Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મેડીટેશન લાઈફ સ્ટાઈલ બદલી નાખે છે, નડીયાદની આ છોકરી બની ઉત્તમ ઉદાહરણ

લોકડાઉનમાં મેડીટેશનથી લાઈફ બદલી આજે 3 વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરતી નડીયાદની યુવતી,'પ્રણામા ગર્ભ પિંડાસના' સતત 28 મિનિટ 55 સેકંડ ટકાવી રાખી ત્રીજી વાર વિશ્વ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. મેડીટેશન લાઈફ સ્ટાઈલ બદલી નાખે છે. તેનો ઉત્તમ દાખલો નડીયાદમાંથી જોવા મળ્યો છે. લોકડાઉનમાં મેડીટેશનથી લાઈફ બદલી આજે 3 જેટલા વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ખેડા જિલ્લાના નડીયાદમાં યુવતીએ વિશ્વ
05:38 AM Feb 26, 2023 IST | Vipul Pandya
લોકડાઉનમાં મેડીટેશનથી લાઈફ બદલી આજે 3 વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરતી નડીયાદની યુવતી,'પ્રણામા ગર્ભ પિંડાસના' સતત 28 મિનિટ 55 સેકંડ ટકાવી રાખી ત્રીજી વાર વિશ્વ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. મેડીટેશન લાઈફ સ્ટાઈલ બદલી નાખે છે. તેનો ઉત્તમ દાખલો નડીયાદમાંથી જોવા મળ્યો છે. 
લોકડાઉનમાં મેડીટેશનથી લાઈફ બદલી આજે 3 જેટલા વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ખેડા જિલ્લાના નડીયાદમાં યુવતીએ વિશ્વ રેકોર્ડમાં સતત ત્રીજી વાર સ્થાન નોંધાવ્યું છે. નડીયાદની 26 વર્ષિય યુવતી ટવીન્કલ આચાર્યએ 'પ્રણામા ગર્ભ પિંડાસના' આસનમા સતત 28 મિનિટ 55 સેકંડ ટકાવી રાખી ત્રીજી વાર વિશ્વ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ અગાઉ પણ તેણીએ કઠીન આસનો કરી વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
સૌથી કઠિન ગણાતું આસન 28 મીનીટથી ઉપરાંત ટકાવ્યુ 
નડીયાદ શહેરના કપડવંજ રોડ પર આવેલ A-3 નિર્મલનગરમા રહેતી રામાનંદી વૈષ્ણવ સમાજની દિકરી ટવીન્કલ હિતેશભાઈ આચાર્ય યોગ સાથે જોડાયેલી છે. લગભગ 2-3 વર્ષથી તેણીની સતત યોગની પ્રવૃત્તિ કરી રહી છે. માતા અને પિતા ટ્યુશન ક્લાસ ચલાવે છે. ટવીન્કલ એ સતત ત્રીજી વખત વિશ્વ રેકોર્ડમાં સ્થાન હાંસલ કર્યું છે. તેણીએ ગત પહેલી જાન્યુઆરીના રોજ નડીયાદ સંતરામ મંદિર ખાતે ગાદીપતિ રામદાસજી મહારાજના સાંનિધ્યમાં આસનોમાં સૌથી કઠિન ગણાતું આસન 'પ્રણામા ગર્ભ પિંડાસના' કર્યું હતું. તેણીએ આ આસન સતત 28 મિનિટ 55 સેકંડ ટકાવી રાખી ત્રીજી વાર વિશ્વ રેકૉર્ડમા સ્થાન પ્રાપ્ત કર્યું છે.
સતત 3 વખત વિશ્વ રેકોર્ડ પોતાના નામે આ યુવતીએ કર્યા
અગાઉ ટવીન્કલએ 27 માર્ચ 2022ના રોજ સંતરામ મંદિરમાં 
'પિંડાસનયુક્ત્તા સર્વાંગઆસન' સતત 11 મિનિટ સુધી કરી ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તો વળી 21 જૂન 2022ના રોજ 'મરિચ્યાસના' માં સતત 9 મિનિટ 15 સેકંડ સુધી આસન ટકાવી રાખી બીજી વખત વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો અને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. આમ સતત 3 વખત વિશ્વ રેકોર્ડ પોતાના નામે આ યુવતીએ કર્યા છે.
કોરોના સમયમાં આવા કઠીન આસનો શિખ્યા : ટ્વિંકલ 
ટવીન્કલ સાથે વાતચીત કરતાં તેણીએ જણાવ્યું હતું કે, કોરોના સમયમાં આવા કઠીન આસનો શિખ્યા છે. તેણીએ વર્ષ 2019-20મા શહેરના ડાકોર રોડ આવેલ મુદીતાવંદનાનંદના આશ્રમ ખાતેથી માર્ગદર્શન મેળવ્યું હતું અને પછી જાતે જ આસનની પ્રેક્ટિસ ઘરે કરતી હતી. અને જેના કારણે આજે 3 વિશ્વ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યા છે. વધુમાં તેણીએ જણાવ્યું કે, મેડીટેશનથી મને ઘણો ફાયદો થયો છે જીવનમાં જ્યારે પણ ખરાબ સમય આવે છે અને આ અવસ્થામાં મન વિચલિત થઈ જાય છે. ત્યારે નિયમિત રૂપે તમે મેડીટેશન કરતા હો તો તમને દરેક દિશા દેખાઈ જાય છે. મેં લોકડાઉનમાં સતત 21 દિવસ નિયમિત રૂપે મેડીટેશન અને યોગ અભ્યાસની શરૂઆત કરી અને ત્યારથી જ મારી લાઇફ બદલાઈ ચૂકી છે. અને આજે મેં ત્રીજી વખત વિશ્વ રેકોર્ડ હાંસલ કર્યો છે. વડાપ્રધાન પણ યોગને મહત્વ આપે છે અને તેઓ પોતાના પ્રવચનમાં અવારનવાર આ સંદર્ભે સમજણ આપે છે. આ ઉપરાંત બાબા સ્વામી રામદેવના યોગઆસન જોતી હતી જેના કારણે મને ઘણો ફાયદો થયો છે.
આ પણ વાંચો - પંજાબમાં ખાલિસ્તાન ચળવળને બાજુએ મુકી CM ભગવત માન ભાવનગરમાં, આ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
3WorldRecordsAcharyaTwinkleHiteshbhaiChangeLifeStyleGujaratFirstLifeStyleMeditationNadiadNewsPranamaGarbhaPindasanaWorldRecordsofExcellence
Next Article