અભિનેત્રી મલાઈકા અરોરાની કારને નડ્યો અકસ્માત, અભિનેત્રી ઈજાગ્રસ્ત થતા અપોલો હોસ્પિટલમાં દાખલ
બોલિવૂડ
અભિનેત્રી મલાઈકા અરોરાનો શનિવારે સાંજે અકસ્માત થયો હતો. મહારાષ્ટ્રના ખોપોલીમાં
એક્સપ્રેસ વે પર તેમની કારને અકસ્માત નડ્યો હતો. મલાઈકાને સામાન્ય ઈજા થઈ હતી અને તેને તાત્કાલિક
નજીકની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર શિરીષ પવારના
જણાવ્યા અનુસાર અકસ્માત મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર 38 કિમીના અંતરે થયો હતો, જે અકસ્માતની સંભાવના ધરાવતો વિસ્તાર છે. ત્રણ વાહનો એકબીજા સાથે અથડાતા
ત્રણેય વાહનોને નુકસાન થયું હતું.
એક
ખાનગી ન્યુઝ એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ વાહન પર સવાર લોકો અકસ્માત બાદ તરત જ
ભાગી ગયા હતા અને તેથી તે સ્પષ્ટ નથી થયું કે કોને કોને ઈજા થઈ છે. અમને જણાવવામાં
આવ્યું છે કે તમામને નાની-મોટી ઈજાઓ થઈ છે. હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી
છે અને તે પછી એફઆઈઆર નોંધશે. ખોપોલી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટરે
કહ્યું કે અમને ત્રણેય કારના રજિસ્ટ્રેશન નંબર મળી ગયા છે અને હવે અમે ખરેખર શું
થયું તે જાણવા માટે માલિકોનો સંપર્ક કરીશું. અત્યારે અમે ઘટનાની પુષ્ટિ કરી છે અને અકસ્માત કેવી રીતે
થયો અને કોની ભૂલ હતી તેની તપાસ કર્યા પછી એફઆઈઆર નોંધવામાં આવશે.
અમૃતા
અરોરાએ કહ્યું- 'મલાઈકા
ઠીક છે'
બોલિવૂડના પ્રખ્યાત પાપારાઝી વિરલ ભાયાનીએ પણ મલાઈકા અરોરાની ઈજા વિશે વાત
કરી છે. આ સાથે તેણે મલાઈકાની બહેન અમૃતા અરોરાનું નાનું નિવેદન પણ જાહેર કર્યું
છે. તેણે કહ્યું કે મલાઈકા ઠીક છે. તેઓને વધારે ઈજા થઈ નથી. અમૃતાએ કહ્યું છે કે
તેની બહેન મલાઈકા ઠીક છે. ખોપોલી પોલીસે જણાવ્યું હતું કે મોડલને સામાન્ય ઈજા થઈ
હતી. અકસ્માત બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અભિનેત્રી
તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. મલાઈકાના નજીકના મિત્રએ જણાવ્યું કે તેને
કેટલાક ટાંકા આવ્યા છે. રવિવારે બપોર સુધીમાં તેણીને રજા આપવામાં આવશે. મલાઈકા બોલિવૂડનો
જાણીતો ચહેરો છે. તેણે ફિલ્મોમાં ઘણા આઈટમ નંબર આપ્યા છે. આ સિવાય તે ટીવી શોને જજ
કરતી જોવા મળે છે. ફેશન દિવા કહેવાતી મલાઈકા તેના જિમ લુકથી લઈને એરપોર્ટ લુક માટે
ફેમસ છે.