Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બે વર્ષ પહેલાં પિતાએ આપઘાત કરી લીધો હતો, પુલ દુર્ઘટનામાં માતાનું મોત, ગાંધીધામના 3 બાળકો થયાં અનાથ

મોરબીમાં (Morbi) આવેલો ઝુલતો પુલ ગઈકાલે સાંજે તુટી પડતા મોટી હોનારત સર્જાઈ હતી. આખી રાત બચાવ કામગીરી ચાલી અને મોતનો આંકડો સતત વધી રહ્યો છે. આ હોનારતથી અનેક પરિવારના માળા વિખાયા છે તો અનેક બાળકો અનાથ થયા છે. હતભાગીની યાદીમાં 76 પુરુષ અને 56 સ્ત્રીનો સમાવેશ થાય છે, જે પૈકી 51 જેટલાં બાળકો છે. મોરબીની આ હોનારતના હતભાગીઓમાં કચ્છના (Kutch) પાંચ લોકોનો સમાવેશ થાય છે.મોરબી સગાઈ પ્રસંગમાં આવ્યા હતામોર
બે વર્ષ પહેલાં પિતાએ આપઘાત કરી લીધો હતો  પુલ દુર્ઘટનામાં માતાનું મોત  ગાંધીધામના 3 બાળકો થયાં અનાથ
મોરબીમાં (Morbi) આવેલો ઝુલતો પુલ ગઈકાલે સાંજે તુટી પડતા મોટી હોનારત સર્જાઈ હતી. આખી રાત બચાવ કામગીરી ચાલી અને મોતનો આંકડો સતત વધી રહ્યો છે. આ હોનારતથી અનેક પરિવારના માળા વિખાયા છે તો અનેક બાળકો અનાથ થયા છે. હતભાગીની યાદીમાં 76 પુરુષ અને 56 સ્ત્રીનો સમાવેશ થાય છે, જે પૈકી 51 જેટલાં બાળકો છે. મોરબીની આ હોનારતના હતભાગીઓમાં કચ્છના (Kutch) પાંચ લોકોનો સમાવેશ થાય છે.
મોરબી સગાઈ પ્રસંગમાં આવ્યા હતા
મોરબીની હોનારતમાં (Morbi Tragedy) રાપરના ગધેડીધાર વિસ્તારમાં રહેતાં હુસેનભાઈ દાઉદભાઈ કુંભાર (ઉ.વ. પર), તેમના પુત્ર હનીફ (ઉ.વ. 18) અને અસગર (ઉ.વ. 10)ના મોત નીપજ્યાં છે. મોરબીમાં રહેતાં સાળાને ત્યાં સગાઈનો પ્રસંગ હોઈ હુસેનભાઈ મોરબી ગયાં હતા. સાંજે સાળા અને અન્ય સગાં-સંબંધીઓ સાથે તે ઝૂલતાં પુલ પર ફરવા ગયાં ત્યારે હોનારતમાં હોમાઈ ગયાં હતા. હોનારતમાં હુસેનભાઈ અને તેમના સગા મળી નવ લોકોનાં મોત નીપજ્યાં છે. ત્રણે બાપ-બેટાના મૃતદેહ રા૫ર લવાયાં છે.
ત્રણ બાળકો અનાથ થયા
બીજી તરફ ગાંધીધામના (Gandhidham) સુંદરપુરીમાં રહેતાં કમળાબેન મુકેશભાઈ બારોટ (ઉ.વ. 34) તેમના ત્રણ પુત્રો સાથે દિવાળી નિમિત્તે જૂનાગઢ ફરવા ગયાં હતા. પરત વળતાં મોરબી રહેતાં ભાણેજ જમાઈના ઘેર મહેમાનગતિ માણવા ગયાં હતા. સાંજે કમળાબેન પુત્રો અને સંબંધીઓ સાથે ઝૂલતાં પુલ પર ફરવા ગયાં ત્યારે આ હોનારત સર્જાતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. કમળાબેનનાં પતિ મુકેશભાઈએ બે વર્ષ અગાઉ આપઘાત કરી લીધો હતો. 8, 10 અને 15 વર્ષના ત્રણ દીકરાઓનું તે લાલનપાલન કરતાં હતા. હોનારતમાં ત્રણ પુત્રોને બચાવી લેવાયાં હતા પરંતુ માતાનું મૃત્યુ નીપજતાં હવે દીકરાઓ નોંધારાં થઈ ગયાં છે.
Advertisement
Tags :
Advertisement

.