Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મરિયમ અને હંસામાં કોઈ ફેર કયાં છે?

હંસાની ચિંતામાં, પોતે કરેલી ભૂલ કે પાપનું પશ્વાતાપ કરવાના નશામાં માસ્તરને આ પળ સુધી વિચાર જ નહોતો આવ્યો  કે જે છોકરીને લેવા પોતે જાય છે એ એક મુસલમાન છે. અત્યારે એકાએક એ ખ્યાલ  આવતા તે ઘડીભર સ્થિર બની રહ્યા. તે એકીટશે મરિયમ સામે તાકી રહ્યા. ઘડીભર તે મરિયમની નિર્મળ, તેજસ્વી આંખ સામે જોઈ રહ્યા. પછી તેમનું માથું અનાયાસે ધૂણ્યું. ‘ ના..ના. મારી હંસાને આ છોકરીના અને કબરમાં પોઢેલા અલીના à
મરિયમ અને હંસામાં કોઈ ફેર કયાં છે

હંસાની ચિંતામાં, પોતે
કરેલી ભૂલ કે પાપનું પશ્વાતાપ કરવાના
નશામાં માસ્તરને આ પળ સુધી વિચાર જ નહોતો આવ્યો  કે જે છોકરીને લેવા પોતે જાય છે એ એક મુસલમાન
છે.

Advertisement

અત્યારે એકાએક એ ખ્યાલ  આવતા તે ઘડીભર સ્થિર બની રહ્યા. તે એકીટશે
મરિયમ સામે તાકી રહ્યા. ઘડીભર તે મરિયમની નિર્મળ, તેજસ્વી આંખ સામે જોઈ રહ્યા. પછી તેમનું માથું અનાયાસે ધૂણ્યું. ‘
ના..ના. મારી હંસાને આ છોકરીના અને કબરમાં પોઢેલા અલીના આશીર્વાદ મળશે અને મારી
હંસાની સુવાવડ હેમખેમ પાર ઉતરશે. અને મારા મનનો બોજ હલકો થશે. મરિયમ અને હંસામાં કોઈ ફેર કયાં છે?  કેવી ડાહી અને સમજુ દેખાય છે આ મરિયમ.  અને...’   

બીજી પળે તેણે એવા કોઈ વિચારોને મનમાંથી ખંખેરી નાખ્યા અને બોલ્યા.

Advertisement

આવ બેટા. અમારા હિન્દુઓના ઘરનો એક રિવાજ છે. દીકરી પહેલી વાર ભાણીયાને તેડીને આવે ત્યારે તેની આરતી ઉતારાય છે.

કંઇક સંકોચાતી મરિયમ ધીમા પગલે અંદર આવી. પોસ્ટમાસ્તરને પગે લાગી. અબ્દુલને પણ પગે લગાડયો.

Advertisement

પોસ્ટમાસ્તરે અબ્દુલને માથે હાથ મૂકી મૌન આશીર્વાદની ઝડી વરસાવી. અબ્દુલના મીઠા હાસ્ય પર માસ્તર ઓળઘોળ બની રહ્યા. તો અદ્લ હંસાનો દીકરો..પોતાનો દોહિત્ર.

મરિયમની ચળવકળ આંખો ઓરડામાં આમતેમ ઘૂમી રહી. અબ્બુ કયાં કેમ દેખાતા નથી ?

પોસ્ટમાસ્તર મરિયમનો મૌન પ્રશ્ન તો કયારના સમજી ચૂકયા હતા. પણ જવાબ આપવામાં બને તેટલું મોડું કરતા હતા. કદાચ ટાળી શકાય તો ટાળવા ઇચ્છતા હતા. પણ કયાં શકય હતું ?

મરિયમની અધીરાઇ હવે ભયમાં પરિણમી હતી.

“ કાકા, સાચું કહેજો.. મારા અબ્બુને કંઇ થયું તો નથી ને? મને લેવા આવ્યા સિવાય રહે નહીં. કયાં છે મારા અબ્બુ ? “

 મરિયમે હવે પોસ્ટમાસ્તરને હચમચાવી નાખ્યા.

જવાબ આપ્યા સિવાય બીજો કોઇ ઉપાય કયાં બચ્યો હતો? જે ક્ષણ ટાળવા ઇચ્છતા હતા તે હવે ટાળી કે ઠેલી શકાય એમ નહોતી.

બેટા, જીવનમાં આપણને ગમતી વાતો થતી રહે છેતારા અબ્બુ ઉપરથી તમારા બંને ઉપર દુવા વરસાવી રહ્યા છે. તને સુખી જોઇને એનો આત્મા જયાં હશે ત્યાં ખુશ થતો હશે.”

મરિયમ ત્યાં બેસી પડી. એની આંખો ધોધમાર વરસી રહી.

અબ્બુને મળવામાં પોતે મોડી પડી એનો અફસોસ એના કાળજાને કોરી રહ્યો. હવે એના અબ્બુ એને કદી નહીં દેખાય?   અબ્દુલને તે કયારેય નહીં જોઇ શકે કે નહીં રમાડી શકે?

પોસ્ટમાસ્તરે  મરિયમને રડવા દીધી.

મન ભરીને રડી લે બેટા..હૈયુ હળવું કરી લે.”

થોડી વાર ઘરમાં સન્નાટો છવાઇ રહ્યો. કોચમેન અલી ડોસા જાણે ક્ષણે જાણે કબરમાં પોઢયા.

મને માફ કરજે, અલીમાફ કરજે. એક દુ:ખી બાપની મજાક ઉડાડવાનું પાપ અમે કર્યું છેઅલી,
આજે તને વચન આપું છું કે તારી દીકરીને હું કયારેય તારી ખોટ નહીં સાલવા દઉં. કદાચ મારુ સાચું પ્રાયશ્વિત થશે.”

આજે પોસ્ટમાસ્તર નહીં, એક દીકરીનો બાપ  મનોમન અલી સાથે  દિલની વાતો કરી રહ્યો.

મરિયમ પોતાની વરસતી આંખો બંધ કરી, બે હાથ જોડી  મનમાં કશુંક ગણગણી રહી હતી.

કાકા, મારા અબ્બુને શું થયું હતું? કયારે, કેમ થયું ? બહું રિબાયા હતા? તેમની પાસે કોણ હતું? મને યાદ કરતા હશે. તેમની સેવા ચાકરી કોણ કરતુ હતું? ‘

મરિયમે અબ્બુના મૃત્યુ વિષે સવાલોની ઝડી વરસાવી.

પણ માસ્તર પાસે બધા સવાલોના જવાબ કયાં હતા?

શકય તે રીતે માસ્તરે સાચવીને થોડી વાત કરી. બીજું તો શું કહી શકે એમ હતા ?

મરિયમના મનનું સમાધાન તો થયું. પણ સિવાય હવે બીજો કોઈ ઉપાય પણ કયાં હતો ?

રામજીની વહુ, જમનાએ  પાણીનો ગ્લાસ મરિયમના  હાથમાં થમાવ્યો. નાનકડો અબદુલ માના હાથમાં ઝોલા ખાતો ગયો હતો. કદાચ થાકી ગયો હતોમાસ્તરે બાળકની ઊંઘરેટી આંખો જોઈને કહ્યું,

 “  બેટા, શું ખાય છે? પહેલા એને જમાડીને અંદર સૂવડાવી દે.”

અત્યારે જમશે નહીં. રસ્તામાં ખવડાવી દીધું છે. સૂતા પહેલા થોડું દૂધ પીશે.  ”

 મરિયમના અવાજમાં થોડો સંકોચ હતો.

રામજી દૂધ લઇને આવ્યો. મરિયમ દૂધ લઈને અબ્દુલને
અંદર લઇ ગઈ. માસ્તરના ઈશારે જમના તેને
બધું બતાવવા તેની પાછળ ગઈ.

 થોડી વારે અબ્દુલને સૂવડાવીને મરિયમ બહાર આવી. તેના ચહેરા પર ઉદાસી છવાયેલી હતી. આંખો રડી રડીને લાલ હિંગળોક બની હતી.

માસ્તર એની લાલ બનેલી આંખો સામે ઘડીક જોઈ રહ્યા. મરિયમના મનની સ્થિતિ તેમને સમજાતી હતી. આવા કોઈ વસમા સમયે આશ્વાસનના શબ્દો કેવા વામણા, ઠાલા, સાવ પોકળ લાગતા હોય છે. અને છતાં એના વિના ચાલતું પણ કયાં હોય છે? માણસ બીજું કરી પણ શું શકે? વહેલા કે મોડાં
સ્વજનના મૃત્યુના આઘાતને તો સૌ કોઈએ સ્વીકારવો, જિરવવો  જ પડતો હોય છે. અને
સમયદેવતા સિવાય ઘાવ રૂઝાવવાનું ગજું કોઈનું કયાં હોય છે?

‘ બેન, મને ખબર છે તને કેટલું વસમું લાગતું હશે. પણ આપણે સૌ તો ઉપરવાળાના હાથના રમકડાં. વધારે તો શું કહું? પણ તું ચિંતા કરીશ. મને તારા બાપની જગ્યાએ સમજજે

મરિયમે હકારમાં ડોકું હલાવ્યું. અને ધીમેથી પૂછી રહી.

કાકા, તમારો આભાર તો કેમ માનવો સમજાતું નથી. તમારી ઓળખાણ તો તમે આપી નહીં. અબ્બુ પરનો મારો  કાગળ લઇને તમે મને દીકરી કહીને તેડવા આવ્યા. એથી તમે મારા અબ્બુના ખાસ મિત્ર છો તો જણાઇ આવ્યું.  અબ્બુએ કાગળ તમને આપ્યો હશે ને?   મારા અબ્બુને તમે કયારથી ઓળખતા હતાએમને શું થયું હતું ?  

એને ઓળખવામાં બહું મોડો પડયો છું 

પોસ્ટમાસ્તર મનમાં વિચારી રહ્યા.

“  કાકા, તમે જવાબ આપ્યો.” 

“ કેટલાક પ્રશ્નોના જવાબ નથી હોતા, બેટા. રોજ તારા કાગળની આશાએ પોસ્ટઓફિસે ધક્કો ખાતા, સાંજ સુધી બેસી રહેતા. એની આંખોમાં નહીં, એના રૂંવે રૂંવે તારી અને ફકત તારા કાગળની પ્રતીક્ષા હતી. તારી રાહ જોવામાં કદી થાકયા નથીટાઢ,
તાપ જોયા સિવાય એક પણ દિ પોસ્ટઓફિસે આવવાનું બાપ ચૂકયો
નહોતો.
બેટા, તું નસીબદાર છો. આવો વત્સલ બાપ…”

કહેતા માસ્તરને ગળે ડૂમો ભરાયો. આવા બાપની વત્સલતા પોતે કયારે પિછાણી?

માસ્તરના શબ્દો સાથે મરિયમની આંખો ફરી એક વાર વહી નીકળી.

હાહું ખરેખર નસીબદાર હતી પણ...”  

બેટા, મને યે નવાઇ લાગે છે કે તેં પાંચ પાંચ વરસ સુધી બાપને કેમ કાગળ લખ્યો ? શું તને જાણ નહોતી કે તારા અબ્બુ  તારા કાગળ માટે કેટલા તડપતા હશે ?”

હામને ખબર હતી. અબ્બુ કાગડોળે મારા પત્રની રાહ જોતા હશે એની મને જાણ હતી .અને છતાં..છતાં મારા વહાલા અબ્બુને હું સમયસર એક કાગળ પણ લખી શકી. “

પણ  શા માટેબેટા  શા માટે ? “

   વાત પછી  કયારેક નિરાંતે કરું તો? લાંબી વાત છે. અત્યારે તો બસ મારે તમારી પાસેથી અબ્બુની વાતો સાંભળવી છે. તમે ગાઢ મિત્રો હશો. તો મને સમજાય છે. અલબત્ત મારા લગ્ન પછી ઓળખાણ થઈ હશે. નહીતર તો હું
ઓળખતી જ હોઉં.
અબ્બુને ત્યારે તો
એવા કોઈ
ખાસ  મિત્રો હતા નહીં. અને એમાં પણ કોઈ હિંદુ મિત્ર તો.....મરિયમે એક નિસાસો નાખીને
વાકય અધૂરું છોડયું.
   

‘ ખેરમારા લગ્ન પછી અબ્બુ એકલા પડી ગયા હશે. ત્યારે તમારી ઓળખાણ, મિત્રતા થઇ હશે. મારે બધુ જાણવું છે. અબ્બુ મને યાદ કરીને બહુ રડતા તો નહોતા ને? છેલ્લે બીમાર પડયા હતા? મને સમાચાર પણ મળ્યાહું કેવી કમનસીબ દીકરી છુ. તો મારા અબ્બુની સેવા કરી શકી, એને છેલ્લે મળી શકી.” 

મરિયમ ફરી એક વાર હીબકે ચડી હતી.

 “ બેટા, શાંત થા. તું રડીશ તો તારા અબ્બુના આત્માને કષ્ટ પહોંચે. તારે તો એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના, ઈબાદત  કરવી જોઈએ.” 

હા, કાકા, હવે પ્રાર્થના કે ઈબાદત જે કહો તે. સિવાય બીજું  હું શું કરી શકવાની હતી ?  “

“  બેટા, નિયતિ આગળ ભલભલા લાચાર. આપણે તો એમના પ્યાદા માત્ર. “  

માસ્તર મરિયમના દિલની હાલત સમજી શકતા  હતા. પાંચ પાંચ વરસ સુધી મરિયમે પિતાને કાગળ કેમ લખ્યો? સવાલ તેમને પજવતો હતો. પણ પોતાની ઉત્સુકતા પર તેમણે લગામ ખેંચી. બધી વાતો અત્યારે જાણી લેવી જરૂરી હતી? હજુ તો મરિયમને મળ્યાને થોડા કલાકો થયા હતા. એમાં અજાણ્યા માણસ પર કેટલોક વિશ્વાસ મૂકીને અંતરના દરવાજા ખોલી શકે, કેટલીક ઉઘડી શકે ?

માસ્તરના મનમાં અવઢવ ચાલતી હતી શું જવાબ આપી શકે પોતે મરિયમના સવાલનો ?

અલી અને તે મિત્ર હતા? કયારથી ઓળખતા હતા? પાંચ પાંચ વરસથીપોતે તો તેને જાણતા હતા એક પાગલ, ધૂની  માણસ તરીકે. પણ કંઈ ઓળખતા થોડા કહેવાય? માણસની સાચી ઓળખ કંઇ સહેલી થોડી છે? ઓળખ કયારેક થાય ત્યારે ઘણી વાર બહુ મોડુ થઈ જતું હોય છે.

પહેલા એક પાગલ ડોસો અને હવે વત્સલ પિતા, સિવાય  અલીની બીજી કોઈ ઓળખ, કોઈ વાતો માસ્તર
 પાસે કયાં હતી

બે પાંચ પળ મૌન છવાઇ રહ્યું. માસ્તરને  હવે વાતની દિશા બદલાવવી જરૂરી લાગી.

 ત્યાં  રામજી જમવા  બોલાવવા આવ્યો.

‘  બેટા, ચાલ, પહેલા નિરાંતે જમી લઇએ. જોકે અમે ચુસ્ત, સનાતની હિંદુ એટલે..માંસ,  મચ્છી, ઈડા કે એવું કંઈ તને...

વચ્ચે જ મરિયમ બોલી ઊઠી..

‘ અરે, એવી ચિંતા  જરા યે કરો. મને તમારા બધા સંસ્કારો,  રિવાજોની ખબર છે. હા, સાસરે અમે બધું ખાઈએ છીએ. પણ...

કહેતા મરિયમ એકાએક અટકી.

પછી થોડીવારે એણે 
ઉમેર્યું.

‘ ભાઈ, અહી અમારું નાનકડું ઘર છે. ચાવી અબ્બુએ આજુબાજુમાં કોઈને ત્યાં આપી હશે.હું સવારે ત્યાં ચાલી જઈશ. મારે લીધે તમે હેરાન થતા. 

‘ ના, દીકરી, એવું કંઈ નથી.. હા, એ ભેદભાવ હતા ખરા.
અમારા ઘરમાં કોઈ મુસલમાને આજ સુધી પ્રવેશ નથી કર્યો. પણ ખબર નહિ કેમ તારો કાગળ વાંચ્યો, ખાસ તો તને જોઈ પછી એવો  કોઈ  વિચાર મારા મનમાં નથી આવ્યો કે તું મુસ્લિમ અને અમે હિંદુ છીએ. ખબર નહિ શા માટે પણ તારામાં મને તો મારી દીકરી  હંસા દેખાણી છે. એટલે તો તારો આગળ  વાંચીને હું તને લેવા....

એટલે આગળ શું કરવું એ બધું પછી નિરાંતે વિચારીશું.’

કહેતા માસ્તરના, એક બાપના અવાજમાં અનાયાસે ભીનાશ ફરી વળી.

મરિયમ માસ્તરની લાગણી જોઇને ગળગળી થઇ ગઈ.

‘ બેન,તું તો છેક
પંજાબમાં રહે છે.તો આટલું સરસ ગુજરાતી આવડે છે તને ? ‘

‘ પંજાબમાં તો છેલ્લા
પાંચ વરસથી. બાકી તો હું આ ગામમાં, ગુજરાતની જ છું ને. અને અહી ગુજરાતીમાં જ ભણી
છું.’

‘ હા, એ વાત સાચી.  મને એનું તો ઓસાણ જ ન રહ્યું. તું તો આ ગામની જ દીકરી.
હવે  આપણે પહેલા જમી લેશું ?’

પાટલા મંડાયા. જમનાએ બધી તૈયારી કરી રાખી હતી. માસ્તર અને મરિયમ  જમવા બેઠા. માસ્તરે પગ નીચે  લાકડાનો રંગીન ઢીચણીયો ગોઠવ્યો. થાળીને ગોળ ફરતી પાણીની નાનકડી ધાર કરી. આંખો બંધ કરી, બે હાથ
જોડી કશુંક ગણગણ્યા. મરીયમ રસપૂર્વક એ બધી
ક્રિયા જોઈ રહી. એક નિસાસો નાખી એણે પણ આંખ બંધ કરી પોતાના વહાલા અબ્બુને યાદ કર્યા.

ધીમે ધીમે બંનેએ
જમવાનું શરૂ કર્યું.
માસ્તર તો આગ્રહ કરીને જાણે હંસાને, સાસરેથી આવેલી દીકરીને જમાડી રહ્યાં. રામજીની વહુ જમનાએ ખીર, પૂરી, અને દાળ,ભાત શાક બનાવ્યા હતાજમતા જમતા માસ્તર પોતાના સ્વભાવની ઉપરવટ જઈને હસી મજાક કરી વાતાવરણને હળવું કરવાના પ્રયાસ કરી રહ્યારામજી અને તેની વહુ માસ્તરનું કદી દીઠેલું  રૂપ જોઇ રહ્યા.

મરિયમને ગળે કોળિયો જલ્દીથી ઊતરતો નહોતો.. ડૂસકાં શમાવી મરિયમે માંડ માંડ થોડું ખાધું. માસ્તર એ સમજી
શકતા હતા. એટલે કશું બોલ્યા નહિ.

 જમી રહ્યા બાદ માસ્તર રોજની ટેવ મુજબ ફળિયામાં
બેઠા.

‘ આવ બેટા, ઘડીક અહી
બેસીએ. આ ઠંડી હવામાં તને પણ થોડું સારું લાગશે. ‘

અબ્દુલ તો થાકીને અંદર
ઓરડામાં
ઘસઘસાટ સૂઈ ગયો હતો.

‘ હું અંદર જમના બહેનને
થોડી મદદ કરાવું. ‘

ના,બહેન,તમે માસ્તરકાકા
પાસે બેસો. મને તો રોજની ટેવ છે.હું હમણાં પતાવી નાખીશ.

કંઈક સંકોચાતી  મરિયમ માસ્તર પાછળ દોરાઈ.

ક્રમશ :     


આ પણ વાંચો:  કદી ન દીઠેલી અલીની દીકરીએ આ ક્ષણે માસ્તરના મનમાં કબજો જમાવ્યો હતો

Tags :
Advertisement

.