Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ: 4 લોકોના મોત, 10થી વધુ ઘાયલ

મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના બામોર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જેતપુરા ગામમાં બે માળની ઇમારતમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આજે આગ લાગતા ત્રણ લોકોના મોત થયા છે, જો કે કાટમાળ નીચે અડધો ડઝન લોકો દટાયા છે.મધ્યપ્રદેશના મુરેનામાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થતાં 4 લોકોના અપમૃત્યુ થયાં છે.મધ્યપ્રદેશના મુરેનામાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટમધ્યપ્રદેà
08:47 AM Oct 20, 2022 IST | Vipul Pandya
મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના બામોર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જેતપુરા ગામમાં બે માળની ઇમારતમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આજે આગ લાગતા ત્રણ લોકોના મોત થયા છે, જો કે કાટમાળ નીચે અડધો ડઝન લોકો દટાયા છે.
મધ્યપ્રદેશના મુરેનામાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થતાં 4 લોકોના અપમૃત્યુ થયાં છે.

મધ્યપ્રદેશના મુરેનામાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ
મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના બામોર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જેતપુરા ગામમાં બે માળની ઇમારતમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ચાર લોકોના મોત થયા છે. જેમાં એક મહિલા, એક બાળક અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. અકસ્માતમાં કાટમાળ નીચે અડધો ડઝન લોકો ફસાયા હોવાની આશંકા છે. માહિતી મળતા જ પ્રશાસન અને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કાટમાળ હટાવવાનું કામ શરૂ કરી દીધું છે.
ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર
મળતી માહિતી મુજબ બામોર પોલીસ સ્ટેશન વિસ્તારના જેતપુરા ગામમાં બે માળના મકાનમાં આ ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી. અચાનક થયેલા વિસ્ફોટને કારણે આખું ઘર લપેટમાં આવી ગયું હતું, જેમાં ચાર લોકોના મોત થયા છે અને અડધા ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેઓ હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. કાટમાળમાંથી બચાવી લેવામાં આવેલા ચાર લોકોને ગંભીર હાલતમાં ગ્વાલિયર રિફર કરવામાં આવ્યા છે.

વહીવટી તંત્ર રાહત કાર્યમાં વ્યસ્ત
ઘટનાની જાણકારી મળતા જ વહીવટીતંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રાહત કાર્ય શરૂ કર્યું. સ્થળ પર જેસીબી દ્વારા કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. આ કાટમાળમાં અડધો ડઝન લોકો અને કેટલાક બાળકો પણ ફસાયા હોવાની આશંકા છે. આ પ્રસંગે એસપી આશુતોષ બાગરી અને એસડીઓપી અને ટીઆઈ વીરેન્દ્ર કુશવાહા પણ હાજર છે.
Tags :
GujaratFirst
Next Article