Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કુહાડીથી મામાનું માથું કાપ્યું અને કપાયેલું માથું લઇને ભાણેજ પોલીસ પાસે પહોંચ્યો

મધ્યપ્રદેશના સીધી જીલ્લામાં કાળા જાદુની શંકામાં એક યુવકે પોતાના 60 વર્ષીય મામાનું કુહાડીથી માથું  કાપી નાંખ્યું હતું અને તે કપાયેલું માથું લઇને સીધો પોલીસ સ્ટેશન જવા રવાના થયો હતો. એક હાથમાં કુહાડી અને બીજા હાથમાં માથુ લઇને તે પોલીસ સ્ટેશન તરફ જઇ જ રહ્યો હતો ત્યારે રસ્તામાં જ તેને પોલીસે ઝડપી લીધો હતો. મામાનું ગળુ કાપીને હત્યા કરી હોવાના સમાચાર પ્રસરી જતાં કોઇએ પોલીસને જાણ કરી à
કુહાડીથી મામાનું માથું કાપ્યું અને કપાયેલું માથું લઇને ભાણેજ પોલીસ પાસે પહોંચ્યો
મધ્યપ્રદેશના સીધી જીલ્લામાં કાળા જાદુની શંકામાં એક યુવકે પોતાના 60 વર્ષીય મામાનું કુહાડીથી માથું  કાપી નાંખ્યું હતું અને તે કપાયેલું માથું લઇને સીધો પોલીસ સ્ટેશન જવા રવાના થયો હતો. એક હાથમાં કુહાડી અને બીજા હાથમાં માથુ લઇને તે પોલીસ સ્ટેશન તરફ જઇ જ રહ્યો હતો ત્યારે રસ્તામાં જ તેને પોલીસે ઝડપી લીધો હતો. મામાનું ગળુ કાપીને હત્યા કરી હોવાના સમાચાર પ્રસરી જતાં કોઇએ પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ પણ ધસી આવી હતી અને યુવકને ઝડપી લીધો હતો. 
પ્રાપ્ત માહિતી મુજબ સીધી જીલ્લાના કારીમાટી ગામમાં હત્યાનો આ અજીગોબગરીબ બનાવ બન્યો હતો. 26 વર્ષીય યુવકને શંકા હતી કે તેના મામા તેની પર જાદુ ટોણા કરે છે અને તેનાથી તેને અને તેના પરિવાર માટે મુશ્કેલી તથા તકલીફો પેદા કરી રહ્યા છે. 
લાલ બહાદુર ગૌડ નામનો આ યુવાન તેના મામા મકસુદન ગૌડના ઘેર ગયો હતો અને જાદુ ટોણાની વાતના મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા લાલ બહાદુરે તેના મામા પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. તેણે કુહાડી વડે એવો જીવલેણ હુમલો કર્યો હતો કે મામાનું માથું અને ધડ છુટા પડી ગયા હતા અને ત્યારબાદ કપાયલું માથું અને કુહાડી લઇને તે પોલીસ સ્ટેશન તરફ આવવા નિકળ્યો હતો પણ પહેલાથી જાણ થઇ જતાં તેને પકડવા પહોંચેલી પોલીસે રસ્તામાં જ તેને પકડી લીધો હતો. 
પોલીસ તપાસમાં તેણે જણાવ્યું કે તેના મામા જાદુ ટોણા કરીને તેના માટે મુશ્કેલી પેદા કરી રહ્યા હતા. તેણે ઘણી વખત મામાને આ પ્રકારનું કૃત્ય નહી કરવા સમજાવ્યા હતા પણ તેના મામા સમજવા તૈયાર થયા ન હતા. 
શુક્રવારે તે જ્યારે તેના મામા પાસે પહોંચ્યો ત્યારે ફરીથી બંને વચ્ચે આ મુદ્દે બોલાચાલી થઇ હતી અને તેથી તે ગુસ્સામાં આવી ગયો હતો અને તેણે કુહાડીથી જીવલેણ હુમલો કર્યો હતો તેમ તેણે પોલીસને જણાવ્યું હતું. પોલીસે લાલ બહાદુરની ધરપકડ કરી મામલાની વધુ તપાસ શરુ કરી હતી. 
Advertisement
Tags :
Advertisement

.