Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે માણિક સાહાએ શપથ લીધા

માણિક સાહાએ આજે (રવિવાર) ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજભવન ખાતે રાજ્યપાલ સત્યદેવ નારાયણ રાયે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. બિપ્લબ દેબે રાજ્યપાલ એસએન આર્યને પોતાનું રાજીનામું સુપરત કર્યા પછી તરત જ, ત્રિપુરા પ્રદેશ ભાજપના  અધ્યક્ષ સાહાને મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન પર મળેલી બેઠકમાં ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.માણિક સાહા à
ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે માણિક સાહાએ શપથ લીધા
માણિક સાહાએ આજે (રવિવાર) ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજભવન ખાતે રાજ્યપાલ સત્યદેવ નારાયણ રાયે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. બિપ્લબ દેબે રાજ્યપાલ એસએન આર્યને પોતાનું રાજીનામું સુપરત કર્યા પછી તરત જ, ત્રિપુરા પ્રદેશ ભાજપના  અધ્યક્ષ સાહાને મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન પર મળેલી બેઠકમાં ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
માણિક સાહા ત્રિપુરા ભાજપના અધ્યક્ષ છે અને રાજ્યસભાના સાંસદ પણ છે. તેમના પર વિશ્વાસ વ્યક્ત કરીને પાર્ટીએ ચૂંટણીના એક વર્ષ પહેલા જ તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી હતી. કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી ત્રિપુરામાં બીજેપના નેતાઓ પક્ષ માંથી રાજીનામુ આપી રહ્યા હતા. રાજીનામા  પાછળનું કારણ બિપ્લબ દેબને જણાવવામાં આવી રહ્યું હતું.
આ પહેલા શુક્રવારે 13 મેના રોજ બિપ્લબ દેબે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકના માત્ર 24 કલાક બાદ 14 મેના રોજ તેઓ રાજ્યપાલ પાસે ગયા અને પોતાનું રાજીનામું સુપરત કર્યું. રાજીનામું આપ્યા બાદ બિપ્લબ દેબે સ્પષ્ટ કર્યું કે તેમણે આ નિર્ણય હાઈકમાન્ડના કહેવા પર જ લીધો છે.
રાજીનામું આપ્યા બાદ બિપ્લબ દેબે કહ્યું કે, પાર્ટી ટોચ પર છે. હું ભાજપનો વફાદાર કાર્યકર છું. મને લાગે છે કે મેં આપેલી જવાબદારી સાથે ન્યાય કર્યો છે. પછી તે પ્રદેશ ભાજપના અધ્યક્ષનું પદ હોય કે ત્રિપુરાના મુખ્ય પ્રધાનનું પદ હોય. મેં ત્રિપુરાના સર્વાંગી વિકાસ માટે કામ કર્યું છે.  રાજ્યમાં શાંતિ બની રહે તે માટે કાર્ય કર્યું છે. સંગઠન મજબૂત હોય ત્યારે જ સરકાર બની શકે.
બિપ્લબ દેબના રાજીનામા બાદ ભાજપે સાંજે ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી. જેના માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને પાર્ટી જનરલ સેક્રેટરી વિનોદ તાવડેને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સાહાના નામ પર મહોર મારવામાં આવી હતી. બિપ્લબ દેબના રાજીનામા બાદ ઘણા નામો પર ચર્ચા થઈ રહી હતી જેમાં માણિક સાહાનું નામ પણ સામેલ છે. આખરે તમામ નેતાઓએ સાહાને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા.
Advertisement
Tags :
Advertisement

.