Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

TMCના નિર્ણયને માર્ગારેટ આલ્વાએ ગણાવ્યો નિરાશાજનક, જાણો શું કહ્યું

મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ (TMC) દ્વારા ઉપરાષ્ટ્રપતિ (Vice President) પદ માટેના મતદાનમાં ભાગ ન લેવાની જાહેરાત બાદ વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ આલ્વાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. માર્ગારેટ આલ્વાએ ટીએમસીના આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ ન લેવાનો તેમનો નિર્ણય નિરાશાજનક છે.તેમણે કહ્યું કે આ સમય પરસ્પર વિખવાદ અને ઘમંડને બાજુ પર મૂક
tmcના નિર્ણયને માર્ગારેટ આલ્વાએ ગણાવ્યો નિરાશાજનક  જાણો શું કહ્યું
મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ (TMC) દ્વારા ઉપરાષ્ટ્રપતિ (Vice President) પદ માટેના મતદાનમાં ભાગ ન લેવાની જાહેરાત બાદ વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ આલ્વાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. માર્ગારેટ આલ્વાએ ટીએમસીના આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ ન લેવાનો તેમનો નિર્ણય નિરાશાજનક છે.
તેમણે કહ્યું કે આ સમય પરસ્પર વિખવાદ અને ઘમંડને બાજુ પર મૂકીને એક થવાનો છે. મને લાગે છે કે આ વખતે વિપક્ષોએ હિંમત, નેતૃત્વ અને એકતા સાથે ઉભા રહેવું જોઈએ.
ટીએમસીનું કહેવું છે કે વિપક્ષે તેમની સલાહ વિના આલ્વાને ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે જાહેર કર્યા. તેમની ઉમેદવારી અંગે ટીએમસીના કોઈ નેતાની સલાહ લેવામાં આવી ન હતી. ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી નારાજ છે કે તેમની સાથે વાત કર્યા વિના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કેમ કરવામાં આવી? આના પર નારાજગી વ્યક્ત કરતા ટીએમસીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.
 માર્ગારેટ આલ્વાને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. NCP પ્રમુખ શરદ પવારે માર્ગારેટ આલ્વાના નામની જાહેરાત કરી હતી. 
માર્ગારેટ આલ્વા ગોવા, રાજસ્થાન, ઉત્તરાખંડ અને ગુજરાતના રાજ્યપાલ રહી ચૂક્યા છે. તેમની પાસે વહીવટી કામનો બહોળો અનુભવ છે. બીજી તરફ, ભાજપના નેતૃત્વ હેઠળના NDAએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા છે.
ઉલ્લેખનીય છે કે દેશના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 19 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે 6ઠ્ઠી ઓગસ્ટે મતદાન થશે અને તે જ દિવસે ચૂંટણીના પરિણામો પણ જાહેર કરવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.