Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PCBમાંથી રમીઝ રાજાની હકાલપટ્ટી, નજમ સેઠી બની શકે છે નવા અધ્યક્ષ

પાકિસ્તાન ક્રિકેટમાં મોટો ફેરફાર થયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. નજમ સેઠી PCBના નવા અધ્યક્ષ બની શકે છે. પાકિસ્તાનની નવી સરકારે રમીઝ રાજાને PCB અધ્યક્ષ પદ પરથી હટાવી દીધા છે. પૂર્વ ખેલાડી ઈમરાન ખાનની સત્તા ગયા પછી પાકિસ્તાનમાં રાજકીય આંદોલનો વધી ગયા છે. હવે શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન છે. ગયા મહિને રિપોર્ટ આવ્યો હતà«
pcbમાંથી રમીઝ રાજાની હકાલપટ્ટી  નજમ સેઠી બની શકે છે નવા અધ્યક્ષ

પાકિસ્તાન ક્રિકેટમાં મોટો
ફેરફાર થયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાને તેમના પદ પરથી
હટાવી દેવામાં આવ્યા છે. નજમ સેઠી
PCBના નવા અધ્યક્ષ બની શકે છે. પાકિસ્તાનની નવી સરકારે રમીઝ રાજાને PCB અધ્યક્ષ પદ પરથી હટાવી દીધા છે. પૂર્વ ખેલાડી ઈમરાન ખાનની સત્તા ગયા પછી પાકિસ્તાનમાં રાજકીય આંદોલનો વધી ગયા છે. હવે શાહબાઝ
શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન છે. ગયા મહિને રિપોર્ટ આવ્યો હતો કે શાહબાઝ શરીફની
સરકાર રમીઝ રાજાને
PCB ચીફના પદ પરથી હટાવી શકે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે પીસીબીના પૂર્વ અધ્યક્ષ રમીઝ રાજાનું સ્થાન લેશે.

Advertisement


તમને જણાવી દઈએ કે 2017માં નજમ સેઠી પાકિસ્તાન
ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા
, જેમાં તેમણે તે સમયે શહરયાર ખાનની જગ્યાએ આ પદ સંભાળ્યું હતું. જો કે
ઈમરાન ખાન વડાપ્રધાન બન્યા બાદ નજમ સેઠીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું
અને ત્યાર બાદ તેમની જગ્યાએ અહેસાન મણીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ઇમરાન ખાન
વડાપ્રધાન હતા ત્યારે પીસીબીના કામકાજમાં ઘણો બદલાવ આવ્યો હતો.
ત્યારબાદ નવી સરકારની રચના સાથે સમગ્ર સિસ્ટમમાં ફરી એકવાર મોટા ફેરફારોની અપેક્ષા
હતી. પાકિસ્તાનના ડોમેસ્ટિક ક્રિકેટને લઈને કરવામાં આવેલા ફેરફારોમાં ફરીથી કંઈક
નવું જોવા મળી શકે છે.

Advertisement

Tags :
Advertisement

.