ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચૂંટણીપૂર્વે રાજ્ય સરકારના મંત્રીઓની જવાબદારીમાં મોટું પરિવર્તન, આ મંત્રીઓ પાસેથી જવાબદારી આંચકાઈ

ગુજરાત સરકારમાં મંત્રાલયને આગામી વિધાનસભાની ચૂંટણી 2022 પહેલાં મહત્વનો નિર્ણય લેવાયો છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સરકાર દ્વારા માર્ગ મકાન મંત્રી શ્રી પૂર્ણેશ મોદી (Purnesh Modi) પાસેથી હવાલો લઈને રાજ્ય સરકારે આ હવાલો જગદીશ પંચાલને સોંપ્યો છે. જ્યારે રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) પાસેથી મહેસુલ મંત્રાલયનો હવાલો પરત લઈને આ મહત્વની જવાબદારી રાજ્યના ગૃહ અને રમત-ગમત રાà
03:18 PM Aug 20, 2022 IST | Vipul Pandya

ગુજરાત સરકારમાં મંત્રાલયને આગામી વિધાનસભાની ચૂંટણી 2022 પહેલાં મહત્વનો નિર્ણય લેવાયો છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સરકાર દ્વારા માર્ગ મકાન મંત્રી શ્રી પૂર્ણેશ મોદી (Purnesh Modi) પાસેથી હવાલો લઈને રાજ્ય સરકારે આ હવાલો જગદીશ પંચાલને સોંપ્યો છે. જ્યારે રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) પાસેથી મહેસુલ મંત્રાલયનો હવાલો પરત લઈને આ મહત્વની જવાબદારી રાજ્યના ગૃહ અને રમત-ગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીને (Harsh Sanghavi) સોંપાઈ છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, તત્કાલિન મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના  અચાનક રાજીનામા બાદ અનેક અટકળો વચ્ચે ભાજપ હાઈકમાન્ડ  દ્વારા ગુજરાત સરકારની ધૂરા હાલના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલને સોંપવામાં આવી હતી. જે પછીથી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં આ પહેલો ફેરફાર છે. જેમાં બંન્ને રાજ્યકક્ષાના મંત્રીઓને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. બીજી તરફ રાજ્ય સરકારના આ ફેરફારથી અનેક અટકળો તેજ થઈ છે.

ગત 16 સપ્ટેમ્બર 2021ના રોજ ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel) નવા મંત્રીમંડળમાં 23 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં 10 કેબિનેટ મંત્રી, 5 સ્વતંત્ર હવાલા સાથે રાજ્ય કક્ષાના મંત્રી, 9 રાજ્ય કક્ષાના મંત્રી હતા. આ મંત્રીમંડળમાં મહેસુલ મંત્રાલય રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) અને માર્ગમકાન મંત્રાલય પૂર્ણેશ મોદીને (Purnesh Modi) સોંપાયું હતું. શપથના 11 મહિના બાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તેમની પાસેથી જવાબદારી પરત લઈ લીધી છે. હવે રાજ્યના મંત્રીમંડળમાં 21 મંત્રીઓ જેમાં 8 કેબિનેટ મંત્રી, 5 સ્વતંત્ર હવાલા સાથે રાજ્ય કક્ષાના મંત્રી, 9 રાજ્ય કક્ષાના મંત્રી રહ્યાં છે.
Tags :
BhupendraPatelGujaratGujaratFirstNewCabinet
Next Article