Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બહાના નહીં, હું જવાબદાર લોકોની ધરપકડ ઈચ્છું છું: મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે ગુરુવારે ​​બીરભૂમ જિલ્લાના બોગતુઈ ગામની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મમતાએ કહ્યું કે બહાના નહીં, હું જવાબદાર લોકોની ધરપકડ ઈચ્છું છું. મમતા બેનર્જીએ કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આધુનિક બંગાળમાં આટલી અધમતા હોઈ શકે છે. માતા અને બાળકનું મોત થયું હતું. મોટા ષડયંત્રનો આરોપ લગાવતા તેમણે કડક કાર્યવાહીની વાત કરી હતી. એ પણ કહ્યું à
બહાના નહીં  હું જવાબદાર લોકોની ધરપકડ ઈચ્છું છું  મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે ગુરુવારે ​​બીરભૂમ જિલ્લાના બોગતુઈ ગામની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મમતાએ કહ્યું કે બહાના નહીં, હું જવાબદાર લોકોની ધરપકડ ઈચ્છું છું. મમતા બેનર્જીએ કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આધુનિક બંગાળમાં આટલી અધમતા હોઈ શકે છે. માતા અને બાળકનું મોત થયું હતું. મોટા ષડયંત્રનો આરોપ લગાવતા તેમણે કડક કાર્યવાહીની વાત કરી હતી. એ પણ કહ્યું કે પોલીસ તમામ એંગલથી હત્યાના કારણોની તપાસ કરશે.
એક ઉચ્ચ પોલીસ અધિકારીને ફોન કરીને તેમણે કહ્યું કે જે પોલીસકર્મીઓ ફરિયાદોના જવાબમાં બેદરકારી દાખવતા હતા તેમને સજા થવી જોઈએ. મારે કોઈ બહાનું નથી જોઈતું. હું ઈચ્છું છું કે જવાબદારોની ધરપકડ કરવામાં આવે અને પોલીસકર્મીઓને ભૂલો બદલ સજા કરવામાં આવે. સાક્ષીઓને પોલીસ દ્વારા સંભવિત હુમલાઓથી રક્ષણ આપવું જોઈએ.
સહાય કરી જાહેર 
જેમના ઘર બળી ગયા છે તેમના ઘરના સમારકામ માટે મમતા બેનર્જીએ 1 લાખ આપવાની વાત પણ કરી હતી. આ સાથે તેમણે પીડિત પરિવારોને નોકરી આપવાનું પણ વચન આપ્યું હતું.  મંગળવારે બોગતુઈ ગામમાં કેટલાક ઘરોને કથિત રીતે આગ લગાડવામાં આવી હતી, જેમાં આઠ લોકો દાઝી ગયા હતા.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીને ગુરુવારે પશ્ચિમ બંગાળના બોગાતુઈ ગામમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. જ્યાં આ અઠવાડિયાની શરૂઆતમાં ત્રણ મહિલાઓ અને બે બાળકો સહિત આઠ લોકોને કથિત રીતે જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. લોકસભામાં કોંગ્રેસના નેતા અને અન્ય પક્ષના સભ્યોને બીરભૂમ જિલ્લાના ગામ નજીક શ્રીનિકેતન મોર ખાતે અટકાવવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ રસ્તા પર બેસી ગયા હતા. તેઓએ માંગ કરી હતી કે તેઓને ગામની મુલાકાત લેવાની અને મૃતકના પરિજનોને મળવા દેવામાં આવે.
Advertisement
Tags :
Advertisement

.