Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મનોજ બાજપેયીએ કહ્યું- સાઉથની ફિલ્મોની સફળતાથી બોલિવૂડ હચમચી ગયું, શીખવાની જરૂર છે

સાઉથની ફિલ્મોના વખાણ કરનારાઓમાં લેટેસ્ટ નામ મનોજ બાજપેયીનું ઉમેરાયું છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે બોલિવૂડ સાઉથની ફિલ્મોની સફળતાથી ડરે છે. મનોજે કહ્યું કે KGF ચેપ્ટર 2, RRR અને પુષ્પાની સફળતાથી બધા હચમચી ગયા છે. બોલિવૂડને વહેલામાં વહેલી તકે શીખવું જોઈએ એમ પણ તેમણે કહ્યું હતું. તેમણે દક્ષિણ સિનેમાની યોગ્યતાઓ પણ વખાણી છે. તમને જણાવી દઈએ કે કોરોના બાદ જ્યારથી છિયેટર્સ રીઓપન થયા
મનોજ બાજપેયીએ કહ્યું  સાઉથની ફિલ્મોની સફળતાથી બોલિવૂડ હચમચી ગયું  શીખવાની જરૂર છે
Advertisement
સાઉથની ફિલ્મોના વખાણ કરનારાઓમાં લેટેસ્ટ નામ મનોજ બાજપેયીનું ઉમેરાયું છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે બોલિવૂડ સાઉથની ફિલ્મોની સફળતાથી ડરે છે. મનોજે કહ્યું કે KGF ચેપ્ટર 2, RRR અને પુષ્પાની સફળતાથી બધા હચમચી ગયા છે. બોલિવૂડને વહેલામાં વહેલી તકે શીખવું જોઈએ એમ પણ તેમણે કહ્યું હતું. તેમણે દક્ષિણ સિનેમાની યોગ્યતાઓ પણ વખાણી છે. તમને જણાવી દઈએ કે કોરોના બાદ જ્યારથી છિયેટર્સ રીઓપન થયા ત્યારથી સાઉથની ફિલ્મો હિન્દી બેલ્ટમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે. તે જ સમયે, એકસાથે રિલીઝ થનારી બોલિવૂડ ફિલ્મોને દર્શકો નથી મળી રહ્યા. આને લઈને હિન્દી અને દક્ષિણ બંને ઈન્ડસ્ટ્રીઝમાં ફફડાટ છે.
કહ્યું, શું કરવું જોઇએ એ સમજાતું નથી
કોવિડના કેસમાં ઘટાડો થયા બાદ અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાએ હિન્દી બેલ્ટમાં બમ્પર કમાણી કરી હતી. આ પછી એસએસ રાજામૌલીની ફિલ્મ RRR અને KGF ચેપ્ટર 2એ પણ બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડ્યા. બંને ફિલ્મોના હિન્દી સંસ્કરણોએ 300 કરોડની વધુની કમાણી કરી છે અને દર્શકો હજી પણ થિયેટરોમાં ઉમટી રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મ મેકર રામ ગોપાલ વર્માએ ટ્વીટ કર્યું હતું કે ઉત્તરના લોકો સાઇથની ઈર્ષ્યા કરે છે. હવે મનોજ બાજપેયીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, ઘણી સાઉથની ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત થઈ રહ્યી છે, મનોજ બાજપેયી અને મારા જેવા અન્ય લોકોને એક મિનિટ માટે ભૂલી જાઓ, મુંબઈ ફિલ્મ ઉદ્યોગના મેઇન સ્ટ્રીમ ફિલ્મ નિર્માતાઓ આ જોઇને દંગ રહી ગયા. શું કરવું તે તેમને સમજાતું નથી. સામે હિન્દી ફિલ્મો ડબ થયેલી ફિલ્મો જેટલી કમાણી નથી કરી રહી. 

આ ફિલ્મોની સફળતામાંથી શીખવું જોઈએ
મનોજ બાજપેયી ખુલ્લેઆમ વાત કરે છે કે શા માટે KGF 2 અને RRR જેવી ફિલ્મો હિન્દીમાં ડબિંગ કરવા છતાં 300 કરોડ રૂપિયા કમાઈ રહી છે જ્યારે સૂર્યવંશી 200 કરોડ પણ કમાઈ શકી નથી. મનોજનું કહેવું છે કે આપણે આ ફિલ્મોની સફળતામાંથી શીખવું જોઈએ. મનોજ બાજપેયીએ કહ્યું કે, તેઓ જુસ્સાદાર છે, અને દરેક શોટ જાણે વિશ્વનો શ્રેષ્ઠ શોટ આપી રહ્યા હોય તેમ શૂટ કરે છે. દરેક શોટ એવી રીતે કરો કે જાણે તમે તેની કલ્પના કરી હોય.  સાથે જ પ્રેક્ષકો પર  આ ફિલ્લામો કોઇ થોપતું નથી. કારણ કે  સાઉથ તેમના દર્શકોને ઘણું સન્માન આપે છે.
મનોજે કહ્યું- ફિલ્મ મેકિંગ શીખો
જો તમે પુષ્પા, આરઆરઆર અને કેજીએફને જુઓ તો તે સ્પષ્ટ છે. દરેક ફ્રેમ જીવન-મરણની પરિસ્થિતિની જેમ શૂટ કરવામાં આવી છે. આ તે છે જ્યાં આપણે ભૂલ કરીએ છીએ. આપણે  મેઇન સ્ટ્રીમની ફિલ્મો માત્ર બોક્સ ઓફિસ પર કમાણી કરવા માટે બનાવી છે. જો આપણે તેમની ટીકા કરી શકતા નથી, તો આપણે તેમને 'અલગ' કહેવાનું શરૂ કરીએ છીએ. પરંતુ મુંબઈ ઈન્ડસ્ટ્રીના મુખ્ય પ્રવાહના ફિલ્મ નિર્માતાઓ માટે આ એક બોધપાઠ છે કે કેવી રીતે મેઈનસ્ટ્રીમ સિનેમા બનાવવી જોઇએ.
Tags :
Advertisement

.

×