Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વારાણસીમાં બંગાળના મુખ્યમંત્રીનો કાળા ઝંડા બતાવી કરાયો વિરોધ

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને વારાણસીમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વારાણસીમાં હિંદુ યુવા વાહિનીના કાર્યકર્તોએ મમતા બેનર્જીના કાફલાને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો સાથે સાથે મમતા બેનર્જી વિરૂદ્ધ નારેબાજી પણ કરવામાં આવી હતી. આ  દરમિયાન કાળા ઝંડા પણ બતાવવામાં આવ્યા હતા. આ વિરોધ પછી સીએમ મમતા બેનર્જીએ પણ કહ્યુ કે ન હું ડરવાની છું કે ન હું ભાગનારી છું. સમાજવાદી પાર્à
વારાણસીમાં
બંગાળના મુખ્યમંત્રીનો કાળા ઝંડા બતાવી કરાયો વિરોધ

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને વારાણસીમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વારાણસીમાં હિંદુ યુવા વાહિનીના કાર્યકર્તોએ મમતા બેનર્જીના કાફલાને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો સાથે સાથે મમતા બેનર્જી વિરૂદ્ધ નારેબાજી પણ કરવામાં આવી હતી.   દરમિયાન કાળા ઝંડા પણ બતાવવામાં આવ્યા હતા. વિરોધ પછી સીએમ મમતા બેનર્જીએ પણ કહ્યુ કે હું ડરવાની છું કે હું ભાગનારી છું. સમાજવાદી પાર્ટીના સમર્થનમાં રેલી કરવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કાશી પહોંચ્યા હતા.ગુરૂવારે યોજાનારી રેલી પહેલા મમતા બેનર્જી આજે ગંગાઘાટ પર જઈ રહ્યા હતા. મમતા બેનર્જીના કાફલાને અટકાવીને કાળા ઝંડા બતાવીને તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

Advertisement

 

હું ડરવાની નથી, હું ભાગવાની નથી : મમતા બેનર્જી

Advertisement

હિન્દુ યુવા વાહિનીના કાર્યકરોએ મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાફલાને અટકાવતા તેઓ કારમાંથી નીચે ઉતર્યા અને દેખાવકારોને જોઈને માઈક હાથમાં લઈને કહ્યું કે, હું પરત ફરવા આવી નથી, ભાજપે જે રીતે મારું સ્વાગત કર્યું તેનાથી તેઓ ડરી ગયા હતા. તેમના મનમાં હારનો ડર દેખાય છે. સીએમ મમતા બેનર્જીએ કહ્યું, 'તમારો ખૂબ ખૂબ આભાર. હું બનારસમાં રહીશ, બાબા વિશ્વનાથના દર્શન કરીશ, તમે પણ કૃપા કરીને મારી સભામાં આવો. પછી મમતા બેનર્જીએ જય હિંદ અને જય યુપીની સાથે 'હર હર મહાદેવ'ના નારા લગાવ્યા. દરમિયાન વિરોધ કરી રહેલા હિન્દુ યુવા વાહિનીના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો
હતો.
દરમિયાન હિન્દુ યુવા વાહિનીના કાર્યકરોએ સીએમ મમતા બેનર્જી પર કાળો ઝંડો ફેંક્યો હતો. દશાશ્વમેધ ઘાટ ગંગા આરતીમાં હાજરી આપવા માટે વારાણસીના ચેતગંજ વિસ્તારમાંથી મમતા બેનર્જીનો કાફલો રવાના થઈ રહ્યો હતો ત્યારે વિરોધ પ્રદર્શન થયું હતું. વિરોધ કરી રહેલા હિન્દુ યુવા વાહિનીના કાર્યકરોએ મમતા બેનર્જીને હિન્દુ વિરોધી ગણાવ્યા હતા અને પાછા જાઓના નારા પણ લગાવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement

.