ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તોફાન

મીરાં હજુ આવી નહિ, વિચારતાં સુમિબેનનાં ફોનમાં મેસેજ ઝબક્યો, ‘વિલ કમ લેટ’પતિના નિધન પછી પહેલીવાર જ દીકરીનાં ઘરે આવેલા સુમિબેન અને વિધુર સસરા બંને ઘરે એકલા હતા. 'ચા મૂકું.' મૂંઝવાતા સુમિબેન ઊઠ્યા. બહાર વરસાદ હતો. ચા ઉકળી રહી હતી.. 'પચાસ વર્ષે પણ ચુસ્ત છે..''ચા…'ચાની વરાળમાં  વિચારો ઘૂમળાઈ રહ્યા. 'આ ઉંમરે ગજબ ઠસ્સો!..'કોઈ મોટું તોફાન આવવાના એંધાણ આપતા ગાંડા પવનમાં અથડાતું બારણું ઊઠીને કોણ બ
04:06 AM Jul 02, 2022 IST | Vipul Pandya
મીરાં હજુ આવી નહિ, વિચારતાં સુમિબેનનાં ફોનમાં મેસેજ ઝબક્યો, ‘વિલ કમ લેટ’
પતિના નિધન પછી પહેલીવાર જ દીકરીનાં ઘરે આવેલા સુમિબેન અને વિધુર સસરા બંને ઘરે એકલા હતા. 
"ચા મૂકું." મૂંઝવાતા સુમિબેન ઊઠ્યા. બહાર વરસાદ હતો. ચા ઉકળી રહી હતી.. 'પચાસ વર્ષે પણ ચુસ્ત છે..'
"ચા…"
ચાની વરાળમાં  વિચારો ઘૂમળાઈ રહ્યા. 'આ ઉંમરે ગજબ ઠસ્સો!..'
કોઈ મોટું તોફાન આવવાના એંધાણ આપતા ગાંડા પવનમાં અથડાતું બારણું ઊઠીને કોણ બંધ કરશે એ જોતાં બેઉ એમ જ બેસી રહ્યાં…
Tags :
GujaratFirstMicrofictionShortStories
Next Article