Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટમાં મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથનો રોડ શો

મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર સોમવારે ભારત પ્રવાસે આવ્યા છે.  મોરેશિયસના વડા પ્રધાન તેમની પત્ની કોબિતા જુગનાથ અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે 17 થી 24 એપ્રિલ દરમિયાન આઠ દિવસની ભારતની મુલાકાતે છે. તેમની મુલાકાતનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના વાઇબ્રન્ટ સંબંધોને વધુ મજબૂત કરવાનો છે. સોમવારે બપોર બાદ તેઓ રાજકોટ આવી પહોંચ્યા હતા, જયાં àª
રાજકોટમાં મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથનો રોડ શો

મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર સોમવારે ભારત પ્રવાસે આવ્યા છે.  મોરેશિયસના વડા પ્રધાન તેમની પત્ની કોબિતા જુગનાથ અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે 17 થી 24 એપ્રિલ દરમિયાન આઠ દિવસની ભારતની મુલાકાતે છે. તેમની મુલાકાતનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના વાઇબ્રન્ટ સંબંધોને વધુ મજબૂત કરવાનો છે. સોમવારે બપોર બાદ તેઓ રાજકોટ આવી પહોંચ્યા હતા, જયાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. 

Advertisement


મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ બપોરે સાડા ચાર વાગે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જયાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યારબાદ રેસકોર્સ રીંગ રોડ પરથી તેમના ભવ્ય રોડ શોનો પ્રારંભ થયો હતો. 2 કિમી લાંબા ભવ્ય રોડ શોમાં ઠેર ઠેર 25 ટેબ્લો ઉભા કરાયા હતા. ટેબ્લો પરથી સતત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. મોરેશિયસના પીએમનું ઢોલ ત્રાંસા અને શરણાઇના સુરથી સ્વાગત કરાયું હતું. રસ્તામાં ઠેર ઠેર રાજકોટવાસીઓએ પણ તેમનું અભિવાદન કર્યું હતું અને લોકોની ભારે ભીડ જોવા મળી હતી. 

સોમવારે રાત્રી રોકાણ તેઓ રાજકોટમાં જ કરશે અને રાત્રે પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ  મંગળવારે જામનગરની મુલાકાતે જશે જયાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે  WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરના શિલાન્યાસમાં પણ હાજર રહેશે
Tags :
Advertisement

.