Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે GCTMનો શિલાન્યાસ

WHOએ ભારત સાથે એક નવી પાર્ટનરશીપ કરી: નરેન્દ્ર મોદી GCTMના  શિલાન્યાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું કે, હું WHOના  ડાયરેકટર જનરલ ટેડ્રોસનો આભારી છું. જામનગરમાં GCTMનો શિલાન્યાસ સમગ્ર વિશ્વમાં ટ્રેડિશનલ મેડિસન યુગનો પ્રારંભ થયો છે. ભારતના શિક્ષકો ટેડ્રોસને શિક્ષા આપી તેનો ઉલ્લેખ ટેડ્રોસ ગર્વથી કરતા હોય છે. મારા મિત્ર અને મોરેશિયસનાં પીએમનો હું આભાર વ્યક્ત કરું છુà
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે gctmનો શિલાન્યાસ
WHOએ ભારત સાથે એક નવી પાર્ટનરશીપ કરી: નરેન્દ્ર મોદી 
GCTMના  શિલાન્યાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું કે, હું WHOના  ડાયરેકટર જનરલ ટેડ્રોસનો આભારી છું. જામનગરમાં GCTMનો શિલાન્યાસ સમગ્ર વિશ્વમાં ટ્રેડિશનલ મેડિસન યુગનો પ્રારંભ થયો છે. ભારતના શિક્ષકો ટેડ્રોસને શિક્ષા આપી તેનો ઉલ્લેખ ટેડ્રોસ ગર્વથી કરતા હોય છે. મારા મિત્ર અને મોરેશિયસનાં પીએમનો હું આભાર વ્યક્ત કરું છું. હું મોરેશિયસ જાવ ત્યારે મોરેશિયસનાં પીએમ અને તેમના પરિવારને અવશ્ય મળુ છું. મોરેશિયસનાં પ્રધાનમંત્રીએ ગુજરાતી ભાષામાં ભાષણની શરુઆત કરી સૌના દિલ જીતી લીધા. WHOએ ભારત સાથે એક નવી પાર્ટનરશીપ કરી છે. ભારત આ પાર્ટનરશીપને પૂરી રીતે માનવતાની સેવાઅર્થે જવાબદારીનાં રૂપમાં લે છે. આ સેન્ટર દુનિયાભરમાં ફેલાયેલ પારંપરિક ઔષધિઓનો ફેલાવો કરવામાં અને રીસર્ચમાં મદદ કરશે. આજે માત્ર એક ભવન કે સંસ્થાનનો શિલાન્યાસ નથી થઈ રહ્યો. આવનાર 25 વર્ષમાં આ સેન્ટર વિશ્વભરમાં ટ્રેડિશનલ મેડિસન  યુગનો પ્રારંભ છે.  કોરોના મહામારી દરમિયાન આપણે આયુષ પ્રણાલીનો ઉપયોગ કર્યો. ઉકાળાની ખુબ ડિમાન્ડ રહી હતી. આયુર્વેદમાં ભારતના જે અનુભવો છે તેને દુનિયાથી માહિતગાર કરવાએ ભારત પોતાનું કર્તવ્ય સમજે છે. ભારતની યોગ પરંપરા દુનિયાભરના લોકોને કામ આવી રહી છે. ડાયાબિટીસ, ઓબેશન અને ડિપ્રેશન સાથે લડવા ભારતીય યોગ પરંપરા દુનિયાને કામ આવી રહી છે.
WHOના ડિરેક્ટરે ગુજરાતીમાં સંબોધન કર્યું
ટેડ્રોસે નમસ્કાર સંબોધનનની શરુ આત કરી થી શરુ કર્યું અને ગુજરાતીમાં જ બધાને પૂછ્યું કેમ છો બધા? મજામાં? ગુજરાતમાં આવી મને બહુ મજા આવી.  મારે ભારત સાથે જૂનો સબંધ છે. મેં ભારતના શિક્ષકો પાસેથી અભ્યાસ કર્યો છે. હું પણ બોલીવુડ ફિલ્મો જોઉં છું. હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું કે 250 મિલિયન ડોલરનાં ખર્ચે જામનગરમાં GCTMની સ્થપાના થઈ રહી છે. GCTMની સ્થાપના થવાથી વિશ્વભરના અગ્રણીઓ ભારતમાં આવશે.
 
૧૯૩૪થી મોરેશિયસમાં ભારતીય ઉપચાર પદ્ધતિઓ અમલમાં: પ્રવિંદ જુગનાથ
 માનવ શરીરના ઉપચાર માટે વનસ્પતિ, ખનીજો જેવા કુદરતી પદાર્થો સદીઓથી વપરાતા આવ્યા છે. GCTM આ માનવજ્ઞાનના સંવર્ધન માટેનું અધિકૃત અને વિશ્વસનીસ અને કેન્દ્ર બની રહેશે. તેમણે કહ્યું કે ૧૯૩૪થી મોરેશિયસમાં ભારતીય ઉપચાર પદ્ધતિઓ અમલમાં છે. ત્યાં આયુર્વેદ એક માન્ય ઉપચાર પદ્ધતિ છે. દર વર્ષે ધનતેરસની ઉજવણી સમગ્ર મોરેશિયસમાં આયુર્વેદ દિવસ તરીકે કરવામાં આવે છે તેની ભૂમિકા પણ તેમણે આપી હતી. આ કાર્યક્રમમાં મોરેશિયસને સહભાગી કરવા બદલ તેમણે ભારત પ્રત્યે હર્ષની લાગણી વ્યકત કરી હતી. 
ભારતમાં આયુર્વેદ અને યોગનો ખજાનો: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
દેશ અને દુનિયા આજે વિચારે છે તે વડાપ્રધાને પહેલા જ વિચારી ચુક્યા હતા.  ભારતમાં આયુર્વેદ અને યોગનો ખજાનો રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત મહોત્સવ દરમ્યાન અમૃત ભેટ આપી છે. માત્ર રોગ મટાડવા નહિ પણ જડમુળ માંથી હટાવશે. ગુજરાતને ગ્લોબલ સેન્ટરની ભેટ આપવા બાદલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ આભાર વ્યક્ત કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ હેલ્થને લઇ જામનગરને અંકિત કર્યું છે. વડાપ્રધાને જામનગરમાં ગ્લોબલ સેન્ટરની સ્થાપનાનો પાયો નાખ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને WHOના ડાયરેક્ટરનો આભાર માનું  છું. 
ભૂટાન, નેપાળ અને બાંગ્લાદેશના વડાપ્રધાનો વર્ચુઅલ ઉપસ્થિત રહ્યા 
ભુતાનના વડાપ્રધાન લોટે શેરિંગ અને નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉવાએ જામનગરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના ઉદ્ઘાટનમાં પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લીધો હતો.બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ જામનગરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના ઉદ્ઘાટનમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે પરંપરાગત દવાનું આ વૈશ્વિક કેન્દ્ર પુરાવા આધારિત સંશોધન અને પરંપરાગત દવાઓના ધોરણો માટે વૈશ્વિક કેન્દ્ર બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા 2 દિવસથી ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે  એપ્રિલે બપોરે જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)ના શિલાન્યાસ દરમ્યાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર સાથે મુલાકાત કરી હતી. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડાયરેક્ટર  ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. GCTM એ વિશ્વભરમાં પરંપરાગત દવા માટેનું પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક ચોકી કેન્દ્ર હશે. તે વૈશ્વિક સ્તરે આરોગ્યના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તરીકે ઉભરી આવશે. 
Advertisement
Tags :
Advertisement

.