Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક

આગામી તા. 12 ફેબ્રુઆરી થી 16 મી ફેબ્રુઆરી-2023 દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે યોજાનાર 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે જિલ્લાની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, એનજીઓ, વિવિધ યુનિયનો તથા મંડળોના હોદ્દેદારો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વધુમાં વધુ લોકો આ પરિક્રમામાં જોડાય અને તેનો બહોળી સંખ્યામાં લાભ à
શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક
આગામી તા. 12 ફેબ્રુઆરી થી 16 મી ફેબ્રુઆરી-2023 દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે યોજાનાર 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે જિલ્લાની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, એનજીઓ, વિવિધ યુનિયનો તથા મંડળોના હોદ્દેદારો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વધુમાં વધુ લોકો આ પરિક્રમામાં જોડાય અને તેનો બહોળી સંખ્યામાં લાભ લઇ શકે એ માટેની વ્યવસ્થાઓ અને આયોજન યાત્રાળુઓ માટે કરવા બેઠકમાં ઉપસ્થિત પ્રતિનિધિઓને અપીલ કરવામાં આવી હતી.
શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ
રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. 12 ફેબ્રુઆરીથી 16 મી ફેબ્રુઆરી- 2023 દરમિયાન 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તંત્ર દ્વારા ભાદરવી પૂનમના મેળાની જેમ જ યાત્રાળુઓ માટે જમવા, રહેવા, સુવા સહિતની સગવડો સચવાય એ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.
સ્વૈચ્છીક સંસ્થાનો સહકાર લેવાયો
51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'માં આવતા યાત્રિકોની આસ્થા અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખી તેમને કોઈ પણ પ્રકારની અગવડોનો સામનો ન કરવો પડે અને શાંતિ સલામતી સાથે યાત્રાળુઓ પરિક્રમા કરી શકે એ પ્રકારનું આયોજન હાથ ધરાયુ છે ત્યારે આ મહોત્સવમાં યાત્રાળુઓની સુવિધાઓ સચવાય એ માટે તંત્રની સાથે સાથે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, એનજીઓ, વિવિધ યુનિયનો તથા મંડળોનો સાથ સહકાર પણ લેવામાં આવ્યો છે. તેમના દ્વારા પરિક્રમા મહોત્સવમાં ઉભી કરવામાં આવનાર સુવિધાઓ અને વ્યવસ્થાઓની ચર્ચા વિચારણા કરી તેને આખરી ઓપ આપવા અંગે કલેક્ટરશ્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓને આ પરિક્રમા મહોત્સવનો લાભ વધુ માં વધુ લોકો લઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરવા અપીલ કરી હતી.
ગોલ્ડન ટેમ્પલ
અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો અંબાજી શક્તિપીઠ ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે અને તે દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું જગતજનની જગદંબા માં અંબાનું પ્રાચીન અને પૌરાણિક મંદિર છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.