Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

137 વર્ષ જૂની કોંગ્રેસના નાથ બન્યા મલ્લિકાર્જુન ખડગે

કોંગ્રેસ (Congress) પ્રમુખપદની ચૂંટણીના પરિણામો આવી ગયા છે, જેમાં મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Khadge)નો વિજય થયો છે. તેમને કુલ 7,897 વોટ મળ્યા છે.  જ્યારે  શશી થરૂર (Shashi Tharoor)ને 1072 મત મળ્યા છે. થરૂરે પોતાની હાર સ્વીકારી લીધી છે. મલ્લિકાર્જુન ખડગેને પાર્ટી હાઈકમાન્ડ તરફથી પણ સમર્થન મળ્યું હોવાનું માનવામાં આવે છે. આ જ કારણ છે કે તેમને મોટાભાગના અન્ય નેતાઓનું સમર્થન પણ મળ્યું છે. કર્ણાટકના 9 વખત ધારાસભ્ય અનà«
09:12 AM Oct 19, 2022 IST | Vipul Pandya
કોંગ્રેસ (Congress) પ્રમુખપદની ચૂંટણીના પરિણામો આવી ગયા છે, જેમાં મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Khadge)નો વિજય થયો છે. તેમને કુલ 7,897 વોટ મળ્યા છે.  જ્યારે  શશી થરૂર (Shashi Tharoor)ને 1072 મત મળ્યા છે. થરૂરે પોતાની હાર સ્વીકારી લીધી છે. મલ્લિકાર્જુન ખડગેને પાર્ટી હાઈકમાન્ડ તરફથી પણ સમર્થન મળ્યું હોવાનું માનવામાં આવે છે. આ જ કારણ છે કે તેમને મોટાભાગના અન્ય નેતાઓનું સમર્થન પણ મળ્યું છે. કર્ણાટકના 9 વખત ધારાસભ્ય અને  સાંસદ રહી ચૂકેલા મલ્લિકાર્જુન ખડગેને ગાંધી પરિવારના વફાદાર નેતાઓમાંના એક ગણવામાં આવે છે.

મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના 65માં પ્રમુખ
137 વર્ષ જૂની કોંગ્રેસમાં 24 વર્ષ બાદ ગાંધી પરિવાર બહારની કોઇ વ્યક્તિ કોંગ્રેસની પ્રમુખ બની છે. મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના 65માં પ્રમુખ બન્યા છે. 
પાર્ટીમાં મોટા પરિવર્તનની શરુઆત
કોંગ્રેસ અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગેની ચૂંટણીને પાર્ટીમાં મોટા પરિવર્તનની શરૂઆત માનવામાં આવે છે. તેમના પ્રમુખ બનતાની સાથે જ ગાંધી પરિવાર બેકસીટ પર પહોંચી ગયો છે, જે સતત 24 વર્ષ સુધી કોંગ્રેસ અધ્યક્ષ હતો.1998થી લઈને અત્યાર સુધી સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ હતા, જ્યારે 2017 થી 2019 વચ્ચે બે વર્ષ સુધી રાહુલ ગાંધીએ આ પદ સંભાળ્યું હતું. લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીએ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.  તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હવે ગાંધી પરિવારમાંથી કોઈ પ્રમુખ નહીં હોય. અંત સુધી તેઓ આ જીદ પર અડગ રહ્યા અને પછી ચૂંટણી થઈ, જેમાં મલ્લિકાર્જુન ખડગેની પસંદગી કરવામાં આવી છે.

શું કહ્યું રાહુલ ગાંધીએ 
દરમિયાન, રાહુલ ગાંધીએ પોતે સ્પષ્ટ કર્યું છે કે પાર્ટી ચીફ જ તેમનું કામ નક્કી કરશે. હાલમાં વાયનાડના સાંસદ કન્યાકુમારીથી જમ્મુ-કાશ્મીર સુધીની પદયાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે પાર્ટીના વડાની ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. બુધવારે આ મુલાકાત દરમિયાન રાહુલે આંધ્રપ્રદેશમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પોતાની ભૂમિકા અંગે તેમણે કહ્યું કે પાર્ટી ચીફ આ વિશે જણાવશે. તેમણે કહ્યું, કોંગ્રેસ અધ્યક્ષ પાર્ટીમાં સર્વોચ્ચ છે.  તેઓ પાર્ટીમાં મારી ભૂમિકા નક્કી કરશે, કૃપા કરીને ખડગેજી અને સોનિયા ગાંધીજીને પૂછો.

માત્ર કોંગ્રેસમાં જ ચૂંટણી થાય છે
 ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ એકમાત્ર એવી પાર્ટી છે જેમાં ચૂંટણી થાય છે. તેમણે કહ્યું કે આ અંગે ભાજપને કોઈ પ્રશ્ન પૂછતું નથી. અન્ય કોઈ પક્ષમાં પ્રમુખ માટે ચૂંટણી નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂર બંને અનુભવી નેતા છે. દેશમાં નફરત અને હિંસા ફેલાવવામાં આવી રહી છે. કોંગ્રેસ તેની સામે લડી રહી છે.
આ પણ વાંચો--નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દેશને ગુલામીની માનસિક્તામાંથી મુક્ત કરશે :PM MODI
Tags :
CongressPresidentGujaratFirstMallikarjunKharge
Next Article