Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ પુતિનના સ્વાસ્થ્યને લઈને અનેક આશંકાઓ, ફોટો અને વીડિયો થયા વાયરલ

યુક્રેન પર આક્રમણ કર્યા પછી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ખુબ જ ચર્ચામાં છે. વિશ્વભરની મીડિયા ચેનલોમાં પુતિનની રાજકિય કારકિર્દીથી લઈને તેની પર્સનલ લાઈફ સુધી તમામ ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં પુતિનના સ્વાસ્થ્યને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કેટલાક સ્વાસ્થ્ય વિશ્લેષકોએ પુતિનની બોડી લેંગ્વેજનું પણ વિષ્લેષણ કર્યું છે. છેલ્લા દિવસોમાં રશિયાના રાષ્àª
રશિયા અને યુક્રેનના
યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ પુતિનના સ્વાસ્થ્યને લઈને અનેક આશંકાઓ  ફોટો અને વીડિયો
થયા વાયરલ

યુક્રેન પર આક્રમણ કર્યા પછી રશિયાના રાષ્ટ્રપતિ
વ્લાદિમીર પુતિન ખુબ જ ચર્ચામાં છે. વિશ્વભરની મીડિયા ચેનલોમાં પુતિનની રાજકિય
કારકિર્દીથી લઈને તેની પર્સનલ લાઈફ સુધી તમામ ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારે
હાલમાં પુતિનના સ્વાસ્થ્યને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કેટલાક
સ્વાસ્થ્ય વિશ્લેષકોએ પુતિનની બોડી લેંગ્વેજનું પણ વિષ્લેષણ કર્યું છે. છેલ્લા
દિવસોમાં રશિયાના રાષ્ટ્રપતિએ જેટલી સભાને સંબોધન કર્યું અને જેટલી બેઠકમાં તેણે
હાજરી આપી તેમાં તેની રહેણી કરણી અને તેનું હલન ચલન સહિત તમામ વસ્તુઓ પર બરાબર નજર
કરીને તેના સ્વાસ્થ્યને લઈને કેટલીક આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં
તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Advertisement

View this post on Instagram

A post shared by Cosmetic doctor in Sydney (@drjakesloane)

" title="" target="">javascript:nicTemp();

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પુતિનના
હાથ ધ્રુજી રહ્યા છે. તો કેટલાક વિશ્લેષકો એવી પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે
પુતિનની કોસ્મેટિક સર્જરી કરવામાં આવી છે. સિડનીના રહેવાસી એક ડોક્ટરે રશિયાના
રાષ્ટ્રપતિ પુતિનના બે ફોટો ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. જેમાં એક ફોટો જુનો છે
અને એક ફોટો હાલના સમયનો છે.
News.com.au વેબસાઈટ પાસેથી મળતી માહિતી
મુજબ રાષ્ટ્રપતિ પુતિને બોટોક્સ, ચીફ ફિલર્સની સાથે સાથે ચીન અને આઈ લિફ્ટ સહિત
કેટલીક કોમેસ્ટિક સર્જરી કરાવી હોવાની અફવાઓ છે. વિશ્લેષકોનું માનવું છે કે પુતિને
પોતાની ઉંમર છુપાવી રાખવા માટે અને પોતાને મજબૂત સાબિત કરવા માટે આવું કરી રહ્યા
છે. 
જ્યારે અમેરિકાની 'ન્યૂયોર્ક પોસ્ટ' એ પણ અહેવાલ આપ્યો છે કે જ્યારે
રશિયન રાષ્ટ્રપતિએ દેશના ઓલિમ્પિક એથ્લેટ્સ માટે એક એવોર્ડ સમારંભમાં તસવીરો માટે
પોઝ આપ્યો ત્યારે તેઓ ફૂલેલા દેખાતા હતા. 

Advertisement

dictators can be brutal
they can be capricious
but they can’t be weak

serious problem for putin pic.twitter.com/OGFejK09i9

— ian bremmer (@ianbremmer) April 22, 2022

" title="" target="">javascript:nicTemp();

ન્યૂઝવીકે બે અલગ-અલગ રેકોર્ડિંગ્સ તરફ
ધ્યાન દોર્યું. જેમાં
બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો સાથેની મુલાકાત
દરમિયાન
તેઓ ટેબલ
પકડીને લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેઠેલા જોઈ શકાય છે.
આ તમામ
વસ્તુઓ પુતિનના સ્વાસ્થ્યને લઈને અનેક આશંકાઓ અને અફવાઓ પ્રગટ કરી રહી છે. હાલમાં
પુતિનનું ધ્યાન માત્રને માત્ર યુક્રેન પર છે. યુક્રેન પર હજુ પણ રશિયા આક્રમક
હુમલાઓ કરી રહ્યું છે. અમેરિકા અને નાટો દેશોએ યુક્રેનને મદદ કરતા ફરી રશિયા
ગુસ્સે થયું હતું અને ફરી એકવખત પરમાણુ યુદ્ધની ધમકી આપી દીધી હતી.

Advertisement

Tags :
Advertisement

.