Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીની મોડી રાત્રે ધરપકડ

મોરબી પંથકના ગ્રામ્ય વિસ્તારમાં માસૂમ 5 વર્ષની બાળકી સાથે સાવકા બાપે દુષ્કર્મ આચરતા બાળકીની માતાએ શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે.મોરબી પંથકની સિરામીક ફેક્ટરીમાં 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ થયું હોવાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં બીજા રાજ્યમાંથી થોડા સમય અગાઉ પતિને છોડીને પોતાની 5 વર્ષની શારીરિક રીતે અ
05:23 PM Oct 07, 2022 IST | Vipul Pandya
મોરબી પંથકના ગ્રામ્ય વિસ્તારમાં માસૂમ 5 વર્ષની બાળકી સાથે સાવકા બાપે દુષ્કર્મ આચરતા બાળકીની માતાએ શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે.
મોરબી પંથકની સિરામીક ફેક્ટરીમાં 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ થયું હોવાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં બીજા રાજ્યમાંથી થોડા સમય અગાઉ પતિને છોડીને પોતાની 5 વર્ષની શારીરિક રીતે અસક્ષમ દિકરી સાથે સિરામીક કારખાનાની ઓરડીમાં રહીને મજૂરી કામ કરવા આવેલી મહિલાને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણનો વતની રવિરાજ રાજેન્દ્રભાઈ થરેસા સાથે પ્રેમ સંબંધ બંધાતા આ બન્ને કારખાનાની એક જ ઓરડીમાં ઘણા સમયથી પતિ પત્નીની જેમ જ રહેવા લાગ્યા હતા. 
દરમિયાન બન્ને પતિ પત્નીની જેમ રહેતા હોય આ સંબંધથી સાવકો બાપ સમાન રવિરાજે સાથે રહેતી પરપ્રાંતીય મહિલાની 5 વર્ષની દિકરી ઉપર નજર બગાડી હતી અને ગત તા.3ના રોજ મહિલા પોતાની ઓરડીમાં હતી ત્યારે બાજુની ઓરડીમાં રમતી પોતાની પુત્રી સમાન આ બાળકી પાસે જઈ ઓરડીને અંદરથી બંધ કરીને નરાધમે બાળકી ઉપર કુર્કમ આચર્યું હતું.  આ બનાવ અંગે બાળકીની માતાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તુરંત તાલુકા પોલીસે આરોપીને અટકાયતમાં લઈ કોવિડ ટેસ્ટ બાદ વિધિવત ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - મોરબીમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, સાવકા બાપે જ દીકરી સાથે હેવાનીયત ભર્યું કૃત્ય આચર્યું
Tags :
CrimeCrimeStoryGujaratFirstmorbiMorbiPolicepoliceRape
Next Article