Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મમતા બેનર્જીની TMCએ શિન્ઝો આબે હત્યા કેસને અગ્નિપથ યોજના સાથે જોડ્યો, જાણો શું કહ્યું

TMCના મુખપત્ર 'જાગો બાંગ્લા'એ 'અગ્નિપથ છાયામાં શિન્ઝોની હત્યા' આ શીર્ષકવાળા તેના બંગાળી લેખમાં જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાનની હત્યાને ભારતમાં સંરક્ષણ ભરતી માટે નવી શરૂ કરાયેલી અગ્નિપથ યોજના સાથે જોડી છે. તૃણમૂલ કોંગ્રેસના મુખપત્ર 'જાગો બાંગ્લા'એ 'અગ્નિપથ છાયામાં શિન્ઝોની હત્યા' શીર્ષકવાળા તેના બંગાળી લેખમાં જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેની હત્યાને ભારતમાં સંરક્ષણ ભરàª
મમતા બેનર્જીની tmcએ શિન્ઝો આબે હત્યા કેસને અગ્નિપથ યોજના સાથે જોડ્યો  જાણો શું કહ્યું
TMCના મુખપત્ર 'જાગો બાંગ્લા'એ 'અગ્નિપથ છાયામાં શિન્ઝોની હત્યા' આ શીર્ષકવાળા તેના બંગાળી લેખમાં જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાનની હત્યાને ભારતમાં સંરક્ષણ ભરતી માટે નવી શરૂ કરાયેલી અગ્નિપથ યોજના સાથે જોડી છે. 
તૃણમૂલ કોંગ્રેસના મુખપત્ર 'જાગો બાંગ્લા'એ 'અગ્નિપથ છાયામાં શિન્ઝોની હત્યા' શીર્ષકવાળા તેના બંગાળી લેખમાં જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેની હત્યાને ભારતમાં સંરક્ષણ ભરતી માટે નવી શરૂ કરાયેલી અગ્નિપથ યોજના સાથે જોડી છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે શિન્ઝો આબેની હત્યાથી ભારતની અગ્નિપથ યોજના સામે  વિરોધ મજબૂત થશે. કારણ કે આબેની હત્યા કરનાર વ્યક્તિએ પણ પેન્શન વિના સૈન્યમાં સેવા આપી હતી. ત્યાર બાદ તેના મનનો જુવાળ હત્યા સુધી પહોંચ્યો. 
મુખપત્રમાં લખવામાં આવ્યું છે કે "એ મહત્વનું છે કે કેન્દ્ર સરકાર પણ મોટી સંખ્યામાં યુવાનોની સેનામાં ભરતી કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેની કારણે સમગ્ર દેશમાં ભારે વિરોધની હલચલ મચી ગઈ છે. આ યોજના હેઠળ ઉમેદવારો માત્ર માત્ર 4.5 વર્ષ માટે જ નોકરીમાં રહેશે. સાથે જ નિવૃત્તિ પછી કોઈ પેન્શન અને અન્ય કોઈ લાભ નહીં મળે. બીજીતરફ જાપાનમાં શુક્રવારે એક આઘાતજનક ઘટનામાં જાપનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને 41 વર્ષીય તેત્સુયા યામાગામીએ ગોળી મારી હતી. તે સમયે આબે નારા શહેરમાં ભાષણ આપી રહ્યાં હતા. ઘટનાના 6 કલાક પછી ભૂતપૂર્વ વડા પ્રધાનને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
શિન્ઝો આબેના અચાનક અવસાનથી વિશ્વ શોકમાં છે. પોલીસે 41 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. પોલીસે આબેને હાથ બનાવટની પિસ્તોલ વડે હુમલો કર્યો હોવાનો દાવો કર્યો હતો. જાપાની મીડિયા અનુસાર, યામાગામીએ ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો ન હતો. તેણે પ્રાથમિક તપાસમાં કહ્યું હતું કે તે આબેથી અસંતુષ્ટ હતો અને તેને મારી નાખવા માંગતો હતો. છે. જો કે, તેને આબેની રાજકીય વિચારોથી કોઇ નારાજગી ન હતી. 
Advertisement
Tags :
Advertisement

.