Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માણસ સમજ્યો નહીં અને આજે આખી દુનિયા “ગ્લોબલ વોર્મિંગ"માં શેકાઇ રહી છે

આ વર્ષે હોળીના તહેવારોની આજુબાજુથી જ ઉનાળાની પ્રચંડ ગરમીનો હાહાકાર વર્તાઇ રહ્યો છે. સામાન્ય રીતે ફાગણનો ફાગ, શીતળતાનો અહેસાસ કરાવે, હોળીની પ્રગટેલી પવિત્ર આગમાં લોકો પોતાનું શરીર શેકે અને એ રીતે ગરમાવો મેળવવાનો પ્રયત્ન કરે પણ હોળી પહેલાથી જ શરું થયેલો ગરમીનો પ્રકોપ આજે એપ્રિલની શરૂઆતના અઠવાડિયામાં તો 41 કે 42 ડિગ્રીને પાર કરી ગયો છે. હજુ મે મહિનો તો બાકી છે. સમગ્ર વિશ્વમાં ઋતુઓનà«
માણસ સમજ્યો નહીં અને આજે આખી દુનિયા  ldquo ગ્લોબલ વોર્મિંગ માં શેકાઇ રહી છે
આ વર્ષે હોળીના તહેવારોની આજુબાજુથી જ ઉનાળાની પ્રચંડ ગરમીનો હાહાકાર વર્તાઇ રહ્યો છે. સામાન્ય રીતે ફાગણનો ફાગ, શીતળતાનો અહેસાસ કરાવે, હોળીની પ્રગટેલી પવિત્ર આગમાં લોકો પોતાનું શરીર શેકે અને એ રીતે ગરમાવો મેળવવાનો પ્રયત્ન કરે પણ હોળી પહેલાથી જ શરું થયેલો ગરમીનો પ્રકોપ આજે એપ્રિલની શરૂઆતના અઠવાડિયામાં તો 41 કે 42 ડિગ્રીને પાર કરી ગયો છે. હજુ મે મહિનો તો બાકી છે. 
સમગ્ર વિશ્વમાં ઋતુઓનું ચક્ર અસંતુલિત થતું ગયું છે. બધા જ દેશો પ્રદેશોમાં છેલ્લા બે એક વર્ષથી વર્ષા, વીન્ટર અને ઉનાળો પોતાની ચીલાચાલુ ચાલ બદલીને અતિશયતામાં સરી પડ્યા છે. સર્વત્ર “ક્લાઇમેટ ચેન્જ” નો પવન ફુંકાયો છે. “ગ્લોબલ વોર્મીંગ”ના વાવાઝોડામાં જીવ અને વનસ્પતિ સહિતની સમષ્ટિની વિરાસત અસ્તિત્વ ટકાવવા માટે હવાતિયા મારે છે. પ્રકૃતિને પારખનારાઓ અને એના બદલાતા પ્રવાહોના અભ્યાસ કરનારા વૈજ્ઞાનિકોએ વર્ષો પહેલા સંકેતો આપ્યા હતા કે હવા પાણીને પ્રદૂષિત કરવાના આપણા બેધડક નાટકો, વૃક્ષો અને વનસ્પતિનું નિકંદન કાઢવાના આપણા પ્રયાસો આગામી વર્ષોમાં પ્રકૃતિના સંતુલનના નિયમને-લો ઓફ બેલેન્સને-ખોરવી નાખશે. 
પણ દોઢ ડાહ્યો માણસ સમજ્યો નહીં અને આજે આખી દુનિયા “ગ્લોબલ વોર્મિંગ”માં શેકાઇ રહી છે. ભારત, ગુજરાત અને તમે અને હું એમાંથી  કેવી રીતે બાકાત રહીએ તે સમજી શકતા નથી. હજુ પણ જો બગડેલી બાજીને સુધારવા માણસ સભાન નહીં બને તો ખોરવાતુ જતું ઋતુ ચક્ર, જળ, જીવન, જંતુ સામે અસ્તિત્વ ટકાવી રાખવાના પડકારો ઉભા કરશે.
Advertisement
Tags :
Advertisement

.