Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

માર્ગારેટ અલ્વા ઉપરાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર હશે, શરદ પવારે જાહેરાત કરી

વિપક્ષ દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. વિપક્ષી દળોએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે માર્ગારેટ અલ્વાને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. NCP પ્રમુખ શરદ પવારે માર્ગારેટ અલ્વાના નામની જાહેરાત કરી છે. માર્ગારેટ આલ્વા ગોવાના ગવર્નર રહી ચૂક્યા છે. તે કર્ણાટકની છે.Delhi | Opposition's candidate for the post of Vice President of India to be Margaret Alva: NCP chief Sharad Pawar pic.twitter.com/qkwyf7FMOw— ANI (@ANI) July 17, 2022 માર્ગારેટ અલ્વા કોણ છે? માર્ગારેà
11:56 AM Jul 17, 2022 IST | Vipul Pandya

વિપક્ષ દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના
ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. વિપક્ષી દળોએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે માર્ગારેટ અલ્વાને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.
NCP પ્રમુખ શરદ
પવારે માર્ગારેટ અલ્વાના નામની જાહેરાત કરી છે. માર્ગારેટ આલ્વા ગોવાના ગવર્નર રહી
ચૂક્યા છે. તે કર્ણાટકની છે.


માર્ગારેટ અલ્વા કોણ છે?

માર્ગારેટ આલ્વાનો જન્મ 14 એપ્રિલ 1942ના રોજ કર્ણાટકના મેંગલોરમાં થયો હતો.
તેણે કર્ણાટકમાં જ પોતાનો અભ્યાસ પૂરો કર્યો. તે પછી માર્ગારેટ કોંગ્રેસમાં જોડાઈ
અને કોંગ્રેસે તેને રાજ્યસભામાં મોકલી. તે વિવિધ મંત્રાલયોની સમિતિઓમાં પણ સામેલ
હતી. કોંગ્રેસે તેમને
1975માં પાર્ટીના મહાસચિવ પણ બનાવ્યા હતા.
અલ્વા કુલ ચાર વખત રાજ્યસભાના સભ્ય હતા. તે પછી
1999માં તેઓ લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા.


6 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે
મતદાન

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઇચ્છુક
ઉમેદવારો
19 જુલાઇ સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે. 20 જુલાઈના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે જે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તેઓ
22 જુલાઈ સુધી તેમના ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકશે. દેશના આગામી
ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે
6 ઓગસ્ટે મતદાન થશે.


ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે 6 ઓગસ્ટે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તે જ દિવસે
મતગણતરી પણ થશે અને ચૂંટણીના પરિણામો પણ આવશે. જો શાસક પક્ષ અને વિરોધ પક્ષ બંને
ઉપરાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવારના નામ પર સહમત થાય અને સર્વસંમતિ સધાય તો મતદાનની
જરૂર રહેશે નહીં. આવી સ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિ પણ સર્વસંમતિથી બિનહરીફ ચૂંટાઈ શકે
છે. જો કે આની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. નોંધનીય છે કે દેશના વર્તમાન
ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુનો કાર્યકાળ
10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે. વેંકૈયા નાયડુનો કાર્યકાળ પૂરો થવાના
ચાર દિવસ પહેલા જ એ સ્પષ્ટ થઈ જશે કે દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે.

NDAએ જગદીપ ધનખરને પોતાના ઉમેદવાર તરીકે
નિયુક્ત કર્યા


તમને જણાવી દઈએ કે એનડીએ દ્વારા
શનિવારે સાંજે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપ અધ્યક્ષ
જેપી નડ્ડાએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
જાહેર કર્યા હતા. પીએમ મોદીની હાજરીમાં મળેલી બીજેપી સંસદીય બોર્ડની બેઠકમાં
ધનખડના નામ પર મહોર મારવામાં આવી હતી.

Tags :
GujaratFirstMargaretAlvaoppositioncandidateSharadPawarVicePresident
Next Article