Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં સર્વત્ર મેઘમહેર, ગુજરાતમાં 139થી વધુ જીલ્લાઓમાં વરસાદ

હવામાન વિભાગની આગાહીના પગલે આજે ગુજરાતમાં 139થી વધુ જીલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આજે સૂત્રાપાડામાં સૌથી વધુ 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સુરતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાંબેલાધાર વરસાદ વરસવાનું યથાવત્ રહ્યું છે. ગત રોજ સવારે 6થી આજના 10 વાગ્યા સુધીમાં ઉધનામાં 8 અને વરાછામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે. સુરત શહેર સાથે જિલ્લામાં પણ ભારે àª
ગુજરાતમાં સર્વત્ર મેઘમહેર  ગુજરાતમાં 139થી વધુ જીલ્લાઓમાં વરસાદ
હવામાન વિભાગની આગાહીના પગલે આજે ગુજરાતમાં 139થી વધુ જીલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આજે સૂત્રાપાડામાં સૌથી વધુ 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. 
સુરતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાંબેલાધાર વરસાદ વરસવાનું યથાવત્ રહ્યું છે. ગત રોજ સવારે 6થી આજના 10 વાગ્યા સુધીમાં ઉધનામાં 8 અને વરાછામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે. સુરત શહેર સાથે જિલ્લામાં પણ ભારે વરસાદને પગલે સુરત સિટીમાંથી પસાર થતી પાંચેય ખાડી અને કોઝવે ઓવફ્લો થવાના આરે છે. હજુ વધુ વરસાદ પડે તો ખાડી અને કોઝવે ભયજનક સપાટી વટાવી શકે છે, જેને પગલે પાલિકાતંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. 
ગુજરાત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અહીં વરસાદી માહોલ જામ્યો છે. જેને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદને પગલે દુકાનોમાં પાણી ભરાઇ ગયા હતા. ગાર્મેન્ટની દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓ પોતાનો કાપડનો માલ બચાવવા મથામણ કરી રહ્યા હતા.અત્યાર સુધીમાં  સૌરાષ્ટ્ર 128 mm ની સામે 124 mm વરસાદ થઈ ગયો.  ગુજરાત રિજયન 195 mm માં 154 mm જેટલો વરસ્યો છે. 
રાજ્યમાં 5 દિવસ સાર્વત્રિક વરસાદ દેખાઇ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા તેની આગાહી કરવામાં આવી છે હજુ આવતી કાલે પણ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 7 જુલાઈએ વલસાડ, નવસારી, સૌરાષ્ટ્ર કચ્છ, દ્વારકા પોરબંદર મોરબી અતિભારે વરસાદની આગાહી કરાઇ હતી. આજે એટલે કે   8 તારીખે જામનગર પોરબંદર ગીર સોમનાથ સહિત  ભારે વરસાદ જોવાં મળ્યો છે. સાથે જ જામનગરના દરિયામાં પાંચ દિવસ માટે ફિશરમેન વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.સાથે જ  અમદાવાદ માં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર, 10 ગામ સંપર્ક વિહોણા બન્યા
સૌરાષ્ટ્રમાં ડેડિયાપાડા તાલુકામાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગારદા તથા મોટા જાંબુડા કિનારેથી પસાર થથી મોહન નદીમાં એવું પુર આવ્યું હતુ કે 10 જેટલા ગામો સંપર્ક વિહોણા થઇ ચુક્યાં છે. આ જેના કારણે હાલ તંત્ર પણ દોડતું થયું છે અને સ્થાનિક લોકોનો સંપર્ક કરવાનો પ્રયાસ ચલાવાઇ રહ્યો છે. અનેક ચેકડેમો પણ નદીમાં ગુમ થઇ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. દેડિયાપાડાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ગારદા, ખામ, ભુતબેડા, મોટા જાંબુડા, મંડાળા સહિતના અનેક ગામડાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. 
મોહન નદી હાલ બેકાંઠે વહી રહી છે. જળસ્તરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. જળસ્તરમાં પણ ધીરે ધીરે સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે તંત્રને ભરચોમાસે પણ પરસેવો વળી રહ્યો છે. આ ઉપરાંત ઉપરવાસમાં ખાબકી રહેલા ભારે વરસાદના પગલે મોહન નદીનો ચેકડેમ પણ છલકાયો હતો. કોઝવે પર પણ 3 ફુટ જેટલું પાણી વહી રહ્યું હોવાના કારણે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. જેના કારણે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બનતા હવે તંત્ર પણ દોડતું થયું છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા ડ્રોન દ્વારા તારાજીના દર્શ્યો જોવાં મળી રહ્યાં છે. 
અત્રે ઉલ્લેખનીચ છે કે, અંકલેશ્વર અને સુરત સાથે જોડતો આ એકમાત્ર રસ્તો છે. ચોમાસુ આવતા દર વર્ષે લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે. આ બ્રિજ સાથે ગારદા, મોટા જાંબુડા, ભુતબેડા, તાબદા, મંડાળા, ખાબજી સહિતના અનેક ગામડાઓ જોડાયેલા છે. 
જે હાલ ભારે વરસાદના પગલે સંપર્ક વિહોણા બન્યા છે. જેના કારણે સામાન્ય વ્યવહાર ઉપરાંત વિદ્યાર્થીઓ સહિતના અનેક લોકો કોઝવેની મદદથી જ સુરત અને અંકલેશ્વર સાથે જોડાયેલા હતા.હાલમાં ઘણાં વિસ્તારો સંપર્ક વિહોણા બન્યાં છે. 
 
Advertisement
Tags :
Advertisement

.