મંદિરના પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધને લઇ કડક સૂચન અપાઈ છતા મોબાઈલ સાથે અનેકો યાત્રાળુઓ જોવા મળ્યા
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિરના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે,એટલે આ ધામને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે.અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્રાચીà
04:51 PM Feb 06, 2023 IST
|
Vipul Pandya
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિરના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે,એટલે આ ધામને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે.અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્રાચીન તીર્થ સ્થળ છે.વર્ષ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવતા માઈ ભક્તો મોબાઈલ અને પર્સ લોકર રૂમમાં જમા કરાવીને મંદિરમાં પ્રવેશ મેળવતા હોય છે ત્યારે 18 જાન્યુઆરીના રોજ અંબાજી મંદિર ના વહીવટદારે લેખીત આદેશ કરીને જણાવ્યું હતુ કે મંદિર પરીસરમાં મોબાઈલ સાથે યાત્રાળુઓ પ્રવેશી શકશે નહીં પરંતુ હાલમાં ઘણા યાત્રિકો મોબાઈલ સાથે મંદિરમાં ફોટા પાડતા જોવા મળ્યા હતા.
મા અંબાના મંદિરે હજારો લાખોની સંખ્યામાં માઈભક્તો માના ચરણે આવી ધન્યતા અનુભવે છે, ત્યારે 18 જાન્યુઆરી ના દિવસે અંબાજી મંદિર ના વહીવટદાર દ્વારા મંદિરના અધિકારીઓ અને પોલીસ જવાનો સહિત સિક્યુરિટી ગાર્ડ ને સૂચના અપાઈ હતી કે મંદિર પરિસરમાં કોઈપણ વ્યક્તિ મોબાઈલ ન લઈ જઈ શકે જેને લઈને મંદિરના વહીવટદાર દ્વારા મંદિર મા મોબાઈલ પ્રતિબંધ ને લઈ પત્ર લખી મંદિર ના તમામ અધિકારીઓ સહિત સિક્યોરિટી જવાનોને મોબાઈલ પ્રતિબંધ ને લઈ કડકાઈ થી અમલવારી થાય તે માટે પત્ર લખ્યો હતો.પરંતુ શેઠ ની શિખામણ જાંપા સુધી અને નિયમ હોવા છતા હાલમાં અંબાજી મંદિર મા અનેકો યાત્રાળુઓ મંદિર પરિસરમાં મોબાઈલ સાથે જોવા મળ્યા હતા.યાત્રાળુઓ મોબાઇલ સાથે મંદિર પરિસરમાં ફોટા પાડતા અને વાતો કરતા જોવા મળતા અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે.
અંબાજી મંદિરની ગરીમા સચવાઈ રહે તે હેતુથી અંબાજી મંદિરના વહીવટદાર દ્વારા સધન સુરક્ષા અને જીઆઈએસેફને પત્ર લખી સૂચન અપાઈ હતી કે અંબાજી મંદિરના ચાચરચોક,ગર્ભગૃહ,સભામંડપ અને નૃત્યમંડપમા કોઈપણ યાત્રાળુઓના મોબાઈલ વપરાશ કે પછી ફોટોગ્રાફી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેની ખાસ તકેદારી રાખવા પણ સુચના અપાઇ હતી.મોબાઈલ પ્રતિબંધને લઈ વહીવટદાર દ્વારા કડક સૂચન આપ્યું હોવા છતાં યાત્રાળુઓ મંદિર પરિસરમાં ખુલ્લેઆમ મોબાઇલ સાથે જોવા મળી રહ્યા છે તો સાથે સાથે સિક્યુરિટી ગાર્ડ પોતાની ફરજ સારી રીતે ના નિભાવવા સાથે અને લાગવગ ના લોકો મંદિર પરિસરમાં મોબાઈલ સાથે જોવા મળી રહ્યા છે. અંબાજી મંદિરમાં આવતા હજારો દર્શનાર્થીઓ અન્ય લોકોને મોબાઇલ સાથે જોતા મંદિરની અંદર ફોટોગ્રાફી કરી રહ્યા છે અને વાતો કરી રહ્યા છે. અંબાજી મંદિર મા મોબાઈલ પ્રતિબંધ હોવા છતાં સિક્યુરિટી ગાર્ડ અને જવાનો દ્વારા તપાસ મા ઢીલી નીતિ અને મંદીર ના વહીવટદાર ની સૂચના ની અવહેલના કરી રહ્યા છે.
અંબાજી મંદિરમાં પત્રકારોને પણ કવરેજ માટે જવા પરવાનગી લેવી પડતી હોય છે
અંબાજી અને દાંતા તાલુકાના સ્થાનીક મીડિયા કર્મીને મંદિરમાં કવરેજ માટે પ્રવેશ લેવા માટે 7 નંબર ગેટ પર હાજર સુરક્ષા કર્મીઓ પાસે રજૂઆત કરવી પડતી હોય છે અને કેટલાક સુરક્ષા કર્મીઓ પ્રવેશ આપવા માટે પત્રકારોને જણાવે છે કે મંદિરમાં અધિકારીઓને ફોન કરો અને તે કહે પછીશ પ્રવેશ મળશે.અંબાજી મંદિરમાં દરેક ગેટ પર સુરક્ષા કર્મીઓ દિવસમાં બે વખત બદલાતા હોવાથી મીડિયાકર્મીઓને ભારે હેરાન થવું પડે છે.આમ નિયમ બનાવ્યો હોવા છતાં 7 નંબર અને 9 નંબરથી મોટાભાગના યાત્રીકો મોબાઈલ સાથે કઈ રીતે પ્રવેશે છે તે તપાસનો વિષય છે.
અંબાજી મંદિર પાસે માત્ર 300 જ લોકર
મંદિર સુત્રોથી મળતી માહિતી પ્રમાણે અંબાજી મંદિર ખાતે હાલમાં માત્ર 300 જ લોકર છે અને આ લોકર રૂમ ભરાઈ જવાથી યાત્રિકોને મોબાઈલ ક્યા મુકવો તે એક મોટો પ્રશ્ન છે.અંબાજી મંદિરે મોબાઈલ પ્રતિબંધનો કાયદો બનાવતા પહેલા લોકરો વધારવા જોઈએ.
આપણ વાંચો-અંબાજી ખાતે આગામી યોજાનાર 51 શક્તિપીઠ પરિક્રમા પથનું કલેક્ટર સહિત અધિકારીઓએ નિરીક્ષણ કર્યુ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article