Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટ ખાતે મેગા MSME કોન્કલેવનો શુભારંભ, ડિફેન્સ ઇક્વિપમેન્ટના પાર્ટર્સ બનાવવા થયા MOU

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (એમ. એસ. એમ. ઈ.) વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી ભાનુ પ્રતાપસિંહ વર્માએ રાજકોટની સયાજી હોટેલ ખાતે આયોજિત મેગા એમ.એસ.એમ.ઈ. કોન્ક્લેવનો શુભારંભ કરાવ્યો હતો. આ મેગા કોનક્લેવમાં સિક્યુરિટી એન્ડ સાયન્ટિફિક ટેકનીકલ એસોસિએશન તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે સંરક્ષણ સાધનોના પાર્ટ્સ બનાવવા અંગે એમ.ઓ.યુ.( મેમરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) કàª
રાજકોટ ખાતે મેગા msme કોન્કલેવનો શુભારંભ  ડિફેન્સ ઇક્વિપમેન્ટના પાર્ટર્સ બનાવવા થયા mou
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (એમ. એસ. એમ. ઈ.) વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી ભાનુ પ્રતાપસિંહ વર્માએ રાજકોટની સયાજી હોટેલ ખાતે આયોજિત મેગા એમ.એસ.એમ.ઈ. કોન્ક્લેવનો શુભારંભ કરાવ્યો હતો. આ મેગા કોનક્લેવમાં સિક્યુરિટી એન્ડ સાયન્ટિફિક ટેકનીકલ એસોસિએશન તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે સંરક્ષણ સાધનોના પાર્ટ્સ બનાવવા અંગે એમ.ઓ.યુ.( મેમરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી ભાનુપ્રતાપસિંહ વર્માએ જણાવ્યું હતું કે દેશને આત્મનિર્ભર બનાવવામાં એમ. એસ.એમ. ઈ. ક્ષેત્રનું યોગદાન બહુમૂલ્ય છે. આ ક્ષેત્ર માટે અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે રૂ. ૩.૭ લાખ કરોડની ફાળવણી કરી છે, કોરોના કાળમાં પણ એમ.એસ એમ. ઈ. ક્ષેત્રએ દેશની વિકાસની ગતિ જાળવી રાખવામાં મહત્વનું પ્રદાન કર્યું છે. તાજેતરના કેન્દ્રીય બજેટમાં પણ આ ક્ષેત્ર માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે તથા નાના ઉદ્યોગોને ઉત્તેજન માટે કેન્દ્ર સરકાર હંમેશા કટિબદ્ધ છે, તેમ પણ મંત્રીશ્રી વર્માએ ઉમેર્યું હતું. 
કેન્દ્ર સરકારની ઔદ્યોગિક ક્ષેત્રને ઉત્તેજન આપતી નીતિઓનો લાભ લઈને દેશને વિકાસની રાહ પર અગ્રેસર બનાવવા મંત્રીશ્રી વર્માએ ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને વિશેષ અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (પી.એમ.ઈ.જી.પી.)અન્વયે નેત્રદીપક કામગીરી કરનારા રાજકોટ જિલ્લાના વિવિધ ઉદ્યોગ સાહસિકોને આમંત્રિતોએ સન્માનિત કર્યા હતા. એમ.એસ.એમ.ઈ.ક્ષેત્રમાં ગોલ્ડન કેટેગરી પ્રાપ્ત કરનારા ગુજરાતના આઠ ઔદ્યોગિક એકમો તથા સિલ્વર કેટેગરી પ્રાપ્ત કરનારા રાજ્યના ચાર ઔદ્યોગિક એકમોના સ્થાપકોને પણ આ કાર્યક્રમમાં સન્માનિત કરાયા હતા. 
આ કાર્યક્રમમાં સંસદસભ્યશ્રી મોહનભાઈ કુંડારીયાએ ઉદ્યોગોના ક્ષેત્રમાં જોવા મળતા ગુજરાતીઓના પ્રમાણિકતા-પરિશ્રમ-ગુણવત્તાના ત્રિવેણી સંગમની સરાહના કરી હતી અને જામનગર-રાજકોટ-મોરબી જેવા શહેરોના ઉદ્યોગપતિઓને સંરક્ષણના સાધનોના સ્પેરપાર્ટસના ઉત્પાદન પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન કર્યું હતું, જ્યારે સાંસદશ્રી રામભાઈ મોકરીયાએ આ કોનક્લેવમાં ઉપસ્થિત ઉદ્યોગકારોને રાજકોટ ખાતે યોજાયેલા ઔદ્યોગિક ક્ષેત્રના સુવર્ણ અવસરનો મહત્તમ લાભ લેવા જણાવ્યું હતુ.
આ કોન્ક્લેવમાં કેન્દ્રીય એમ.એસ.એમ.ઇ. સચિવશ્રી શ્રી બી. બી. સ્વૈનએ સગૌરવ જણાવ્યું હતું કે હાલ સમગ્ર દેશમાં ૧ કરોડ ૬૫ લાખ સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોનું રજીસ્ટ્રેશન થયેલું છે, અને આ ક્ષેત્ર ૧૦ કરોડ નાગરિકોને રોજગારી પૂરી પાડી રહ્યું છે. શ્રી સ્વૈનએ ઉદ્યોગ ક્ષેત્ર અને અર્થતંત્રમાં રોજગાર સર્જક તરીકે અગત્યની ભૂમિકા ભજવનાર એમ. એસ. એમ. ઈ. ક્ષેત્રની ઝીણવટભરી આંકડાકીય માહિતી આપી હતી.
એમ.એસ.એમ.ઈ.-ગુજરાતના સચિવશ્રી સંદિપકુમારે કેન્દ્ર સરકારે ૨૦૧૬માં અમલી બનાવેલી એરોસ્પેસ એન્ડ ડિફેન્સ પોલીસીની ટૂંકી જાણકારી આપી હતી તથા આ ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી જમીન ફાળવણી, પાવર ટેરીફ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તથા વિવિધ સબસીડીઓ અંગે પ્રકાશ પાડ્યો હતો. અને સંરક્ષણ ક્ષેત્રની આયાત ઘટાડી ભારતને  આત્મનિર્ભર બનવા તરફ પ્રેરિત કરવા અને આ પહેલમાં ગુજરાતને સમગ્ર દેશનું નેતૃત્વ કરી નવી રોજગારીનું સર્જન કરવા પર ભાર મૂક્યો હતો.
નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના સંયુક્ત સચિવ શ્રીમતી મર્સી ઈપાઓએ ઈ-માર્કેટિંગ વધારવા, ઉત્પાદન ક્ષમતામાં સુધારો કરવા, ટેન્ડર માર્કેટિંગ પ્રક્રિયા સરળ કરવા અને સરકારની એમ. એસ. એમ. ઈ. ક્ષેત્રની યોજનાઓનો મહત્તમ લાભ લેવા અંગે ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. અધિક વિકાસ કમિશનર શ્રીમતી ઈશિતા ગાંગુલી ત્રિપાઠીએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓની ટૂંકી ઝલક રજૂ કરી હતી.
ઈસરો( ઇન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)ના ડાયરેક્ટર શ્રી નિલેશભાઈ દેસાઈએ એરોસ્પેસ ક્ષેત્રે ઉપલબ્ધ વ્યવસાયિક તકો વિશે માર્ગદર્શન આપ્યું હતું અને આ ઉભરતા ક્ષેત્રમાં ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને નેતૃત્વ કરવા અપીલ કરી હતી.
દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ આમંત્રિતોનું શાલ અને સ્મૃતિચિન્હથી સ્વાગત કરાયું હતું. એમ.એસ.એમ.ઈ.ના સંયુક્ત સચિવશ્રી વિકાસ ગુપ્તાએ સ્વાગત પ્રવચનમાં આજના કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું ઔદ્યોગિક એસોસિએશન તરફથી વિશેષ બહુમાન કરાયું હતું. આ પ્રસંગે વિવિધ સ્ટોલમાં એરોસ્પેસ, ડિફેન્સ તથા લઘુ ઉદ્યોગોના ઉત્પાદનોનું નિદર્શન કરાયું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.