Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મલેશિયાએ જીત્યો ટોસ, ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગનું આપ્યું આમંત્રણ

મહિલા એશિયા કપ 2022ની છઠ્ઠી મેચમાં આજે દિવસની બીજી મેચ ભારત અને મલેશિયા વચ્ચે રમાશે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં શ્રીલંકાને 41 રનના અંતરથી હરાવીને જીત મેળવી હતી. આ મેચમાં મલેશિયાની ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયાની સરખામણીએ મલેશિયાની ટીમ છે નબળીઆજે 3 ઓક્ટોબર, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બાંગ્લાદેશના સિલહટમાં રમાઈ રહેલી મહિàª
મલેશિયાએ જીત્યો ટોસ  ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગનું આપ્યું આમંત્રણ
Advertisement
મહિલા એશિયા કપ 2022ની છઠ્ઠી મેચમાં આજે દિવસની બીજી મેચ ભારત અને મલેશિયા વચ્ચે રમાશે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં શ્રીલંકાને 41 રનના અંતરથી હરાવીને જીત મેળવી હતી. આ મેચમાં મલેશિયાની ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 
ટીમ ઈન્ડિયાની સરખામણીએ મલેશિયાની ટીમ છે નબળી
આજે 3 ઓક્ટોબર, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બાંગ્લાદેશના સિલહટમાં રમાઈ રહેલી મહિલા T20 એશિયા કપમાં મલેશિયા (INDW vs MLYW) સામે ટકરાશે. આ મેચ બપોરે 1 વાગ્યે શરૂ થશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમે શનિવારે (1 ઓક્ટોબર) શ્રીલંકાને તેની શરૂઆતની મેચમાં 41 રનથી હરાવીને અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. આ મેચ જીતીને ભારતીય ટીમ એશિયા કપમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માંગશે. ભારત સામે મલેશિયાની ટીમ નબળી માનવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા મલેશિયા સામે મોટી જીતના ઈરાદા સાથે મેદાને ઉતરશે. જ્યારે મલેશિયાને પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમના હાથે 9 વિકેટે મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. 

શેફાલી વર્માનું ફોર્મ ચિંતાનો વિષય
ટીમ ઈન્ડિયાની ઓપનર શેફાલી વર્મા તેના ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહી છે. શેફાલી વર્માના બેટથી ગયા વર્ષે માર્ચથી T20 ઈન્ટરનેશનલમાં કોઈ અડધી સદી આવી નથી. મલેશિયાની નબળી બોલિંગ સામે શેફાલી તેના ફોર્મમાં પરત ફરવા માંગશે. વળી, ભારત જેમિમાહ રોડ્રિગ્સ (Jemimah Rodrigues) પાસેથી પણ તેના અગાઉના પ્રદર્શન જેવી જ અપેક્ષા રાખશે. જેમિમા રોડ્રિગ્સે મહિલા એશિયા કપમાં શ્રીલંકા સામેની પ્રથમ મેચમાં ભારતને શાનદાર જીત અપાવી હતી. જેમિમા રોડ્રિગ્સે શ્રીલંકા સામે 53 બોલમાં 76 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
ભારતીય ટીમ એશિયા કપ ટ્રોફીની પ્રબળ દાવેદાર
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અત્યાર સુધીમાં 6 વખત મહિલા એશિયા કપ ટ્રોફી જીતી ચુકી છે. આવી સ્થિતિમાં ફરી એકવાર ટીમ ઈન્ડિયાને ટૂર્નામેન્ટ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. વર્ષ 2004થી શરૂ થયેલી આ ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશ માત્ર એક જ વાર પોતાનું નામ બનાવી શક્યું છે. જણાવી દઈએ કે છેલ્લી મેચમાં ભારત તરફથી જેમિમા રોડ્રિગ્સે 53 બોલમાં 76 રન અને હરમનપ્રીતે 30 બોલમાં 33 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેના કારણે ટીમે શ્રીલંકાને 41 રને હરાવ્યું હતું. આ મેચમાં પણ ભારતીય ચાહકો તેની પાસેથી આવી જ બેટિંગની અપેક્ષા રાખશે.
ભારતીય ટીમ (Playing Eleven)

Advertisement



હરમનપ્રીત કૌર (c), દીપ્તિ શર્મા, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, કિરણ નવગીર, સબીનેની મેઘના, રિચા ઘોષ (wk), દયાલન હેમલતા, મેઘના સિંહ, રાજેશ્વરી ગાયકવાડ, રાધા યાદવ.
મલેશિયાની ટીમ (Playing Eleven)

Advertisement


વિનિફ્રેડ દુરાઈસિંગમ (c), વેન જુલિયા (w), માસ એલિસા, એલ્સા હન્ટર, માહિરા ઈઝાતી ઈસ્માઈલ, આઈના હમીઝા હાશિમ, જમહીદા ઈન્તાન, નૂર એરિયાના નટસ્યા, સાશા આઝમી, નૂર હયાતી ઝકરિયા, નૂર દાનિયા સ્યુહાદા.
Tags :
Advertisement

.

×