Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફાધર્સ ડેને કેક, કાર્ડ્સ અને ગેજેટ્સથી નહીં પણ આ ગિફ્ટથી યાદગાર બનાવો

સામાન્ય રીતે ફાધર્સ ડે તમારા પિતાને ખાસ અનુભવવા માટેનો દિવસ છે. આ દિવસે બાળકો વિવિધ માધ્યમો દ્વારા તેમના પિતા પ્રત્યેનો આદર દર્શાવે છે અને ફાધર્સ ડે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવાતો દિવસ છે તેથી આ દિવસે સમગ્ર વિશ્વમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ફાધર્સ ડે દર વર્ષે જૂનના ત્રીજા રવિવારે ઉજવવામાં આવે છે જે 2022માં ૧૯ જૂનના રોજ ઉજવવામાં આવશે.આજકાલ બધા જ લોકો સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છ
ફાધર્સ ડેને કેક  કાર્ડ્સ અને ગેજેટ્સથી નહીં પણ આ ગિફ્ટથી યાદગાર બનાવો
સામાન્ય રીતે ફાધર્સ ડે તમારા પિતાને ખાસ અનુભવવા માટેનો દિવસ છે. આ દિવસે બાળકો વિવિધ માધ્યમો દ્વારા તેમના પિતા પ્રત્યેનો આદર દર્શાવે છે અને ફાધર્સ ડે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવાતો દિવસ છે તેથી આ દિવસે સમગ્ર વિશ્વમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ફાધર્સ ડે દર વર્ષે જૂનના ત્રીજા રવિવારે ઉજવવામાં આવે છે જે 2022માં ૧૯ જૂનના રોજ ઉજવવામાં આવશે.
આજકાલ બધા જ લોકો સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છે કે ફાધર્સ ડેની ઉજવણી બધા જ લોકો અલગ રીતે કરી રહ્યા છે આમ પિતા માટે ફાધર્સ ડે નો દિવસ છે એટલો મહત્વનો છે તેટલો જ તેના બાળકો માટે પણ મહત્વનો છે. તમે ફાધર  ડે ના દિવસે તમારા  પિતાના સ્વાસ્થ્ય વિશે  જાણીને તેમને  હોસ્પિટલ  લઈ જાઓ.તેનું સંપૂર્ણ શરીર ચેકઅપ કરાવો. જો તેમને કોઈ રોગ અથવા કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેનો ઈલાજ કરાવો. જેનાથી   તેઓ ખૂબ ખુશ થશે.  તમે એક પુત્ર અને પુત્રી હોવાને કારણે તેમની સંભાળની સાથે સાથે જવાબદારી પણ તમારી છે. તેથી ફાધર્સ ડે પર તમારા પિતાને સમય આપો અને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 
  50 વર્ષની ઉંમર પછી તબીબી તપાસ કરાવવી :
1- હૃદયની તપાસ- 50 વર્ષની ઉંમરે, તમારે દર વર્ષે ECG, Echo,BP અને TMT કરાવવું જોઈએ.
2- કોલેસ્ટ્રોલ ટેસ્ટ- તમારે દર વર્ષે કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી જોઈએ. જો તમને ડાયાબિટીસ, હાર્ટ કે કિડનીને લગતી કોઈ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ પર જલ્દી ટેસ્ટ કરાવતા રહો.
3- બ્લડ પ્રેશર અને સુગર ચેક- હાઈ બ્લડ પ્રેશર સાયલન્ટ કિલર માનવામાં આવે છે, કારણ કે તેના લક્ષણો દર્શાવ્યા વગર સ્ટ્રોક અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. એટલા માટે તમારે તમારું મેડિકલ ચેક-અપ નિયમિતપણે કરાવવું જોઈએ. આ ઉંમરે સુગર વધવાનું જોખમ પણ રહેલું છે, તેથી દર વર્ષે ડાયાબિટીસનો ટેસ્ટ કરાવો.
4- બોનડેન્સિટી ટેસ્ટ-60 વર્ષની ઉંમરે હાડકાં સંબંધિત સમસ્યાઓ પરેશાન કરવા લાગે છે. વૃદ્ધોને આ ઉંમરે ઓસ્ટીયોપોરોસીસનું જોખમ વધી જાય છે. તેથી, વર્ષમાં એકવાર બોન ડેન્સિટી ટેસ્ટ કરાવો.
5- આંખની તપાસ- ઉંમર વધવાની સાથે આંખોમાં મોતિયા કે ગ્લુકોમાની ફરિયાદ રહે છે. તમારે દર 6 દિવસે ડૉક્ટરની સલાહ લઈને તમારી આંખોની તપાસ કરાવતા રહેવું જોઈએ
Advertisement
Tags :
Advertisement

.