Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રભાસની 'રાધે શ્યામ'ના ઘણાં સિક્રેટ રિલીઝ પહેલા જ ખુલી ગયા ! જાણો કેવો રહેશે ક્લાઈમેક્સ

બાહુબલી ફેમ એક્ટર પ્રભાસની ફિલ્મ 'રાધે શ્યામ'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં પૂજા હેગડે સાથે પ્રભાસે  જોવાં મળી રહ્યો છે. આ ફિલ્મ 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. નિર્માતાઓએ ફિલ્મના 2 ટ્રેલર રિલીઝ કર્યા છે જેણે ફિલ્મી લવર્સમાં ખૂબ જ ચર્ચા જગાવી છે અને એવું પણ માનવામાં આવે છે કે ફિલ્મની વાર્તા ટાઇટેનિક સાથે મેળ ખાતી હોય તેવી છે.  ફિલ્મ ક્રિટ્કિસની સાથે પ્રભાસની
11:51 AM Mar 05, 2022 IST | Vipul Pandya
બાહુબલી ફેમ એક્ટર પ્રભાસની ફિલ્મ 'રાધે શ્યામ'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં પૂજા હેગડે સાથે પ્રભાસે  જોવાં મળી રહ્યો છે. આ ફિલ્મ 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. નિર્માતાઓએ ફિલ્મના 2 ટ્રેલર રિલીઝ કર્યા છે જેણે ફિલ્મી લવર્સમાં ખૂબ જ ચર્ચા જગાવી છે અને એવું પણ માનવામાં આવે છે કે ફિલ્મની વાર્તા ટાઇટેનિક સાથે મેળ ખાતી હોય તેવી છે.  ફિલ્મ ક્રિટ્કિસની સાથે પ્રભાસની ફેન ફોલોઅર્સ પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને હવે એક વ્યક્તિએ ફિલ્મની રિલીઝ પહેલા જ તેનો રિવ્યુ જાહેર કર્યો છે.


દમદાર હૈ ફિલ્મનો ફર્સ્ટ હાફ
ઈન્ડસ્ટ્રી પર ચાંપતી નજર રાખનાર ઓવરસીઝ સેન્સર બોર્ડના સભ્ય ઉમૈર સંધુએ સેન્સર બોર્ડમાં ફિલ્મ 'રાધે શ્યામ' જોઈ છે. ઉમૈર સંધુએ સોશિયલ મીડિયા પર ફિલ્મનો રિવ્યુ લખ્યો, 'ફિલ્મનો ફર્સ્ટ હાફ શાનદાર છે. ખૂબ જ ક્લાસિક VFXનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રભાસ અને પૂજા હેગડેની કેમેસ્ટ્રી જોરદાર છે. રહસ્ય હજુ બાકી છે. ઘણો અદ્ભુભુત વિષય છે.'
 ફિલ્મની વાર્તા આ એક ભાગમાં પૂરી નહીં થાય!
એટલે કે એક વાત તો પાક્કી છે કે ફિલ્મની વાર્તા એક વારમાં પૂરી થવાની નથી. નિર્માતાઓને ફિલ્મની વાર્તાને આગળના ભાગમાં લઈ જવામાં રસ છે અને ફિલ્મના અંતે, નિર્માતાઓ તમને એક એવા રસ્તા પર વિચારતા છોડી દે છે કે જ્યાં તમે અન્ય ઘણાં પ્રશ્નોના જવાબો જાણવા માટે તલપાપડ થશો. આખી ફિલ્મ જોયા બાદ ઉમૈર પર પ્રભાસની એક્ટિંગ સ્ટાઈલની દીવાનગી ઉમૈર પર પણ છવાયેવી જોવાં મળી. 


બાહુબલીથી હટકે સેક્સી સ્વેગ 
તેણે અન્ય એક ટ્વિટમાં લખ્યું કે, 'રાધે શ્યામની ઓવરસીઝ સેન્સર સ્ક્રીનિંગ પૂર્ણ થઈ ગઈ છે. ભારતમાં પ્રભાસનો ચાહક વર્ગ બહોળો છે. આ ફિલ્મમાં બાહુબલીથી હટકે સેક્સી સ્વેગ રાધે શ્યામમાં જોવા મળશે. જે તેની ફેન્સમાં નવી ઇમેજ ક્રિએટ કરશે. 
આ જોયા પછી અવું ચોક્એકસ કહી શકાય કે પહેલો રિવ્યુ તો મજબૂત છે, હવે જોવાનું એ રહેશે કે ફિલ્મ દર્શકોની અપેક્ષાના એરણ પર પોતાને સાબિત કરવામાં  કેટલી સક્ષમ છે.
Tags :
GujaratFirstPrabhasradheshyaradheshyamrivew
Next Article