Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મારુતિની સેડાન કાર Ciaz નવા અવતારમાં પહેલા કરતા વધુ સુરક્ષિત, જાણો તેની કિંમત

દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીએ પોતાની મિડ-સાઇઝ સેડાન કાર Ciazને નવા અવતારમાં રજૂ કરી છે. આ સમાચારમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે કંપની દ્વારા નવા Ciazમાં શું ફેરફાર કરવામાં આવ્યા છે અને હવે નવી Ciaz ખરીદવાની કિંમત શું હશે.Ciaz નવા અવતારમાંમારુતિની મિડ-સાઇઝ સિડાન કાર Ciazને નવા અવતારમાં રજૂ કરવામાં આવી છે. કંપનીએ નવા Ciazમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જે પછી તે ખરીદવા માટે વધુ આકરà«
મારુતિની સેડાન કાર ciaz નવા અવતારમાં પહેલા કરતા વધુ સુરક્ષિત  જાણો તેની કિંમત
દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીએ પોતાની મિડ-સાઇઝ સેડાન કાર Ciazને નવા અવતારમાં રજૂ કરી છે. આ સમાચારમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે કંપની દ્વારા નવા Ciazમાં શું ફેરફાર કરવામાં આવ્યા છે અને હવે નવી Ciaz ખરીદવાની કિંમત શું હશે.
Ciaz નવા અવતારમાંમારુતિની મિડ-સાઇઝ સિડાન કાર Ciazને નવા અવતારમાં રજૂ કરવામાં આવી છે. કંપનીએ નવા Ciazમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જે પછી તે ખરીદવા માટે વધુ આકર્ષક બની છે.
શું કર્યા ફેરફારો?કંપનીએ Ciazમાં ઘણા ખાસ સેફ્ટી ફીચર્સ ઉમેર્યા છે. મારુતિ તરફથી મળેલી માહિતી અનુસાર, તેમાં 20 થી વધુ સેફ્ટી ફીચર્સ ઉપલબ્ધ છે. તેમાં ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, હિલ હોલ્ડ આસિસ્ટનો સ્ટાન્ડર્ડ તરીકે સમાવેશ થાય છે, જ્યારે ડ્યુઅલ એરબેગ્સ, રિયર પાર્કિંગ સેન્સર અને ISOFIX ચાઈલ્ડ સીટ એન્કરેજ જેવી સુરક્ષા સુવિધાઓ પણ Ciazમાં ઉપલબ્ધ છે.
ડ્યુઅલ ટોન વિકલ્પCiazના નવા અવતારમાં કંપનીએ તેમાં ડ્યુઅલ ટોન કલર્સનો વિકલ્પ પણ આપ્યો છે. સાત કલર વિકલ્પો ઉપરાંત, કારને ત્રણ નવા ડ્યુઅલ ટોન કલર વિકલ્પોમાં પણ ઓફર કરવામાં આવી રહી છે. નવા રંગ વિકલ્પોમાં બ્લેક રૂફ સાથે પર્લ મેટાલિક ઓપ્યુલન્ટ રેડ, બ્લેક રૂફ સાથે પર્લ મેટાલિક ગ્રાન્ડોઇર ગ્રે અને બ્લેક રૂફ સાથે ડિગ્નિટી બ્રાઉનનો સમાવેશ થાય છે.
કંપનીના અધિકારીઓએ આ માહિતી આપી હતીશશાંક શ્રીવાસ્તવ, સીઇઓ, માર્કેટિંગ અને સેલ્સ, મારુતિએ જણાવ્યું હતું કે, “અમે નવી Ciaz રજૂ કરવા માટે રોમાંચિત છીએ, જે ત્રણ નવા ડ્યુઅલ-ટોન કલર વિકલ્પો અને ઉન્નત સુરક્ષા સુવિધાઓ સાથે આવે છે. Ciaz અમારા ગ્રાહકોની મનપસંદ કાર રહી છે અને તેણે બજારમાં આઠ વર્ષ પૂરા કરીને અદભૂત સફળતા મેળવી છે. તેના નવા અવતાર સાથે, અમારું લક્ષ્ય પ્રીમિયમ મિડ-સાઇઝ સેડાન સેગમેન્ટમાં અમારી સ્થિતિને વધુ મજબૂત બનાવવાનું છે.
કેટલી થઈ વેચાણ?સિઆઝને તેની શરૂઆતથી જ સારો પ્રતિસાદ મળ્યો છે. સિયાઝને મોટાભાગના સરકારી અધિકારીઓ સાથે પણ જોઈ શકાય છે. કંપનીએ તેની શરૂઆતથી અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ યુનિટની ડિલિવરી કરી છે. પરંતુ તાજેતરમાં આ સેડાન કારને પસંદ કરનારા લોકોની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે. સિયામ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી 2023માં કંપનીએ Ciazના કુલ એક હજાર યુનિટ વેચ્યા છે.
કિંમત શું છે?Ciaz એ કંપનીની પ્રીમિયમ પ્રોડક્ટ છે અને નેક્સા ડીલરશિપ દ્વારા વેચવામાં આવે છે. ડ્યુઅલ ટોન સાથે Ciaz Alpha મેન્યુઅલ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 11.14 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે અને ઓટોમેટિક વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 12.34 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.