ઉત્તર પ્રદેશમાં શાનદાર જીત પછી વડાપ્રધાન મોદીને મળ્યા સીએમ યોગી, 2 કલાક સુધી કરી બેઠક
ઉત્તર પ્રદેશમાં ભાજપની શાનદાર જીત બાદ
હવે સીએમ યોગી દિલ્હી પહોંચ્યા છે. અહીં તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. મળતી
માહિતી મુજબ આ બેઠક લગભગ 2 કલાક ચાલી હતી અને આ બેઠકમાં ઉત્તર પ્રદેશમાં આગામી
સરકારની રચના અને તમામ નીતિઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સીએમ યોગીને મળ્યા બાદ
વડાપ્રધાને ટ્વિટ કર્યું હતું. આજે યોગી આદિત્યનાથજીને મળ્યા. ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં ઐતિહાસિક જીત
બદલ તેમને અભિનંદન. છેલ્લા 5 વર્ષમાં તેમણે લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે
અથાક મહેનત કરી છે. મને ખાતરી છે કે આવનારા વર્ષોમાં તેઓ રાજ્યને વિકાસની વધુ
ઉંચાઈઓ પર લઈ જશે.
રાજ્યની 403 સભ્યોની વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 255 બેઠકો જીતી છે અને તેના બે સહયોગીઓએ 18 બેઠકો જીતી છે. યોગી આદિત્યનાથે તેમની દિલ્હી મુલાકાત
દરમિયાન PMને મળ્યા પહેલા રવિવારે ઉપરાષ્ટ્રપતિ
એમ વેંકૈયા નાયડુ અને BJP
મહાસચિવ (સંગઠન) BL સંતોષ સાથે મુલાકાત કરી હતી. આ પછી તેઓ
પીએમ મોદીને મળ્યા અને પછી તેઓ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા ગયા.
માનવામાં આવી રહ્યું છે કે યોગી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી
રાજનાથ સિંહને પણ મળી શકે છે.
મુખ્યમંત્રી તરીકે સતત બીજી વાર શપથ
લેવાની તૈયારી કરી રહેલા આદિત્યનાથ સરકારની રચના સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા
માટે અમિત શાહ અને જેપી નડ્ડા સહિત પક્ષના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરી શકે છે.
સૂત્રોએ જણાવ્યું કે યોગી આદિત્યનાથ રાષ્ટ્રીય રાજધાનીમાં બે દિવસ રોકાશે.