Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહુઆ મોઇત્રાનો PM પર કટાક્ષ - GDP નહીં DP પર મુકવામાં આવી રહ્યો છે ભાર

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના મહુઆ મોઇત્રા (Mahua Moitra) પોતાના બેબાક અંદાજના કારણે ખૂબ ચર્ચામાં રહે છે. આ વખતે ફરી એકવાર તેઓ ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમણે કેન્દ્રની મોદી સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે. મહત્વનું છે કે, લોકસભામાં કેન્દ્ર સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, મોટી અર્થવ્યવસ્થાઓ અને વિકસિત દેશો નવીનીકરણીય ઉર્જા ઉત્પાદનના લક્ષ્યને હાંસલ કરવામાં ભારત કરતાં પાછળ છે કારણ કà«
મહુઆ મોઇત્રાનો pm પર કટાક્ષ   gdp નહીં dp પર મુકવામાં આવી રહ્યો છે ભાર
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના મહુઆ મોઇત્રા (Mahua Moitra) પોતાના બેબાક અંદાજના કારણે ખૂબ ચર્ચામાં રહે છે. આ વખતે ફરી એકવાર તેઓ ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમણે કેન્દ્રની મોદી સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે. મહત્વનું છે કે, લોકસભામાં કેન્દ્ર સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, મોટી અર્થવ્યવસ્થાઓ અને વિકસિત દેશો નવીનીકરણીય ઉર્જા ઉત્પાદનના લક્ષ્યને હાંસલ કરવામાં ભારત કરતાં પાછળ છે કારણ કે સરકાર પર્યાવરણની ચિંતા સાથે ઊર્જા ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા માટે કામ કરી રહી છે. 
સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પર કટાક્ષ કર્યો હતો. સાંસદ મહુઆ મોઇત્રાએ તિરંગાને તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પિક્ચર બનાવવાની PM મોદીની અપીલ પર સવાલ ઉઠાવ્યા અને નિશાન સાધ્યા. મહુઆ મોઇત્રાએ શુક્રવારે કહ્યું કે, એનર્જી કન્ઝર્વેશન (એમેન્ડમેન્ટ) બિલ સાચી દિશામાં એક પગલું છે, પરંતુ કેન્દ્ર સરકારને મહત્વપૂર્ણ બાબતોને અવગણવાની અને હેડલાઇન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અદ્ભુત આદત છે, તેથી તે હજી પણ પ્રોફાઇલ પિક્ચરને લઈને પરેશાન છે. આથી GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ને બદલે DP પર ભાર મૂકવામાં આવ્યો છે જેમાં 'G' ભૂલાવી દેવામાં આવ્યો છે. પરંતુ ઉર્જા સંરક્ષણમાં આવું ન થવું જોઈએ. TMC સાંસદ સંભવતઃ સોશિયલ મીડિયા DP પર તિરંગો લગાવવાની દેશના લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલનો ઉલ્લેખ કરી રહ્યા હતા. 
Advertisement

મહુઆ મોઇત્રાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સૌર ઉર્જા ઉત્પાદન તેમજ તેના સંગ્રહ પર ભાર મૂકવો જોઈએ અને આ સંદર્ભે સ્થાનિક બેટરી ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. તેમણે સરકારને વિવિધ પ્રદેશોમાં સૂર્યોદય અને અસ્ત થવાના અલગ-અલગ સમય અને લોકોને વધુ વીજળીની જરૂર હોય તેવા સમય પર ધ્યાન આપવાની અપીલ કરી હતી.
Tags :
Advertisement

.