આ યુવતીએ પોતાના લોહીથી બનાવ્યું ‘ધ કાશ્મીર ફાઈલ્સ’નું પેઈન્ટિંગ, જુઓ Photos

આપણા દેશમાં ફિલ્મો અને ફિલ્મ સ્ટાર્સનો જબરદસ્ત ક્રેઝ છે. આવો જ
ક્રેઝ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લઈને જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશના વિદિશાની એક યુવતીએ આ ફિલ્મ
જોયા બાદ પોતાના લોહીથી પેઇન્ટિંગ બનાવી છે. 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ તેમના
પ્રયાસની પ્રશંસા કરી છે. 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને પોતાના લોહીથી રંગનાર મહિલાનું નામ
મંજુ સોની છે. મંજુ સોની મધ્યપ્રદેશના વિદિશાની છે.
OMG. Unbelievable. I don’t know what to say… how to thank Manju Soni ji. @manjusoni Shat shat pranam. Gratitude.
If anyone knows her, pl share her contacts with me in DM. #RightToJustice pic.twitter.com/1jxsLDhCXq
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 24, 2022
" title="" target="">javascript:nicTemp();
ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ મંજુ સોનીના આ ખાસ પ્રયાસની
પ્રશંસા કરી છે. તેણે તેના ટ્વિટર એકાઉન્ટ પર તેની તસવીરો પોસ્ટ કરી છે. આ ફોટોમાં મંજુ દ્વારા
બનાવેલી પેઇન્ટિંગ, અખબારમાં પ્રકાશિત તેના સમાચાર અને
લોહી ખેંચતી વખતે લેવામાં આવેલી તસવીરો જોવા મળી રહી છે. ફિલ્મ દિગ્દર્શક વિવેક
રંજન અગ્નિહોત્રીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે OMG, અવિશ્વસનીય. મને ખબર નથી કે શું કહેવું મંજુ સોનીજીનો આભાર કેવી રીતે
માનવો ? આની આગળ તેમણે લખ્યું છે. મંજુ સોની જી, ખૂબ ખૂબ આભાર.. એટલું જ નહીં વિવેક અગ્નિહોત્રીએ લોકો પાસે મંજુ
સોનીનો નંબર પણ માંગ્યો હતો. તેણે લખ્યું છે કે જો તમારામાંથી કોઈ મંજુ સોની જીને
ઓળખે છે, તો કૃપા કરીને મને તેમનો નંબર ડીએમ
કરો.