Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખોડલધામ ખાતે ટ્રસ્ટી મંડળ અને આગેવાનોની બેઠક, નરેશ પટેલે શું કહ્યું ?

કાગવડ ખોડલધામ ખાતે આજે ટ્રસ્ટી મંડળની મહત્વની બેઠક મળી રહી છે જેમાં ખોડલધામના અલગ અલગ ટ્રસ્ટીઓ અને ગુજરાતભરના પાટીદાર અગ્રણીઓ હાજર રહ્યા છે. જો કે આ બેઠકમાં નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે ચર્ચા થશે કે કેમ વિશે ભારે સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. ખોડલધામના પ્રવક્તાએ કહ્યું કે આજની બેઠકમાં નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે કોઇ ચર્ચા નહી થાય. આ બેઠક પહેલા નરેશ પટેલે મીડિયા સàª
ખોડલધામ ખાતે ટ્રસ્ટી મંડળ અને આગેવાનોની બેઠક  નરેશ પટેલે શું કહ્યું
કાગવડ ખોડલધામ ખાતે આજે ટ્રસ્ટી મંડળની મહત્વની બેઠક મળી રહી છે જેમાં ખોડલધામના અલગ અલગ ટ્રસ્ટીઓ અને ગુજરાતભરના પાટીદાર અગ્રણીઓ હાજર રહ્યા છે. જો કે આ બેઠકમાં નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે ચર્ચા થશે કે કેમ વિશે ભારે સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. ખોડલધામના પ્રવક્તાએ કહ્યું કે આજની બેઠકમાં નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે કોઇ ચર્ચા નહી થાય. 
આ બેઠક પહેલા નરેશ પટેલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે અમે આજે કોઈ રાજકીય ચર્ચા અહીં નહિ કરીએ, હું રાજકારણ જોડાઈશ કે નહીં તે ટૂંક સમયમાં ખબર પડશે. તેમણે કહ્યું કે આ મહિના અંત સુધીમાં હું જાહેર કરી દઈશ. નરેશ પટેલે કહ્યું સર્વેમાં મોટાભાગના યુવાનો અને મહિલાઓ એવું કહી રહ્યા છે કે હું રાજકારણમાં જોડાવો અને વડીલો એવું કહી રહ્યા છે કે હું સમાજનું કામ કરું.
નરેશ પટેલે કહ્યું કે આજે યોજાયેલી જુદા જુદા ટ્રસ્ટની બેઠકમાં અમે એક પણ પ્રકારની રાજકીય ચર્ચાઓ નથી કરી. કન્વીનરોની જે બેઠક મળી છે તેમાં માત્ર અને માત્ર સંગઠન લક્ષી ચર્ચાઓ કરવામાં આવી છે. હું અગાઉ પણ કહી ચૂક્યો છું કે ખોડલધામ ખાતે રાજકારણની વાત ક્યારેય પણ નહીં કરું. ત્યારે આજે પણ રાજકારણ ની એક પણ વાત ખોડલધામ ખાતે કરવામાં નથી આવી. હું રાજકારણમાં જોડાઈશ કે કે કેમ તે બાબતનો નિર્ણય હું આ મહિનાના અંત સુધીમાં કરી આપીશ. 
પ્રશાંત કિશોરના મુદ્દે નરેશ પટેલે કહ્યું કે પ્રશાંત કિશોર કોંગ્રેસ સાથે જોડાવાના નથી, તે તેમનો પ્રોફેશનલ નિર્ણય છે. પ્રશાંત કિશોર મારા ખૂબ સારા મિત્ર છે. હું રાજકારણમાં જોડાઈશ તો ચોક્કસ પ્રશાંત કિશોર મારી સાથે રહેશે. પ્રશાંત કિશોરે હાલ પૂરતો કોંગ્રેસ સાથે ન જોડાવાનો નિર્ણય કર્યો છે. પરંતુ પ્રશાંત કિશોર અત્યારે પણ કેટલીક પાર્ટીઓ સાથે જોડાયેલા છે.
ખોડલધામમાં ટ્રસ્ટી મંડળની બુધવારે મહત્વની બેઠક મળી રહી છે. આ લખાય છે ત્યાં સુધી ખોડલધામમાં ટ્રસ્ટીઓ અને પાટીદાર અગ્રણીઓ મળીને 50થી વધુ આગેવાનો બેઠકમાં ભાગ લેવા પહોંચી ચુકયા છે. ગુજરાતભરના લેઉઆ પાટીદાર ઉધ્યોગપતિઓ તથા સામાજીક અગ્રણીઓ પણ બેઠકમાં ભાગ લેવા પહોંચી ચુકયા છે. આ બેઠકમાં નરેશ  પટેલના રાજકારણમાં પ્રવેશ સહિતના મુદ્દે ચર્ચા થઇ શકે છે. 
ઉલ્લેખનિય છે કે મંગળવારે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવા અંગેની ઓફર ઠુકરાવી દીધી હતી અને તેથી જ નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે આજની બેઠક મહત્વની બની રહી છે. જેથી આજની બેઠક પર સહુની નજર મંડાઇ છે. નરેશ પટેલના રાજકારણમાં આવવા અંગે છેલ્લા ઘણા સમયથી અનેક અટકળો થઇ રહી હતી.  આજની બેઠકમાં નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશવાના મુદ્દા સહિતના મુદ્દે ચર્ચા થઇ શકે છે. આ બાબતે સર્વે પણ કરાવાયો છે અને સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સર્વેમાં યુવાનોએ કહ્યું કે નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ કરવો જોઇએ જ્યારે પાટીદાર આગેવાનોએ કહ્યું કે નરેશ પટેલની સમાજ કાર્યમાં જરુર છે. 
બીજી તરફ બેઠક પૂર્વે ખોડલધામ સમિતિના પ્રવક્તા હસમુખભાઈ લુણાગરિયાએ નિવેદન આપ્યું હતું કે  આજની બેઠક રૂટિન છે અને  આ બેઠકમા રાજકારણની ચર્ચા કરવામાં આવશે નહીં . નરેશભાઈ રાજકારણમાં જોડાશે કે નહીં તે બાબતે પણ આજે જાહેરાત કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે   હજી સર્વે બાકી હોવાથી રાજકારણમાં જોડાશે કે કેમ તે બાબતે કોઇ સ્પષ્ટતા આજની બેઠક બાદ નહીં થાય
Advertisement
Tags :
Advertisement

.