાના અને ગંદકી થવાના સમાચાર સામે આવ્યા હતા. 
મળી રહેલી માહિતી અનુસાર, ભાવનગરના શેત્રુંજી ડેમમાં 2 હજાર ક્યૂસેક પાણીની આવક થઇ છે. શેત્રુંજી ડેમની સપાટી 21.5 ઇંચ પર પહોંચી છે. આ ખેડૂતો માટે એક સારા સમાચાર છે. તેમને પણ સિંચાઇ માટે લાભ મળી રહેશે. આ ઉપરાંત રાજ્યમાં 138 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. વળી રાજ્યના જળાશયોમાં 22.90 ટકા જળસંગ્રહ થયો છે. 
Advertisement
Tags :
Advertisement

.