Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મલાઈકા અરોરાએ બેડરૂનો એવો બોલ્ડ ફોટો મૂક્યો, બની ફેન્સના ગુસ્સાનો ભોગ

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે તે દરરોજ તેની તસવીરો કે વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં જ તેણે પોતાની એક નવી તસવીર ફેન્સ સાથે શેર કરી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. જો કે, મલાઈકા અરોરાનો આ ફોટો જોઈને ટ્રોલ્સનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. અને મલાઈકા અરોરાને તેની આ તસવીર માટે જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. જોકે, àª
મલાઈકા અરોરાએ બેડરૂનો એવો બોલ્ડ ફોટો મૂક્યો  બની ફેન્સના ગુસ્સાનો ભોગ
બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે તે દરરોજ તેની તસવીરો કે વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં જ તેણે પોતાની એક નવી તસવીર ફેન્સ સાથે શેર કરી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. જો કે, મલાઈકા અરોરાનો આ ફોટો જોઈને ટ્રોલ્સનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. અને મલાઈકા અરોરાને તેની આ તસવીર માટે જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. જોકે, કેટલાક ચાહકોએ મલાઈકાનો બચાવ કરવાનો પ્રયાસ પણ કર્યો છે.
મલાઈકા અરોરાનો બોલ્ડ ફોટો
મલાઈકા અરોરાએ આ ફોટો તેના બેડરૂમમાં ક્લિક કરાવ્યો છે. તેનું પર્સ તેની પાસે જોવા મળે છે અને મલાઈકા અરોરા ખુલ્લા વાળમાં હીલ્સ પહેરેલી જોવા મળે છે. જો કે, તેના નેટ સાથેના આ ગ્રીન ડ્રેસમાં તેની થાઈ ખૂબ જ રિવિલિંગ થઈ ગઈ છે અને આ કારણથી ટ્રોલોએ મલાઈકા અરોરાના આ ફોટો પર સવાલ ઉઠાવ્યા છે.

ટ્રોલ્સે કોમેન્ટ બોક્સમાં ગુસ્સો ઠાલવ્યો
ફોટો શેર કર્યા બાદ થોડી જ મિનિટોમાં તેના પર લાખો લાઈક્સ આવી ગયા છે. મલાઈકા અરોરાના બોયફ્રેન્ડ અર્જુન કપૂરે પણ આ ફોટો લાઈક કર્યો છે. કોમેન્ટ સેક્શનમાં એક ટ્રોલરે લખ્યું કે છે – જો નેટ થોડી વધારે હોત…. જ્યારે અન્ય યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું – તમે શું બતાવી રહ્યા છો. એક ટ્રોલરે કમેન્કટ કરી, 'અમેઝિંગ ડન આંટી'.
શું આ વર્ષે લગ્ન કરશે અર્જુન-મલાઈકા?
તમને જણાવી દઈએ કે વર્ક ફ્રન્ટ સિવાય મલાઈકા અરોરા પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ઘણા સમયથી હેડલાઈન્સમાં છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે, એવું માનવામાં આવે છે કે આ વર્ષે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લગ્નના બંધનમાં બંધાઈ જશે.
Advertisement
Tags :
Advertisement

.