Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વડાપ્રધાને ગુજરાતના માધવપુર મેળાની ચર્ચા કરી, કહ્યું તમને તક મળે તો આ મેળામાં અવશ્ય જાવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રેડિયો સંબોધન દર મહિનાના છેલ્લા રવિવારે થાય છે. દર મહિનાની જેમ આ કાર્યક્રમ માટે પણ વડાપ્રધાન મોદીએ સામાન્ય લોકો પાસેથી સૂચનો અને ફરિયાદો માંગી હતી. લોકોએ સોશિયલ મીડિયા દ્વારા મોટી સંખ્યામાં તેમની ફરિયાદો અને સૂચનો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં બનેલી વસ્તુઓની વિશ્વમાં માંગ, નિકાસમાં મળેલી સિદ્ધિ વિશે વાત કરી. વડાપ્à
વડાપ્રધાને ગુજરાતના માધવપુર મેળાની ચર્ચા કરી  કહ્યું તમને તક મળે તો આ મેળામાં અવશ્ય જાવ
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રેડિયો સંબોધન દર મહિનાના છેલ્લા રવિવારે થાય છે. દર મહિનાની જેમ આ કાર્યક્રમ માટે પણ વડાપ્રધાન મોદીએ સામાન્ય લોકો પાસેથી સૂચનો અને ફરિયાદો માંગી હતી. લોકોએ સોશિયલ મીડિયા દ્વારા મોટી સંખ્યામાં તેમની ફરિયાદો અને સૂચનો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં બનેલી વસ્તુઓની વિશ્વમાં માંગ, નિકાસમાં મળેલી સિદ્ધિ વિશે વાત કરી. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી  'મન કી બાત'માં આવતા અઠવાડિયે નવરાત્રી શરૂ થઇ રહી છે તે અંગે ચર્ચા કરી હતી.  માતાજીનાં ભક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે મહિલા સશક્તિકરણના મુદ્દે ચર્ચા કરી હતી. તેમજ ગુડી પડવાં અને રમઝાન મહિનો શરૂ થતો હોવાની દેશવાસીઓને શુભકામનાઓ આપી હતી.
વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં જણાવ્યું કે, ગયા અઠવાડિયે એક એવી સિદ્ધિ હાંસલ કરી, જેણે અમને બધાને ગર્વ થશે. ભારતે ગયા અઠવાડિયે 400 અબજ ડોલર એટલે કે 30 લાખ કરોડ રૂપિયાના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કર્યો હતો. આ અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી બાબત છે, પરંતુ તે અર્થતંત્ર કરતાં ભારતની ક્ષમતા સાથે વધુ સંબંધિત છે. એક સમયે ભારતની નિકાસનો આંકડો 100 બિલિયન, ક્યારેક 150 બિલિયન, ક્યારેક 200 બિલિયન હતો, આજે ભારત 400 બિલિયન ડૉલર સુધી પહોંચી ગયું છે. આનો એક અર્થ એ છે કે ભારતમાં બનેલી વસ્તુઓની માંગ સમગ્ર વિશ્વમાં વધી રહી છે, બીજો અર્થ એ છે કે ભારતની સપ્લાય ચેઇન દિવસેને દિવસે મજબૂત થઈ રહી છે અને તેનો ઘણો મોટો સંદેશ પણ છે.
દેશના ખૂણેખૂણેથી નવી પ્રોડક્ટ્સ વિદેશમાં જઈ રહી છે. આસામના હૈલાકાંડીમાંથી ચામડાની બનાવટો હોય કે ઉસ્માનાબાદની હેન્ડલૂમ પ્રોડક્ટ્સ હોય, બીજાપુરના ફળો અને શાકભાજી હોય કે ચંદૌલીમાંથી બ્લેક રાઇસ હોય, તમામની નિકાસ વધી રહી છે. હવે તમને દુબઈમાં પણ લદ્દાખના વિશ્વ પ્રસિદ્ધ જરદાળુ પણ મળશે અને સાઉદી અરેબિયામાં તમને તમિલનાડુથી મોકલેલા કેળા પણ મળશે. એટલે કે હવે તમે અન્ય દેશોમાં જશો તો મેડ ઈન ઈન્ડિયા ઉત્પાદનો પહેલા કરતા વધુ જોવા મળશે. આયુષ ઉદ્યોગનું માર્કેટ પણ સતત વધી રહ્યું છે. છ વર્ષ પહેલા આયુર્વેદ સંબંધિત દવાઓનું માર્કેટ બાવીસ હજાર કરોડ રૂપિયાની આસપાસ હતું. આજે તે એક લાખ ચાલીસ હજાર કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે.
બે મહાન હસ્તીઓની જન્મજયંતિ પણ ઉજવીશું
મન કી બાતના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જણાવ્યું કે, એપ્રિલ મહિનામાં આપણે બે મહાન હસ્તીઓની જન્મજયંતિ પણ ઉજવીશું. આ બંનેએ ભારતીય સમાજ પર ઊંડી અસર છોડી છે. આ મહાન હસ્તીઓ છે મહાત્મા ફુલે અને બાબાસાહેબ આંબેડકર. મિત્રો, મહાત્મા ફુલેની આ ચર્ચામાં સાવિત્રીબાઈ ફુલે જીનો ઉલ્લેખ પણ એટલો જ મહત્વપૂર્ણ છે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું 'મન કી બાત'ના શ્રોતાઓને મહાત્મા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને બાબાસાહેબ આંબેડકર સાથે જોડાયેલા સ્થળોની મુલાકાત લેવા વિનંતી કરીશ. ત્યાં તમને ઘણું શીખવા મળશે.

પાણી બચાવવા અપીલ કરી
વડાપ્રધાન મોદીએ લોકોને પાણી બચાવવા અપીલ કરી હતી અને કહ્યુકે ગુજરાતમાં જળમંદિર યોજનાએ મોટી ભૂમિકા ભજવી છે. ગુજરાત જેવા રાજ્યમાં વાવની મોટી ભૂમિકા છે
સ્વચ્છતા અને સ્વાસ્થ્ય 
સ્વચ્છતાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાસિકના ચંદ્રકિશોરનું અને -ઓડિશાના રાહુલ મહારાણાનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે સ્વચ્છતાનો સીધો સંબંધ સ્વાસ્થ્ય સાથે છે.

ગુજરાતના માધવપુરનો ઉલ્લેખ 
વડાપ્રધાને તેમના કાર્યક્રમમાં ગુજરાતના માધવપુર મેળાની ચર્ચા કરી હતી. કહ્યું કે આ મેળો ગુજરાતના માધવપુર ગામમાં યોજાય છે, પરંતુ આ મેળો દેશના પૂર્વ છેડા સાથે પણ સંબંધિત છે. આખરે આ કેવી રીતે શક્ય છે? વડાપ્રધાને કહ્યું કે આનો જવાબ એક દંતકથામાં જોવા મળે છે. કહેવાય છે કે હજારો વર્ષ પહેલા ભગવાન કૃષ્ણના લગ્ન નોર્થ ઈસ્ટની રાજકુમારી રૂકમણી સાથે થયા હતા. આ લગ્ન પોરબંદરના માધવપુરમાં થયા હતા. આ લગ્નના પ્રતીકરૂપે માધવપુર મેળો ભરાય છે. આ પરથી એવું લાગે છે કે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે આપણો ઊંડો સંબંધ છે. તમને તક મળે તો આ મેળામાં અવશ્ય જાવ.
2014 થી શરુ છે મન કી બાત 
આજનો કાર્યક્રમ પ્રાદેશિક ભાષામાં કાર્યક્રમ રાત્રે 8 વાગ્યે ફરી સાંભળી શકાશે. 'મન કી બાત' એ વડાપ્રધાનનો દર મહિને પ્રસારિત થતો  કાર્યક્રમ છે, જે દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે. વડાપ્રધાન મોદીએ 2014માં સત્તામાં આવ્યા બાદ આ કાર્યક્રમની શરૂઆત કરી હતી, જેમાં તેઓ દેશના લોકો સાથે તમામ મુદ્દાઓ પર વાત કરે છે.
Tags :
Advertisement

.

×