ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

પ્રશાંત કિશોરને લઈને સોનિયા ગાંધીના ઘરે બેઠક, પાર્ટીના ઘણા મોટા નેતાઓ પણ હાજર

ત્રણ દિવસમાં બીજી વખત કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને પાર્ટીના વરિષ્ઠ નેતાઓની મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. ખાસ વાત એ છે કે આ વખતે પીઢ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ આ બેઠકમાં હાજર છે. આ બેઠકમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર છે. અગાઉ શનિવારે બેઠક યોજાઈ હતી. શનિવારે દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધ
11:57 AM Apr 18, 2022 IST | Vipul Pandya
featuredImage featuredImage

ત્રણ દિવસમાં બીજી વખત કોંગ્રેસ
અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને પાર્ટીના વરિષ્ઠ નેતાઓની મહત્વપૂર્ણ બેઠક ચાલી
રહી છે. ખાસ વાત એ છે કે આ વખતે પીઢ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ આ બેઠકમાં
હાજર છે. આ બેઠકમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી
, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર છે. અગાઉ
શનિવારે બેઠક યોજાઈ હતી.
શનિવારે દિલ્હીમાં
પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને કોંગ્રેસ પાર્ટીની બેઠક લગભગ ચાર કલાક
ચાલી હતી. બેઠકમાં પ્રશાંત કિશોરે આગેવાનોને રજૂઆત કરી હતી. આ માહિતી કોંગ્રેસના
વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે આપી હતી. તેમણે કહ્યું હતું કે પ્રશાંત કિશોરે
2024માં થનારી ચૂંટણીને લઈને પાર્ટી
અધ્યક્ષ સોનિયા ગાંધી અને કેટલાક મોટા નેતાઓની સામે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
આ પ્રેઝન્ટેશનની સમીક્ષા માટે એક ટીમ બનાવવામાં આવશે
. જે થોડા સમય બાદ તેનો રિપોર્ટ આપશે અને ત્યાર બાદ આખરી નિર્ણય લેવામાં
આવશે.


રણનીતિકાર પ્રશાંત કિશોરને લઈને
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના ઘરે એક મોટી બેઠક ચાલી રહી છે. કહેવાય છે કે
બિહાર કોંગ્રેસના પ્રભારી ભક્ત ચરણ દાસ પણ આ મુદ્દે સોનિયા ગાંધીને મળ્યા હતા. આ
બેઠકમાં રણદીપ સુરજેવાલા
, મુકુલ વાસનિક અને પાર્ટીના અન્ય નેતાઓ
પણ હાજર છે. માનવામાં આવે છે કે પ્રશાંત કિશોર ભાજપ
, જેડીયુ બાદ કોંગ્રેસનો હાથ મિલાવી શકે છે. સોનિયા ગાંધીના નિવાસસ્થાન જનપથ ખાતે યોજાયેલી આ બેઠકમાં રાહુલ
ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા. બેઠકમાં પાર્ટીના નેતાઓએ પ્રશાંત
કિશોર સાથે લાંબી વાતચીત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ચૂંટણી દરમિયાન
રણનીતિકાર પીકેએ પાર્ટીને બીજેપી સાથે મુકાબલો કરવાની ફોર્મ્યુલા જણાવી છે
. જેના પર વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

Tags :
CongressGujaratFirstPrashantKishorSoniaGandhi