તોફાન
મીરાં હજુ આવી નહિ, વિચારતાં સુમિબેનનાં ફોનમાં મેસેજ ઝબક્યો, ‘વિલ કમ લેટ’પતિના નિધન પછી પહેલીવાર જ દીકરીનાં ઘરે આવેલા સુમિબેન અને વિધુર સસરા બંને ઘરે એકલા હતા. 'ચા મૂકું.' મૂંઝવાતા સુમિબેન ઊઠ્યા. બહાર વરસાદ હતો. ચા ઉકળી રહી હતી.. 'પચાસ વર્ષે પણ ચુસ્ત છે..''ચા…'ચાની વરાળમાં વિચારો ઘૂમળાઈ રહ્યા. 'આ ઉંમરે ગજબ ઠસ્સો!..'કોઈ મોટું તોફાન આવવાના એંધાણ આપતા ગાંડા પવનમાં અથડાતું બારણું ઊઠીને કોણ બ
મીરાં હજુ આવી નહિ, વિચારતાં સુમિબેનનાં ફોનમાં મેસેજ ઝબક્યો, ‘વિલ કમ લેટ’
પતિના નિધન પછી પહેલીવાર જ દીકરીનાં ઘરે આવેલા સુમિબેન અને વિધુર સસરા બંને ઘરે એકલા હતા.
"ચા મૂકું." મૂંઝવાતા સુમિબેન ઊઠ્યા. બહાર વરસાદ હતો. ચા ઉકળી રહી હતી.. 'પચાસ વર્ષે પણ ચુસ્ત છે..'
"ચા…"
ચાની વરાળમાં વિચારો ઘૂમળાઈ રહ્યા. 'આ ઉંમરે ગજબ ઠસ્સો!..'
કોઈ મોટું તોફાન આવવાના એંધાણ આપતા ગાંડા પવનમાં અથડાતું બારણું ઊઠીને કોણ બંધ કરશે એ જોતાં બેઉ એમ જ બેસી રહ્યાં…
Advertisement