ખોડલધામમાં નરેશ પટેલ સાથે કોળી સમાજના આગેવનોની મુલાકાત, બંને સમાજ સાથે મળીને કામ કરશે
એક તરફ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય માહોલ જામ્યો છે. તો બીજી તરફ વિવિધ સમાજો પણ હવે એક થઇ રહ્યા છે. ખાસ કરીને ખોડલધાનના અધ્યક્ષ તથા પાટીદાર નેતા નરેશ પટેલના રાજકારણમાં જોડાવવાને લઇને ભારે ચર્ચાનો માહોલ જામયો છે. તેવામાં આજે કોળી સમાજના માંધાતા ગ્રુપના આગેવાનો આજે ખોડલધામ પહોંચ્યા હતા. સાથે પાસના નેતા દિનેશ બાંભણિયા પણ જોડાયા હતા. કોળી સમાજના આગેવાનોએ મા ખોડલ સમક્ષ શà
05:27 PM Apr 03, 2022 IST
|
Vipul Pandya
એક તરફ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય માહોલ જામ્યો છે. તો બીજી તરફ વિવિધ સમાજો પણ હવે એક થઇ રહ્યા છે. ખાસ કરીને ખોડલધાનના અધ્યક્ષ તથા પાટીદાર નેતા નરેશ પટેલના રાજકારણમાં જોડાવવાને લઇને ભારે ચર્ચાનો માહોલ જામયો છે. તેવામાં આજે કોળી સમાજના માંધાતા ગ્રુપના આગેવાનો આજે ખોડલધામ પહોંચ્યા હતા. સાથે પાસના નેતા દિનેશ બાંભણિયા પણ જોડાયા હતા.
કોળી સમાજના આગેવાનોએ મા ખોડલ સમક્ષ શિશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા. બાદમાં માંધાતા ગ્રુપના રાજુ સોલંકી તથા દિનેશ બાંભણીયા સહિતના આગેવાનો અને નરેશ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઇ હતી. બેઠક બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે, બંને સમાજ એક થઈ ખભેખભો મિલાવી કાર્ય કરીશું એવો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતનો વિકાસ થાય એ બંને સમાજ ઈચ્છે છે.
બંને સમાજ સાથે મળીને કામ કરશે
નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે વીર માંધાતા ગ્રુપના કોળી સમાજના આખા ગુજરાતમાંથી રાજુભાઈ સોલંકીની આગેવાની હેઠળ આગેવાનો ખોડલધામ મા ખોડલના દર્શન કરવા પધાર્યા હોવાથી તેમનું હાર્દિક સ્વાગત કરું છું. મંદિરે દર્શન કર્યા બાદ બેઠક યોજાઇ હતી. બેઠકમાં બંને સમાજ એક થાય અને બંને સમાજ જ્યાં પણ એકબીજાને જરૂર પડે ખભેખભો મીલાવી કાર્ય કરે એવો અત્યારે નિર્ણય કર્યો છે. ગુજરાત વિધાનસભામાં 182 બેઠક છે. ત્યારે રાજકારણમાં જોડાવા માટે સચોટપણે મને દરેક સમાજમાંથી આહ્વાન થાય અને મીડિયા સમક્ષ એ વાત મૂકુ એ સાચો દિવસ હશે. ગુજરાતનો વિકાસ પાટીદાર અને કોળી બંને સમાજ ઇચ્છે છે. મારે રાજકારણમાં જોડાવા માટે મોટા હોદ્દાની બિલકુલ રાહ જોવાઇ નથી રહી.
નરેશ પટેલ સતત વિવિધ સમાજ સાથે મિટિંગ કરી રહ્યાં છે
ખોડલધામ ચેરમેન નરેશ પટેલના રાજકારણ પ્રવેશને લઈને ફરી એકવાર રહસ્ય રહ્યું છે. આજે કોળી સમાજના આગેવાન સાથે થયેલી બેઠકમાં પણ યોગ્ય સમયે જાણ કરવાની વાત નરેશ પટેલે કરી હતી. આજે ગુજરાતના કોળી સમાજના માંધાતા ગ્રુપના પ્રમુખ અને સાથે રાજ્યભરના કોળી સમાજના આગેવાનોએ ખોડલધામની મુલાકાત લીધી હતી. કોળી સમાજના માંધાતા ગૃપના પ્રમુખ રાજુભાઈ સોલંકીના જણાવ્યા મુજબ નરેશ પટેલ જેવા વ્યક્તિએ રાજકારણમાં ચોક્કસ આવવું જોઈએ અને સારા વ્યક્તિની રાજકારણમાં ખુબજ જરૂર છે. સાથે નરેશ પટેલે રાજકારણમાં આવીને ગુજરાતની સેવા કરવી જોઈએ. જયારે નરેશ પટેલ જેવા સારા વ્યક્તિને તે જ્યાં હોય ત્યાં કોળી સમાજ તેની સાથે રહેશે તે ચોક્કસ છે.
રાજકોટ જિલ્લા નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખટારીયા એ શીશ ઝુકાવ્યું
સવારમાં કોળી સમાજના આગેવાનો સાથે મિટિંગ બાદ પાંચ વાગ્યે રાજકોટ જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ અર્જુન ખટારીયા તેમજ કોંગ્રેસ આગેવાનો ખડલધામ પહોંચ્યા હતા. તે બધાએ માતાના ચરણે શીશ ઝુકાવ્યા હતા. તેમજ કોંગ્રેસ પ્રમુખે દર્શન કરી રાજકોટ જિલ્લાનાં ગામડાઓમાં પ્રવાસના શ્રી ગણેશ કર્યા.
Next Article