આલિયા ભટ્ટ-રણબીર કપૂરની રિસેપ્શન પાર્ટીમાં જતાં ડરી ગઈ હતી મલાઈકા અરોરા, આ હતું કારણ
મલાઈકા અરોરા ઘણીવાર તેની સાથે થયેલા કાર અકસ્માતને યાદ કરીને ડરી જાય છે. હાલમાં જ તેણે કહ્યું હતું કે રણબીર-આલિયાના લગ્નની પાર્ટીમાં જવા માટે તેણે ઘણી હિંમત એકઠી કરવી પડી હતી.રણબીર-આલિયાની રિસેપ્શન પાર્ટીરણબીર-આલિયાએ 14 એપ્રિલે લગ્ન કર્યા હતા. લોકો કપલની ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીની રાહ જોઈ રહ્યા હતા. બધાને ખબર હતી કે આ પાર્ટીમાં સ્ટાર્સનો મેળાવડો જામશે. આ પાર્ટીમાં તમામ સેલેબ્સ સા
07:28 AM May 06, 2022 IST
|
Vipul Pandya
મલાઈકા અરોરા ઘણીવાર તેની સાથે થયેલા કાર અકસ્માતને યાદ કરીને ડરી જાય છે. હાલમાં જ તેણે કહ્યું હતું કે રણબીર-આલિયાના લગ્નની પાર્ટીમાં જવા માટે તેણે ઘણી હિંમત એકઠી કરવી પડી હતી.
રણબીર-આલિયાની રિસેપ્શન પાર્ટી
રણબીર-આલિયાએ 14 એપ્રિલે લગ્ન કર્યા હતા. લોકો કપલની ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીની રાહ જોઈ રહ્યા હતા. બધાને ખબર હતી કે આ પાર્ટીમાં સ્ટાર્સનો મેળાવડો જામશે. આ પાર્ટીમાં તમામ સેલેબ્સ સામેલ થયા હતા. પાર્ટીમાં મલાઈકા અરોરા પણ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. અકસ્માત બાદ તે પહેલીવાર પાર્ટીમાં આવી હતી.
મલાઈકા અરોરાને આ વાતનો ડર હતો
મલાઈકા અરોરાએ હવે ખુલાસો કર્યો છે કે તે રણબીર-આલિયાની રિસેપ્શન પાર્ટીમાં જવા માટે માનસિક રીતે તૈયાર નહોતી. આનું કારણ તેની કાર અકસ્માત સિવાય બીજું કંઈ ન હતું. આ અકસ્માત બાદ અભિનેત્રી ખૂબ જ ડરી ગઈ હતી અને તે કારમાં બેસતા પણ ડરતી હતી. જેના કારણે તે આ પાર્ટીમાં જવા માંગતી ન હતી. પરંતુ ત્યારબાદ તેના મિત્રોએ તેને હિંમત આપી અને મલાઈકા કારમાં બેસીને આ પાર્ટીમાં આવી.
મારી માનસિક હાલત હજુ નાજૂક છે
મિડીયા સાથે વાત કરતાં મલાઈકાએ કહ્યું, 'હું શારીરિક રીતે ફિટ છું પરંતુ મને માનસિક રીતે હજુ પણ ડર રહે છે. મને હજુ પણ બહાર જવામાં ડર અને ચિંતા થાય છે. લોકોએ મને રણબીર-આલિયાના લગ્નની પાર્ટીમાં જવા માટે ખૂબ સમજાવી હતી. પરંતું કારમાં બેસવામાં અને મારી કાર આસપાસ આટલા બધા લોકોને જોઈને હું ગભરાઈ ગઇ હતી. હવે હું કારની અંદર બેસતાની સાથે જ સીટ બેલ્ટ બાંધી દઉં છું, ભલે હું કારમાં પાછળ બેઠેલી હોઉં તો પણ. આ પહેલા ગઇ કાલે મલાઈકા અરોરાએ કહ્યું હતું કે અકસ્માત બાદ તે બે જ ઇચ્છા માટે પ્રાર્થના કરી રહી હતી, કે હું જીવવા માંગુ છું. મલાઈકા પહેલા અકસ્માતમાં મરવા માંગતી ન હતી અને બીજું કે તે પોતાની આંખો ગુમાવવા માંગતી ન હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે તેની આંખોમાં કાચના કેટલાક ટુકડા ઘૂસી ગયા હતા, જેના કારણે તેની દ્રષ્ટિ ઝાંખી પડી ગઈ હતી. અકસ્માત બાદ તે સતત તેની માતા અને પુત્ર અરહાનનું નામ લઈ રહી હતી.
Next Article