Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મમતા બેનર્જી સરકારે લાગુ કર્યો સરકારી શાળઆોમાં નવો ડ્રેસ કોડ

એક તરફ કર્ણાટકમાં શાળા કોલેજોમાં હિજાબ વિવાદને લઇને પરિસિથિતિ તંગ છે. ત્યારે બીજીતરફ પશ્ચિમ બંગાળ સરકાર રાજ્યની સરકારી શાળાઓમાં નવો ડ્રેસ કોડ લાગુ કરવા જઈ રહી છે. માહિતી અનુસાર, તમામ સરકારી, અર્ધ-સરકારી અને સરકારી  સાથે જ સરકારી અનુદાનિત શાળાઓના વિદ્યાર્થીઓનો ડ્રેસ વાદળી અને સફેદ રંગનો રહેશે. નવા ડ્રેસ કોડમાં બંગાળ સરકારનો 'બિસ્વા બાંગ્લા' લોગો પણ હશે. તેની ડિઝાઇન ખુદ મુખ્યમંત
મમતા બેનર્જી સરકારે લાગુ કર્યો સરકારી શાળઆોમાં નવો ડ્રેસ કોડ

એક તરફ કર્ણાટકમાં શાળા કોલેજોમાં હિજાબ વિવાદને લઇને પરિસિથિતિ તંગ છે. ત્યારે બીજીતરફ પશ્ચિમ બંગાળ સરકાર રાજ્યની સરકારી શાળાઓમાં નવો ડ્રેસ કોડ લાગુ કરવા જઈ રહી છે. માહિતી અનુસાર, તમામ સરકારી, અર્ધ-સરકારી અને સરકારી  સાથે જ સરકારી અનુદાનિત શાળાઓના વિદ્યાર્થીઓનો ડ્રેસ વાદળી અને સફેદ રંગનો રહેશે. નવા ડ્રેસ કોડમાં બંગાળ સરકારનો 'બિસ્વા બાંગ્લા' લોગો પણ હશે. તેની ડિઝાઇન ખુદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ડિઝાઇન કરી હતી.

Advertisement

સરકારના આદેશ અનુસાર, રાજ્યના MSME વિભાગ દ્વારા નવા યુનિફોર્મની સપ્લાય કરવામાં આવશે. જેમાં કહેવાયું છે કે પ્રિ-પ્રાઈમરીથી લઈને 8મા ધોરણ સુધીના છોકરાઓ માટે સફેદ રંગનો શર્ટ અને નેવી બ્લુ પેન્ટ અને છોકરીઓ માટે નેવી બ્લુ ફ્રોક અને સલવાર કમીઝ સાથે સફેદ શર્ટનો ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે. આ સાથે દરેક ડ્રેસના ખિસ્સા પર બિસ્વા બાંગ્લાનો લોગો હશે. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કૂલ બેગ પર પણ, બિસ્વા બાંગ્લાનો લોગો રહેશે.
સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે પ્રિ-પ્રાઈમરીથી લઈને ધોરણ 8 સુધીના છોકરાઓને 1 હાફ પેન્ટ અને 1 ફુલ શર્ટ મળશે. પૂર્વ-પ્રાથમિકથી ધોરણ II સુધીની છોકરીઓને શર્ટ અને ટ્યુનિક ફ્રોકના બે સેટ મળશે. ધોરણ III થી V સુધીના શર્ટ અને સ્કર્ટના બે સેટ આપવામાં આવશે. જ્યારે ધોરણ 6 થી 8 સુધી સલવાર અને કમીઝ,જ્યારે ધોરણ 6 થી 8 સુધી સલવાર અને કમીઝ અને દુપટ્ટાના બે સેટ આપવામાં આવશે. 
તમને જણાવી દઈએ કે આ પહેલા મમતા બેનર્જી સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. કે તમામ સરકારી ઓફિસ બિલ્ડીંગો અને જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વાદળી અને સફેદ રંગથી રંગવામાં આવશે.
Tags :
Advertisement

.