Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનના મેજરનું સરકલમ કરી ભારતમાતાની જયનો નારો લગાવ્યો

પોતાની જીવની પરવા કર્યાં વિના ભારત દેશના સીમાડા સાચવતા દેશના અનેક બહાદૂર જવનો છે જેઓ જરૂર પડે  જીવ લેતાં પણ  અચકાતા નથી. આવા જ એક બહાદુર જવાનની શૌર્યગાથા વિશે વાત કરીશું. ગુજરાત ફર્સ્ટ પર મળો મહાવીર ચક્ર મેળવનાર દિગેન્દ્ર કુમારને દેશનો બીજો સર્વોચ્ચ યુદ્ધ સમયનો શૌર્ય પુરસ્કાર મહાવીર ચક્ર છે. મહાવીર ચક્ર મરણોત્તર આપવામાં આવે છે પણ દિગેન્દ્ર કુમારને જીવત મહાવીર ચક્રથી નવાજવામાà
પાકિસ્તાનના મેજરનું સરકલમ કરી ભારતમાતાની જયનો નારો લગાવ્યો
પોતાની જીવની પરવા કર્યાં વિના ભારત દેશના સીમાડા સાચવતા દેશના અનેક બહાદૂર જવનો છે જેઓ જરૂર પડે  જીવ લેતાં પણ  અચકાતા નથી. આવા જ એક બહાદુર જવાનની શૌર્યગાથા વિશે વાત કરીશું. ગુજરાત ફર્સ્ટ પર મળો મહાવીર ચક્ર મેળવનાર દિગેન્દ્ર કુમારને દેશનો બીજો સર્વોચ્ચ યુદ્ધ સમયનો શૌર્ય પુરસ્કાર મહાવીર ચક્ર છે. મહાવીર ચક્ર મરણોત્તર આપવામાં આવે છે પણ દિગેન્દ્ર કુમારને જીવત મહાવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા. ગુજરાત ફર્સ્ટના સંવાદદાતા વિનોદ દેસાઈ સાથે તેમણે વાતચીત કરી હતી.
કોબ્રા નામ મળ્યું
શ્રીલંકામાં યુદ્ધ વખતે તેમના ગૃપના 36 કમાન્ડો ગયા હતા જ્યાં એલટીટીએ તેમના જનરલ સાહેબની ગાડી પર ગ્રેનેડ ફેંક્યો જે દિગેન્દ્ર કુમારે કેચ કરી એલટીટીની સામે ફેંક્યો તેમના આ સાહસથી પ્રભાવિત થઈને જનરલે તેમને કોબ્રાનું બિરૂદ આપ્યું હતું અને ત્યારથી તેઓ ભારતીય સેનામાં કોબ્રા તરીકે જ ઓળખાતા હતા.
1 ગોળીએ 144 ઉગ્રવાદીઓને કરાવ્યા સરન્ડર
શ્રીનગર હજરત બલ દરગાહમાં ઉગ્રવાદીઓ ઘુસ્યા હતા જેમનો સામનો કરવા તેમની બટાલિયને મોકલવામાં આવી હતી. તેમનું પોસ્ટિંગ જ્યાં હતું ત્યાંથી કોઈ ઉગ્રવાદી દેખાતો તેને ગોળી મારી દેવો તેવો તેમના ઉપરીનો આદેશ મળતા એક ઉગ્રવાદીને બરોબર કપાળ પર ગોળી મારી મોતને ઘાટ ઉતારતા બાકીના 144 ઉગ્રવાદીઓએ મોતને બદલે સરન્ડર કરવાનું સ્વિકાર્યું. આ ઓપરેશન 90 મીનીટ ચાલ્યું હતું.
કારગિલ યુદ્ધ દરમિયાન અદમ્ય સાહસ બદલ  મહાવીર ચક્ર
કારગીલ યુદ્ધના 15 દિવસો વિત્યા હતા પહાડીઓમાં ભારતીય સેનાએ 3 હુમલાઓ કર્યાં પરંતુ સેનાને કોઈ સફળતા મળી નહી તેથી તેમની બટાલિયનેને મોકલવામાં આવ્યા. યુદ્ધ દરમિયાન દિગેન્દ્ર કુમારનો પાકિસ્તાની મેજર અનવરખાન સાથે સામનો થયો અનવર ખાને તેમને લલકારતા તેમની વચ્ચે થયેલા ઘર્ષણમાં દિગેન્દ્ર કુમારને પણ ગોળીઓ વાગી જેના નિશાન આજે પણ તેમના શરીર ઉપર છે. દિગેન્દ્ર કુમારે પાકિસ્તાની મેજરનું માથું કાપી નાખી તેનો ખાત્મો કર્યો હતો અને ભારતમાતાની જયનો નારો લગાવ્યો હતો. મેજર અનવર ખાનના શરીરને સ્ટેન્ડ બવાની તિરંગો લહેરાવ્યો હતો. તેમણે તોલોલિંગ પહાડી પર પાકિસ્તાની સેનાના બંકર ધ્વસ્ત કરી તિરંગો લહેરાવનાર દિગેન્દ્ર કુમાર હતા. તેમણે 48 પાકિસ્તાની સૈનિકોને એકલાં હાથે માર્યાં હતા અને તત્કાલિન વડાપ્રધાન વાજપાઇજીએ તેમની પ્રશંસા કરી હતી.
ગુજરાત ફર્સ્ટ સાથે દિગેન્દ્ર કુમાર કરેલી વાતચીત, જુઓ
Advertisement
Tags :
Advertisement

.