એક્સાઇઝ પોલિસી પર મનિષ સિસોદિયાએ પૂર્વ LG પર સાધ્યું નિશાન
દિલ્હીની દારૂની નીતિને લઈને AAP અને કેન્દ્ર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. મનીષ સિસોદિયાએ નવી દારૂની નીતિને લઈને પૂર્વ એલજીને ઘેર્યા હતા. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દિલ્હીની નવી એક્સાઇઝ પોલિસી 2021-22ને યોગ્ય રીતે લાગુ કરવા માટે રોકીને કેવી રીતે કેટલાક લોકોને ફાયદો કરાવામાં આવ્યો હતો. મેં આ અંગે સીબીઆઈને ફરિયાદ કરી છે. મે 2021માં પસાર થયેલી નવી આબકારી નીતિમાં નક્કી કરવામાં આવ્àª
11:32 AM Aug 06, 2022 IST
|
Vipul Pandya
દિલ્હીની દારૂની નીતિને લઈને AAP અને કેન્દ્ર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. મનીષ સિસોદિયાએ નવી દારૂની નીતિને લઈને પૂર્વ એલજીને ઘેર્યા હતા. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દિલ્હીની નવી એક્સાઇઝ પોલિસી 2021-22ને યોગ્ય રીતે લાગુ કરવા માટે રોકીને કેવી રીતે કેટલાક લોકોને ફાયદો કરાવામાં આવ્યો હતો. મેં આ અંગે સીબીઆઈને ફરિયાદ કરી છે. મે 2021માં પસાર થયેલી નવી આબકારી નીતિમાં નક્કી કરવામાં આવ્યું હતું કે દરેક વિસ્તારમાં દારૂની દુકાનોની સંખ્યા સમાન હશે, જ્યારે અગાઉ એક જગ્યાએ 20 જેટલી દુકાનો હતી, જ્યારે કેટલીક જગ્યાએ બિલકુલ ન હતી.
મનીષ સિસોદિયાએ કહ્યું કે નવી એક્સાઈઝ પોલિસી તત્કાલિન એલજી સર પાસે ગઈ, તેમણે ખૂબ જ ધ્યાનથી વાંચ્યું, આ પોલિસીમાં સ્પષ્ટ લખ્યું હતું કે 849થી વધુ ન હોઈ શકે. દિલ્હીના દરેક વિસ્તારમાં સમાન રીતે દુકાનો હશે. અનધિકૃત કોલોનીઓમાં પણ દુકાનો હશે. એલ.જી. સાહેબે સંપૂર્ણ વાંચીને તેને મંજૂરી આપી. એલજી સાહેબે પોલિસીને મંજૂરી આપી હતી, કોઈ વાંધો ઉઠાવ્યો નથી. દુકાનો ખોલવાની ફાઇલ એલજી સાહેબ પાસે પહોંચી ત્યારે તેમણે એલજી ઓફિસમાં પોતાનું સ્ટેન્ડ બદલી નાખ્યું. નવેમ્બરના પહેલા અઠવાડિયામાં દુકાનો ખોલવાનો પ્રસ્તાવ એલજી સાહેબ સુધી પહોંચ્યો. નવેમ્બરમાં તેણે નવી શરત મૂકી કે અનધિકૃત કોલોનીમાં દુકાન ખોલવા માટે DDA, MCDની મંજૂરી લેવી પડશે.
આ સાથે મનીષ સિસોદિયાએ કહ્યું કે અગાઉ આવું નહોતું. માત્ર એલજી હાઉસની મંજૂરીની જરૂર હતી. જેના કારણે લાયસન્સધારકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. એલજી સાહેબે નિર્ણય બદલ્યો એટલે ઘણાને દુઃખ થયું. આ પછી લાયસન્સ ધારકો કોર્ટમાં પહોંચ્યા કારણ કે તેમની દુકાન ન ખુલી શકી જ્યારે ઘણી દુકાનો ન ખુલવાને કારણે કેટલાક દુકાનદારોને ઘણો ફાયદો થયો. એલજીનું સ્ટેન્ડ બદલવાથી સરકારને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું. 48 કલાક પહેલા નિર્ણય બદલવામાં આવ્યો હતો. મને લાગે છે કે LGનું સ્ટેન્ડ બદલવાને કારણે લગભગ 300 થી 350 દુકાનો ખુલી શકી નથી.
Next Article