Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતમાં સર્વત્ર મેઘમહેર, જાણો રાજ્યમાં ક્યાં વરસ્યો મેઘો

આજે ગુજરાતમાં અલગ અલગ જીલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. અમરેલી, સુરત, પંતમહાલ, ભાવનગરમાં ચોમાસું બેઠું છે કાલાવડ તાલુકા મથકે એક ઇંચ (22 મીમી) વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હવે વરસાદની એન્ટ્રી થઇ ચૂકી છે. કારણ કે ગઇકાલે મુંબઇમાં પણ વરસાદ પડ્યો હતો. ત્યારે એવું કહેવાય છે કે મુંબઇમાં વરસાદ આવે એટલે ગુજરાતમાં વરસાદ આવતા વાર ના લાગે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં વરસાદ સારો થયો છે. ગુજરàª
01:59 PM Jun 12, 2022 IST | Vipul Pandya
આજે ગુજરાતમાં અલગ અલગ જીલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. અમરેલી, સુરત, પંતમહાલ, ભાવનગરમાં ચોમાસું બેઠું છે કાલાવડ તાલુકા મથકે એક ઇંચ (22 મીમી) વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હવે વરસાદની એન્ટ્રી થઇ ચૂકી છે. કારણ કે ગઇકાલે મુંબઇમાં પણ વરસાદ પડ્યો હતો. ત્યારે એવું કહેવાય છે કે મુંબઇમાં વરસાદ આવે એટલે ગુજરાતમાં વરસાદ આવતા વાર ના લાગે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં વરસાદ સારો થયો છે. 
ગુજરાતમાં  સર્વત્ર મેધમહેર 
દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં મેઘમહેર જોવાં મળી છે. છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, તાપી, વલસાડ અને ડાંગમાં વરસાદ વરસ્યો હતો, સાથે જ ડાંગના સુબિર તાલુકામાં સવા બે ઈંચ વરસાદ પડ્યો, આહવા તાલુકામાં 16મી.મી વરસાદ પડ્યો જ્યારે ધરમપુર અને કપરાડામાં પણ વરસાદ વરસ્યો હતો. કાલાવડ તાલુકા મથકે એક ઇંચ (22 મીમી) વરસાદ નોંધાયો હતો. એ સિવાય મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદની એન્ટ્રી થઇ ચૂકી છે. દાહોદ જીલ્લામા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. આજે  દાહોદમાં, 25 mm, ઝાલોદમાં, 30 mm, ફતેપુરામાં 12 mm, સીંગવડમાં 7 mm, દેવગઢ બારિયામાં 5 mm, ગરબાડામાં 5 mm વરસાદ સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન વરસ્યો છે. બનાસકાંઠાના સુઇગામના ડાભી અને સોનેથ ગામ આસપાસના વિસ્તારમાં વરસાદનું આગમન થયું હતું. તલોદના જશનપુર,મોટાચેખલા,આંત્રોલી, તાજપુર, ગંભીર પુરા, હરસોલ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જામનગર જિલ્લાના કાલાવડ, લાલપુર અને જામજોધપુર પંથકમાં વરસાદ પડતાં લોકોમાં ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થાય તેવી પ્રાથના કરી રહ્યાં છે.  બીજી તરફ રાજ્યના કૃષિ મંત્રીએ આજે પ્રથમ વરસાદનો આનંદ ઉઠાવ્યો હતો. કૃષિ મંત્રી રાઘવજી પટેલ પ્રથમ વરસાદ માણવાં નીકળ્યાં હતાં. સાથે જ કૃષિ મંત્રીએ પ્રથમ વરસાદના ઓવારણાં લઈ સ્વાગત કર્યું હતું. 
 
અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો 
રેકોર્ડ બ્રેક ગરમીથી છેલ્લાં કેટલાંય દિવસથી રાજ્યમાં અસહ્ય ઉકળાટ હતો અને આજે  વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. આજે અમદાવાદના વાતાવરણમાં પણ વહેલી સવારથી જ પલટો જોવા મળ્યો હતો. શહેરના કેટલાંક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. શહેરના SG હાઇવે, રાણીપ, વસ્ત્રાપુર સહિત પૂર્વ વિસ્તાર જેવાં કે નિકોલ, બાપુનગર સહિતના વિસ્તારોમાં અમીછાંટણા થયા હતાં. કાલાવડ તાલુકા મથકે એક ઇંચ (22 મીમી) વરસાદ નોંધાયો હતો. 
વાવણી લાયક વરસાદથી હરખની હેલી
આવતી કાલે પણ બપોર બાદ વરસાદની છે આગાહી  મેઘાની એન્ટ્રી વચ્ચે હવામાન વિભાગે આગાહી કરાઇ છે. સુરત વલસાડ અન્ય તાલુકાના ગ્રામ્ય પંથકમાં વાવણી લાયક વરસાદની હેલી જોવાં મળી હતી સાથે જ હવામાન વિભાગે આવતી કાલે પણ બપોર બાદ વરસાદની છે આગાહી આ પહેલાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરાઇ હતી. સાથે જ  માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. 14 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગ દ્વારા સૂચના અપાઇ છે. દરિયામાં 50 કિ.મી પ્રતિ કલાકે પવન ફુંકાવવાની શક્યતા સેવાઇ રહી છે. દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ એન્ટ્રી કરી હતી. 
Tags :
GujaratFirstMonsoon2022RainRAINFORECASTMONSOONRAININGUJARATseason
Next Article