Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મંગળવારે બજાર લાલ નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ 250 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 18350ની નીચે

નિફ્ટીમાં 75 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યોશેરબજારમાં સપ્તાહના બીજા કારોબારી દિવસે લાલ નિશાન પર ટ્રેડિંગ શરૂ થયું. મંગળવારે શરૂઆતના સત્રમાં સેન્સેક્સમાં લગભગ 285 પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટીમાં 75 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. હાલમાં સેન્સેક્સ 0.46%ના ઘટાડા સાથે 61,520 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. ટેક કંપનીઓના શેરો પર નકારાત્મક અસરબીજી તરફ, નિફ્ટી 0.41% ઘટીને 18,345.00 પોઈન્ટ પર ટ
મંગળવારે બજાર લાલ નિશાન પર ખુલ્યું  સેન્સેક્સ 250 પોઈન્ટ તૂટ્યો  નિફ્ટી 18350ની નીચે
Advertisement
નિફ્ટીમાં 75 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો
શેરબજારમાં સપ્તાહના બીજા કારોબારી દિવસે લાલ નિશાન પર ટ્રેડિંગ શરૂ થયું. મંગળવારે શરૂઆતના સત્રમાં સેન્સેક્સમાં લગભગ 285 પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટીમાં 75 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. હાલમાં સેન્સેક્સ 0.46%ના ઘટાડા સાથે 61,520 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. 

ટેક કંપનીઓના શેરો પર નકારાત્મક અસર
બીજી તરફ, નિફ્ટી 0.41% ઘટીને 18,345.00 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે. યુએસ શેરબજારમાં સતત ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. સપ્તાહના પહેલા દિવસે ડાઉ જોન્સ 163 અંક એટલે કે 0.49 ટકા ઘટીને બંધ થયો હતો. વ્યાજદર સંબંધિત ફેડના નિર્ણયની ટેક કંપનીઓના શેરો પર નકારાત્મક અસર જોવા મળી રહી છે. 

જાપાનના નિક્કીમાં 0.20 ટકા અને કોરિયાના કોસ્પીમાં 0.45 ટકાની નબળાઈ 
આ સમયગાળા દરમિયાન મેટાના શેર ચાર ટકા સુધી તૂટ્યા છે. ટેક-આધારિત ઇન્ડેક્સ Nasdaq 1.49 ટકા અને S&P 500 0.90 ટકા ઘટ્યો હતો. એશિયન બજારની વાત કરીએ તો જાપાનના નિક્કીમાં 0.20 ટકા અને કોરિયાના કોસ્પીમાં 0.45 ટકાની નબળાઈ છે. SGX નિફ્ટી હાલમાં 45 પોઇન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે, જે ભારતીય બજારમાં મંદીનો સંકેત આપે છે. અગાઉ, સપ્તાહના પ્રથમ દિવસે, સ્થાનિક બેન્ચમાર્ક સેન્સેક્સ 468 પોઈન્ટ ઉછળ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

Trending News

.

×