Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેવબંદમાં જમિયત ઉલેમા-એ-હિંદની વિશાળ સભા, જાણો મદનીએ શું કહ્યું સભામાં?

દેશભરમાં ચાલી રહેલા મંદિર મસ્જિદ વિવાદ વચ્ચે આજે ઉત્તર પ્રદેશના દેવબંદમાં જમિયત ઉલેમા-એ-હિંદની વિશાળ બેઠક યોજાઈ હતી. ખાસ કરીને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ વચ્ચે આજે સેંકડો ઇસ્લામિક વિદ્વાનોએ આ બેઠકમાં ભાગ લીધો હતો. જમીયતના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ સભામાં લોકોને સંબોધિત કર્યા. આ દરમિયાન તે ભાવુક પણ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે મુસ્લિમો માટે ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે. અમને અમારા જ
10:34 AM May 28, 2022 IST | Vipul Pandya
દેશભરમાં ચાલી રહેલા મંદિર મસ્જિદ વિવાદ વચ્ચે આજે ઉત્તર પ્રદેશના દેવબંદમાં જમિયત ઉલેમા-એ-હિંદની વિશાળ બેઠક યોજાઈ હતી. ખાસ કરીને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ વચ્ચે આજે સેંકડો ઇસ્લામિક વિદ્વાનોએ આ બેઠકમાં ભાગ લીધો હતો. જમીયતના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ સભામાં લોકોને સંબોધિત કર્યા. આ દરમિયાન તે ભાવુક પણ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે મુસ્લિમો માટે ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે. અમને અમારા જ દેશમાં પારકા બનાવી દેવામાં આવ્યા છે.
જમીયત ઉલેમા-એ-હિંદે ઉત્તર પ્રદેશના દેવબંદમાં બે દિવસીય સભાનું આયોજન કર્યું હતું, જેમાં વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જમીયત-એ-ઉલેમાની આ કોન્ફરન્સના પહેલા દિવસે ઈસ્લામોફોબિયા સામે એકત્ર થવા પર સહમતિ સધાઈ હતી અને મુસ્લિમ ધર્મગુરુઓએ સરકારને ઘેરી હતી. મુસ્લિમ ધર્મગુરુઓના સંમેલનમાં દેશભરમાં સકારાત્મક સંદેશ આપવા માટે ધર્મસંસદની માફક 1000 સ્થળોએ સદભાવના સંસદનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો હતો.
પોતાના દેશમાં જ પારકા
જમીયત ઉલેમા-એ-હિંદના વડા મહમૂદ અસદ મદનીએ કહ્યું કે અમે પીડા સહન કરીશું પરંતુ દેશનું નામ ખરાબ નહીં થવા દઇએ. તેમણે કહ્યું કે જો જમીયત ઉલેમા શાંતિને પ્રોત્સાહન આપવા અને પીડા, નફરતને સહન કરવાનો નિર્ણય લે છે તો તે આપણી નબળાઈ નથી, આપણી તાકાત છે. કોન્ફરન્સમાં પોતાના ભાષણમાં મદનીએ કહ્યું કે અમને અમારા જ દેશમાં પારકા બનાવી દેવામાં આવ્યા છે. પોતાના ભાષણમાં તેમણે અખંડ ભારતની વાત પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે તમે કયા અખંડ ભારતની વાત કરો છો? મુસ્લિમો માટે આજે ચાલવું મુશ્કેલ બની ગયું છે અને તે તેમની ધીરજની પરીક્ષા છે.
ઇસ્લામોફોબિયા સંબંધિત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો
કોન્ફરન્સમાં ઈસ્લામોફોબિયાને લઈને એક ઠરાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો અને આ ઠરાવમાં ઈસ્લામોફોબિયાની વધતી જતી ઘટનાઓ અને મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેરણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે 'ઇસ્લામોફોબિયા' એ માત્ર ધર્મના નામે દુશ્મનાવટ નથી, પરંતુ ઇસ્લામ વિરુદ્ધ ભય અને નફરતને દિલ અને દિમાગ પર હાવી કરવાનું એક અભિયાન છે. ઠરાવમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ માનવ અધિકાર અને લોકતાંત્રિક મૂલ્યોની વિરુદ્ધનો પ્રયાસ છે.
આડકતરી રીતે સરકાર પર નિશાન સાધ્યું
જમિયત તરફથી એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે દેશ પહેલા આટલો ક્યારેય પ્રભાવિત નથી થયો જેટલો અત્યારે થઇ રહ્યો છે. આજે દેશની સત્તા એવા લોકોના હાથમાં આવી ગઈ છે જેઓ સદીઓ જુની ભાઇચારાની ઓળખને ભૂંસી નાંખવા માંગે છે. કોન્ફરન્સમાં નામ લીધા વિના સત્તાધારી ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા જમિયતે કહ્યું છે કે અમારી સહિયારી વિરાસત અને સામાજિક મૂલ્યોનું તેમના માટે કોઈ મહત્વ નથી.
ઇસ્લામોફોબિયા નિવારણ દિવસ ઉજવાશે
આજે જમીયત-એ-ઉલેમા હિંદના સંમેલનમાં ધાર્મિક નેતાઓએ એમ પણ કહ્યું હતું કે માનવીય ગરિમાનું સ્પષ્ટપણે સન્માન કરવું જોઈએ. તમામ ધર્મો અને જાતિઓના પરસ્પર સૌહાર્દ, સહિષ્ણુતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનો સંદેશ આપવા ઈસ્લામોફોબિયા નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રાયોજિત ઇસ્લામોફોબિયા નિવારણ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 14 માર્ચે ઉજવવો જોઈએ. ધાર્મિક આધાર પર તમામ પ્રકારના જાતિવાદ અને ભેદભાવને નાબૂદ કરવા માટે એક સામાન્ય સંકલ્પ લેવો જોઈએ.
Tags :
DeobandGujaratFirstGyanvapiMasjidRowIslamophobiaJamiatUlama-e-HindMaulanaMahmoodMadaniUttarPradesh
Next Article