આજે બનાવી લો આ ખાસ ગુજરાતી ટ્રેડિશનલ વાનગીઓ, શીતળા સાતમે નહીં રહેવું પડે ભૂખ્યા
રાંધણ છઠ્ઠના દિવસે દરેકના ઘરે અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે. ગૃહિણીઓ વહેલી સવારથી જ વાનગી બનાવવા માટે રસોડામાં વ્યસ્ત થઈ જાય છે. છઠ્ઠમાં બનાવેલી વાનગીઓને સાતમના દિવસે ખાવામાં આવે છે. સાતમ આઠમનો તહેવાર જ એવો છે જેમાં છઠ્ઠના દિવસે તૈયાર કરાયેલું ભોજન જમાય છે. ત્યારે બે દિવસ સારું રહે તેવું ભોજન બનાવવમાં આવે છે. દરેક વાનગી એવી નથી હોતી કે, જે બે દિવસ સારી રહી શકે. મોહનથાળચણાના લોટમા
Advertisement
રાંધણ છઠ્ઠના દિવસે દરેકના ઘરે અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે. ગૃહિણીઓ વહેલી સવારથી જ વાનગી બનાવવા માટે રસોડામાં વ્યસ્ત થઈ જાય છે. છઠ્ઠમાં બનાવેલી વાનગીઓને સાતમના દિવસે ખાવામાં આવે છે. સાતમ આઠમનો તહેવાર જ એવો છે જેમાં છઠ્ઠના દિવસે તૈયાર કરાયેલું ભોજન જમાય છે. ત્યારે બે દિવસ સારું રહે તેવું ભોજન બનાવવમાં આવે છે. દરેક વાનગી એવી નથી હોતી કે, જે બે દિવસ સારી રહી શકે.
મોહનથાળ
ચણાના લોટમાંથી બનતી આ સ્વીટમાં બદામ અને બીજા ડ્રાયફ્રૂટ્સ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. ગુજરાતી લગ્ન, પાર્ટી, તહેવાર વગેરેમાં મોહનથાળને મોખરાનું સ્થાન મળે છે.
ઘૂઘરા
ગુજરાતી ઘરોમાં ખાસ સાતમના તહેવારમાં ખાસ બને છે. તેમાં સોજી, સૂકા મેવા, ડ્રાઈફ્રૂટ્સ નાંખવામાં આવે છે. ઘૂઘરા પણ દરેક ગુજરાતી માટે મસ્ટ ટ્રાય છે.
શ્રીખંડ
ગુજરાતની આબોહવા ગરમ છે. આથી અહીં ખાણી-પીણી શરીરના હિસાબે ગોઠવવામાં આવી છે. ગરમીઓમાં શ્રીખંડથી ઉત્તમ બીજી કોઈ ગુજરાતી મિઠાઈ નથી. દહીં અને ખાંડના મિશ્રણથી બનતી આ વેરાયટી હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
દૂધપાક
દેશના બીજા રાજ્યોમાં ખીર બને છે જ્યારે ગુજરાતમાં દૂધપાક વધુ લોકપ્રિય છે. તેમાં ચોખા, ખાંડ અને સૂકામેવા નાંખવામાં આવે છે અને તેને ધીમા તાપે થવા દેવો પડે છે. છેલ્લે ઉમેરવામાં આવતા ઈલાયચી પાવડરને કારણે તેનો ટેસ્ટ જ બદલાઈ જાય છે. ગુજરાતની આ સ્વીટ એકવાર ખાઓ પછી કંટ્રોલ રાખવો અઘરો થઈ પડે છે.
બાજરી ના વડા
બાજરીના વડાને ગુજરાતી નાસ્તામાં પહેલું સ્થાન આપવું પડે તેને ગરમાગરમ ચા સાથે ખાવાથી મજા જ આવી જશે.એમાં પણ મેથી નાખીને(randhan-chhath) તો મજાજ આવી જશે.
Advertisement
Advertisement
મેથીના થેપલા
મેથીના થેપલા એક લોકપ્રિય ગુજરાતી વાનગી છે, ગુજરાતી અમદાવાદમાં હોય કે અમેરીકામાં તે થેપલા તો બનાવશે જ.તો રાંધણ છઠના(randhan-chhath) દિવસે તમે મેથીના થેપલા બનાવી શકો છો અને જે તમે દહીં અને ચા સાથે લઇ શકો છો. થેપલા એ સવાર-સાંજ- બપોર એમ ત્રણયે ટાણે ખાઇ શકાય.